Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
Higiela
૧૪૩ સાહસિક પિતાને ત્યાં જન્મ પંજાબ પ્રદેશના ફિરોજપુર જિલ્લાને જીરા તાલુકે એ તાલુકાનું સાવ નાનું સરખું ગામ નામે લહરા. નાનું સરખું બીજ વટવૃક્ષને જન્મ આપે એમ આ નાના સરખા ગામે એક તેજસ્કુલિંગને જન્મ આપ્યો. પિતાનું નામ ગણેશચંદ્ર; માતાનું નામ રૂપાદેવી; જ્ઞાતિ કપૂરવંશની ક્ષત્રિય; વિ. સં. ૧૮૯૪ (ગુજરાતી ૧૮૩)ના ચૈત્ર સુદિ એકમના દિવસે એમને જન્મનું નામ આત્મારામ. - પિતા શક્તિશાળી અને પરાક્રમી: પંજાબના મહારાજા રણજિતસિંહના પૂરા વિશ્વાસ પાત્ર. તલવારને બળે એમણે એક વિજયી દ્ધાની નામના મેળવેલી. માતા રૂપાદેવી એટલાં જ ભક્તિશીલ નારી. આમ આત્મારામને પિતાના પરાક્રમ અને માતાની ભક્તિશીલતાને વારસે પારણે ઝૂલતાં જ મળે. અને એ વારસો એમણે સવાયો કરીને દીપાવી જાણ્ય, એ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે.
એ સમય ભારતના ઈતિહાસને સંક્રાંતિકાળ હતો. ભારતની પિતાની રાજસત્તા આથમતી જતી હતી; પંજાબમાંથી મહારાજા રણજિતસિંહનું શાસન દીપકને છેલ્લો ઝબકારે અનુભવી રહ્યું હતું, અને પરદેશી કંપની સરકારના (ઇસ્ટ ઇન્ડિયા કંપનીના) પગ ભારતના રાજશાસનમાં ધીમે ધીમે આગળ વધતા જતા હતા અને સ્થિર થતા જતા હતા. ગણેશચંદ્રનું ભાગ્ય છેવટે એક બહારવટિયા જેવું જોખમી અને અસ્થિર બની બેઠું હતું. આવી સ્થિતિમાં એમને ન જીવનને અભખરે રહ્યો હતો, ન મૃત્યુને ભય સતાવતે હતા; એ તો ખડિયામાં ખાંપણ રાખીને ગમે તેવી પરિસ્થિતિને આવકારવા સજજ બેઠા હતા. અને પતિને અનુસરનારાં રૂપાદેવી પણ પતિના પગલે પગલે ગમે તેવા કષ્ટમય માગે ચાલવા તૈયાર હતાં. પતિ-પત્નીને માત્ર એક જ ચિંતા સતાવતી હતી: વૃક્ષના પાકા પાનની જેમ સાવ અનિશ્ચિત બની બેઠેલા આપણા જીવનના સર્વસ્વ સમા બાળપુત્ર આત્મારામ ઉર્ફે દિત્તાનું જતન અને સંવર્ધન કેવી રીતે કરવું? આત્મારામનું હુલામણું નામ દત્તા હતું.
એવામાં એક પ્રસંગ બન્ય: લહરામાં અત્તરસિંઘ નામે એક જાગીરદાર રહેતો હતે. જાગીરદાર હોવા ઉપરાંત એ શિખેને ધર્મગુરુ પણ હતો. એ બધી વાતે સુખી હતો; પણ કુદરત માતાએ એને સંતાનના સુખથી વંચિત રાખ્યો હતો. એને વારંવાર એક જ ચિતા સતાવ્યા કરતી કે ભગવાને બધી વાતની મહેર કરી અને માત્ર સવાશેર માટીની ભેટ આપવાનું બાકી રાખ્યું ! તો પછી આટલી બધી સંપત્તિ અને આવા મોટા ધર્મગુરુપદને લાયક ઉત્તરાધિકારી કેણ બનશે? અને એ ઉત્તરાધિકારી ન મળે તે આ જિંદગી, આ સંપત્તિ અને આ સત્તા મળ્યાને અર્થ પણ ? - અત્તરસિંઘને ગણેશચંદ્ર સાથે સારો પરિચય હતો. એટલે બાળક દિત્તા એના આંગણામાં ક્યારેક ક્યારેક રમવા જતો. દિત્તા એને ભારે હોનહાર છોકરો લાગતો. એટલે તેજ અને શક્તિના પુંજ સમા બાળક દિત્તાને જોઈને એનું મન એના ઉપર ઠર્યું: બાળકનાં સુગઠિત અને મજબૂત શરીર, વિશાળ ભાલ, ભરાવદાર ચહેરો અને તેજસ્વી આંખે અત્તરસિંઘના અંતર ઉપર જાણે કામણ કરી ગયાં. એને થયું, કેઈ પણ રીતે આ બાળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org