Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
ગગનમંડલને કેટકેટલાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સુશોભિત બનાવે છે! મહેલ મહેતાતોને કેટકેટલાં ઈંટ, પથ્થર અને કંકર એકરૂપ બનીને સહારો આપે છે! નદી-સરોવરોને કેટકેટલાં જળબિંદુઓ અને ઝરણાઓ ભેગાં મળીને છલકાવી દે છે! જાહેર સંસ્થાઓનું પણ એવું જ સમજવું. કંઈક છતી-અછતી શક્તિઓ અને કેટલીય નામી-અનામી વ્યક્તિએને સંગમ સધાય ત્યારે જ એને કિનારે સેવાતીર્થની સ્થાપના થઈ શકે છે.
વિદ્યાલયની સ્થાપના અને એના વિકાસની કથા સહકારના સુભગ પરિણામની આવી જ પ્રેરક અને આહ્લાદક કહાની સંભળાવી જાય છે. સમાજે વિદ્યાલયની સ્થાપના કરી, એનું પૂરી મમતાથી જતન કર્યું અને એને મેંમાગી સહાય આપીને એને, બીજના ચંદ્રની જેમ, ઉત્તરોત્તર વિકાસ કર્યો. બદલામાં વિદ્યાલયે સમાજને સુખી, સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવે એવા સુશિક્ષિત, સંસ્કારી અને શક્તિશાળી નવલોહિયાઓની ભેટ આપી. આદાન-પ્રદાનની આ પ્રક્રિયાની વચ્ચે પ્રાતઃસ્મરણીય અનેક સાધુપુરુષની મંગલકામનાભરી પ્રેરણા અને સંખ્યાબંધ સ્વનામધન્ય મહાનુભાવની સમર્પણશીલતાભરી જહેમત શોભી રહી છે.
આમ જોઈએ તે, ઘડિયાળના નાનામાં નાના કળપુરાની જેમ, સંસ્થાની સ્થાપના અને એના વિકાસમાં નાની ગણાતી વ્યક્તિથી લઈને તે મોટામાં મોટી ગણાતી વ્યક્તિને ઉપગ અને હિસ્સ હોય છે. આ સ્થિતિમાં કેને યાદ કરીએ અને કેને ન કરીએ? અને છતાં ઉપકારીઓનું સ્મરણ તે કરવું જ જોઈએ. એટલે અહી પણ આ સંસ્થા દ્વારા સમાજની સેવા કરનાર બધી વ્યક્તિઓના પ્રતિનિધિરૂપે કેટલાક સાધુપુરુષને અને કેટલાક મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ ઉચિત અને અવસર પ્રાપ્ત છે.
મહાપ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી પાંચ નદીઓને પ્રદેશઃ પંજાબ : ભારે આબદાર-પાણીદાર ભૂમિ. જેવી આબદાર એવી જ ખમીરવંતી અને એવી જ પ્રરાકમી ! અને ભક્તિની ભાગીરથી તો એની રગરગમાં સદાય વહેતી રહે. આર્યોના પ્રથમ ભારતપ્રવેશને એ પ્રદેશ. આર્યોના આગમન અને સંપર્કની ઘેરી છાપ આજે પણ પંજાબના નિવાસીઓ ઉપર જોવા મળે છે. એમને ગૌર વર્ણ, પડછંદ શરીર અને પ્રભાવશાળી ચહેરો-મોરો આ વાતની સાખ પૂરે છે. - ભક્તિ અને શક્તિના સંગમતીર્થ સમી પંજાબની આ બડભાગી ધરતીએ, એક માતાની મમતાથી, ખરે અણીને વખતે, જેન સંઘનું જતન કર્યું–એક યુગદ્રષ્ટા તિર્ધર સાધુપુરુષની ભેટ આપીને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org