Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૭
૧૧ : ખાસ સમારંભ અને ઘટનાઓ અને તે પ્રસંગે પ્રસિદ્ધ વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ “વિદ્યાર્થી જીવન ઉપર પ્રવચન આપ્યું હતું. અને આચાર્ય મહારાજના વિદ્વાન શિષ્ય ન્યાયાવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રા ન્યાયવિજયજીએ રચેલ “જૈનદર્શન”ની ૪૦ નકલ તેમના તરફથી સંસ્થાને ભેટ મળી હતી.
લાકડાનું દેરાસર–પાટણમાં લાકડાની કારીગરીવાળાં સુંદર મંદિર છે. પૂજ્ય પ્રવર્તક, સમતામૂતિ શ્રી કાંતિવિજયજી મહારાજે વિદ્યાલય પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને લાકડાની કારીગરીવાળું એક નાનું સરખું મંદિર વિદ્યાલયને પંદરમા વર્ષમાં ભેટ મેલાવ્યું હતું. અત્યારે આ કળાને નમૂને વિદ્યાલયમાં વિદ્યમાન છે.
શિયાલકોટના દેરાસરને મદદ–વિદ્યાલય પાસે દેરાસરની જૂજ રકમ હોવા છતાં પૂ. આ. વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી શિયાલકેટના દેરાસર ઉપર શિખર બાંધવા માટે વિદ્યાલય તર થી એક હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
પૂ. પુણ્યવિજયજી મહારાજના જન્મદિનની ઉજવણું–ખરી રીતે તે આ ઉત્સવ એ વિદ્યાલયને નહી પણ કપડવંજ શ્રીસંઘે કપડવંજમાં ઊજવેલ ઉત્સવ હતો. છતાં વિદ્યાલયના ઉત્સવ તરીકે અહીં એની નોંધ લેવી ઉચિત છે, તે નીચેની હકીકતથી જાણી શકાશે. વિ.સં. ૨૦૧૮નું ચતુર્માસ પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ કપડવંજમાં રહ્યા હતા. તે પ્રસંગે ત્યાંના સંઘે એમના વિ.સં. ૨૦૧૯ના કારતક સુદિ ૫ ના ૬૮મા જન્મદિન નિમિત્ત ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આ ઉત્સવ કારતક સુદિ ૫-૬-૭, તા. ૨-૩-૪ નવેમ્બર ૧૯૬૨, શુક્ર-શનિ-રવિવાર એમ ત્રણ દિવસને રાખવામાં આવ્યો હતો. જન્મદિનના અભિનંદનનો મુખ્ય સમારંભ રવિવારે રાખવામાં આર્યો હતો. અને આ પ્રસંગે પંડિતવર્ય શ્રી સુખલાલજી પ્રમુખ તરીકે અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. વિદ્યાલયના મંત્રીઓ તથા સંચાલકો પણ આ પ્રસંગે કપડવંજ ગયા હતા. આ પ્રસંગની સ્મૃતિરૂપે કપડવંજના શ્રીસંઘે પંદર હજાર રૂપિયા પૂજ્ય મહારાજશ્રીના ઉપદેશ અનુસાર વાપરવાની ભાવના પ્રદર્શિત કરી હતી. તેઓએ એ રકમ વિદ્યાલયના આગમ–પ્રકાશનના કાર્યમાં—નંદિસૂત્ર અને અનુગદ્વારસૂત્રના પહેલા ગ્રંથ માટે–આપી દેવાનું સૂચવીને વિદ્યાલય પ્રત્યેની લાગણી દર્શાવી હતી. આ રીતે આ સમારંભ જાણે વિદ્યાલય સમારંભ જ હોય એવી લાગણી સહુએ અનુભવી હતી.
વિદ્યાલયના પ્રેરક વિદ્યાલયમાં સંસ્થાના પ્રેરક આચાર્યપ્રવર પૂજ્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું જ્યારે જ્યારે મુંબઈમાં આગમન થતું ત્યારે ત્યારે વિદ્યાલયને માટે એ એક પ્રેરક પ્રસંગ બની રહેતે હતો; તેમાંય છેલ્લાં વર્ષો દરમ્યાન તેઓશ્રીની વિદ્યાલયમાં સ્થિરતા એ તે વિદ્યાલયને માટે ધન્ય અવસર હતું એટલે એ અંગે પણ અહીં નોંધ લેવી ઉચિત છે.
મુંબઈના આગેવાની આગ્રહભરી વિનંતીથી વિ. સં. ૧૯૬લ્માં તેઓશ્રી પટેલવહેલા મુંબઈ પધાર્યા અને તે સાલનું તેમ જ પછીની સાલનું ચતુર્માસ મુંબઈમાં બિરાજ્યા એના લીધે તે વિદ્યાલય અસ્તિત્વમાં આવી શક્યું હતું. વિ. સં. ૧૯૭૩માં પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા તેઓશ્રી પિતાના શિષ્યસમુદાય સાથે મુંબઈ ફરી વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org