Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૦
વિદ્યાલયની વિકાસકથા
સમસ્યાનો આપે આપ ઉકેલ આવી જશે. સાધુ મુનિરાજો ! આપ મહાન તીર્થંકરા અને પૂર્વાચા*ના વારસદાર છે. તે યાદ કરશેા. તેઓએ જે નિષ્ઠાથી જ્ઞાનોપાસના કરી હતી, લેાકજીવનમાં જ્ઞાનનો પ્રચાર કર્યાં હતા તે જ નિષ્ઠાથી આપ પણ જ્ઞાનોપાસના કરો. એનાં ફળેા હમેશાં મધુરાં જ આવશે.’ આ પ્રસંગે વિદ્યાલયના મંત્રીશ્રીએ પણ કેળવણીનું મહત્ત્વ સમજાવતું નિવેદન કર્યું. હતું. શહેરના તથા બહારગામના આગેવાને એ મેટી સંખ્યામાં હાજર રહી આ સમારંભનું ગૌરવ વધાર્યું હતું.
અમદાવાદ શાખાનું ઉદ્ઘાટન—શેઠ શ્રી ભેાળાભાઈ જેશિ’ગભાઈ એ અમદાવાદમાં વિદ્યાલયની શાખા શરૂ કરવા માટે એક લાખ રૂપિયાની સખાવત આપી. તે મુજબ તેમના નિળ નિવાસ’ નામે બંગલામાં “શેઠ શ્રી ભેાળાભાઈ જેસિંગભાઈ દલાલ વિદ્યાર્થીગૃહ ” માં વિદ્યાલયની અમદાવાદ શાખાની શરૂઆત વિ. સં. ૨૦૦૨ના જેઠ સુદ ૧૦ને રવિવાર, તા. ૯-૬-૧૯૪૬ના રોજ, આપણી પ્રાચીન પદ્ધતિ પ્રમાણે, પૂજા ભણાવીને, કરવામાં આવી. ત્યાર બાદ આ શાખાના ઉદ્ઘાટનના તથા શ્રી ભેાળાભાઈ શેઠના અસ્ટના અનાવરણના વિધિ તા. ૨૯-૧૨-૪૬ના રોજ અમદાવાદમાં ભારતના રાષ્ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હાથે કરાવવામાં આવ્યા. આની વિગતા છઠ્ઠા પ્રકરણમાં (પૃ. ૭૨) આપવામાં આવી છે, તેથી એની અહીં પુનરુક્તિ કરવાની જરૂર નથી.
આગમ-પ્રકાશન-યાજનાના પ્રારંભ—આ યાજનાની અને એની શુભ શરૂઆત કરવાના નાના સરખા સમાર’ભની કેટલીક વિગતા ૧૦મા પ્રકરણમાં (પૃ. ૧૨૩) આપવામાં આવી છે. અમદાવાદમાં લુણસાવાડાના ઉપાશ્રયમાં તા. ૬-૧૧-૬૦ના રોજ ઊજવાયેલ આ સમાર’ભ અંગે વિશેષમાં ૪૬મા રિપેટ (પૃ. ૧૬-૧૭)માં જણાવવામાં આવ્યું છે કે—
“ આ સમારંભ માટે વિદ્યાલયના બન્ને માનદમંત્રી શ્રી ચંદુલાલ સારાભાઈ માદી તેમ જ શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ, કોષાધ્યક્ષ શ્રી. પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા, વ્યવસ્થાપક સમિતિના સભ્ય શ્રી. સેવંતીલાલ ચીમનલાલ શાહ અને મહામાત્ર શ્રી. કાંતિલાલ ડા. કેારા ખાસ મુંબઈથી
અમદાવાદ ગયા હતા.
“ આ મંગળ પ્રસંગે અનેક જૈન-જૈનેતર વિદ્વાનો—પંડિત શ્રી સુખલાલજી, પુરાતત્ત્વાચા શ્રી જિનવિજયજી, ૫. શ્રી દલસુખભાઈ માલવણિયા, પ્રેા. ડૅા. વિ. એમ. કુળકી, પ્રા. વિ. એસ. શાહ, ડૅ. પ્રોાધ પડિત, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, શ્રી. કેશવરામ શાસ્ત્રી, શ્રી. ચુનીલાલ વમાન શાહ, શ્રી. જયભિખ્ખુ, શ્રી. મનુભાઈ જોધાણી વગેરે, તેમ જ આગેવાનો શ્રી. કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી. જગાભાઈ ભોગીલાલ નાણાવટી, શ્રી. રતિલાલ નાથાલાલ, શ્રી. જેશિંગભાઈ ઉગરચંદ, શ્રી. ચંદુલાલ ભીખાભાઈ સતિયા, શ્રી. સારાભાઈ ડાહ્યાભાઈ વગેરે અને શ્રી. ઇન્દુમતીબહેન ચીમનલાલ શેઠ, શ્રી. ગંગાબહેન ઝવેરી, શ્રી. હીરાબહેન પાઠક વગેરે બહેનો સારી સ ંખ્યામાં હાજર રહ્યાં હતાં. • પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના મંગળાચરણુ બાદ સંસ્થા તરફથી શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહે આવકાર આપતુ પ્રાસ'ગિક નિવેદન કર્યું હતુ, અને ત્યાર બાદ પડિત શ્રી સુખલાલજી, પુરાતત્ત્વાચા શ્રી જિનવિજયજી તેમ જ પ'. શ્રી. દલસુખભાઈ માલવિયાએ અને અંતમાં પૂજ્યપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ કા તેમ જ વિદ્યાલયે હાથ ધરેલ યેાજનાનું મહત્ત્વ સમજાવતાં તેમ જ જૈન આગમો, એની મહત્તા, એના સંપાદનની પદ્ધતિ તેમ જ આવી સંપાદિત આવૃત્તિઓની ઉપયોગિતાની વિગતવાર સમજૂતી આપતાં પ્રવચનો કર્યાં હતાં, અને આવું
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org