Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧ : ખાસ સમારંભો અને ઘટનાઓ
૧૨૭ મકાન તૈયાર કરવામાં ચાર લાખ કરતાં પણ વધારેની રકમનું (રૂ. ૪,૨૧,૦૭૫–૦૦ જેટલું) ખર્ચ કરવાની શક્તિ અને હિંમત આવવી એ ઘટના પિતે જ સંસ્થા અને સમાજ વચ્ચે કેવી આત્મીયતાની ભાવના સ્થપાઈ હતી એનું આનંદજનક અને પ્રેરક દર્શન કરાવે એવી છે. તેથી સંસ્થાનું મકાન તૈયાર થતાં એનું ભવ્ય ઉદ્ઘાટન કરાવવાની ભાવના સંસ્થાના મેવડીઓને થાય એ સ્વાભાવિક છે. વિ. સં. ૧૯૮૧ના શ્રાવણ સુદ ૬ ને સોમવાર, તારીખ ૨૭–૭–૧૯૨૫ના રોજ, મકાનનું પ્રાચીન પદ્ધતિ પ્રમાણે વાસ્તુ કરવામાં આવ્યું. આ મંગલ પ્રસંગે પૂજ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજી તથા પૂજ્ય પંન્યાસ શ્રી લાભવિજયજી આદિએ પધારી પ્રસંગને ધાર્મિક ગૌરવ આપ્યું હતું. શેઠ દેવકરણ મૂળજીનાં સુપુત્રી કુમારી શાંતાબહેનના હાથે કુંભસ્થાપન કરાવીને પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી. આ પછી થેડા જ વખતે, વિ. સં. ૧૯૮૧ના આ વદિ ૮, સેમવાર, તારીખ ૩–૧૦–૧૯૨૫ના રોજ, મકાનના ઉદ્ઘાટનને જાહેર સમારંભ ભાવનગર રાજ્યના લોકપ્રિય દીવાન સર પ્રકાશંકર પટણીના પ્રમુખપદે ઊજવવામાં આવ્યા. આ પ્રસંગે પ્રમુખશ્રીએ, પિતાની ખુશાલીરૂપે, ભાવનગર રાજ્ય તરફથી, ૧૦ વર્ષ માટે, વાર્ષિક રૂ. ૨૫૦ વિદ્યાલયને આપવાની જાહેરાત કરીને આ સમારંભને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. આ પ્રસંગ વિદ્યાલયના ઇતિહાસમાં એક વલંત સીમાચિહનરૂપ બની રહે એ હતે. મકાનની સાથે સાથે વિદ્યાલયના પાયા પણ સમાજમાં દઢમૂળ થતા જતા હતા
શ્રી. વાડીલાલ સારાભાઈની સખાવત–વિદ્યાલયના મકાનનું ઉદ્ઘાટન થયા પછી થોડા વખતમાં જ અમદાવાદનિવાસી જાણીતા ધર્મપ્રેમી શ્રેષ્ઠી શ્રી વાડીલાલ સારાભાઈએ વિદ્યાલયને એક લાખની સખાવત આપવાને ઉદાર નિર્ણય કર્યો. એ ઉપરથી વિદ્યાલયના મકાનને “શેઠ વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ” એવું નામ આપવાનું વિદ્યાલયના સંચાલકોએ નકકી કર્યું. અને એની જાહેરાતને સમારંભ પણ વિ. સં. ૧૯૮રના ચૈત્ર વદિ ૧૨, શુક્રવાર, તા. ૯-૪-૧૯૨૬ના રોજ સર પ્રભાશંકર દલપતરામ પટણના પ્રમુખપદે ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. આ પ્રસંગે પિતાની લાગણી વ્યક્ત કરતાં પ્રમુખશ્રીએ કહ્યું કે –
આવા ધર્મના કામમાં તેમણે આવી મોટી સખાવત કરી છે એ માટે તેમને ધન્યવાદ ઘટે છે. સખાવત ઔદાર્ય કરતી વખતે એમને ખુશાલી ઊપજી હશે અને આપણે ઉપકાર માની તેની કદર કરીએ છીએ. એમણે તમારા ઉપર ઉપકાર કર્યો છે અને તે ગ્રહણ કરીને તેમનું ઔદાર્ય બતાવવાને જે પ્રસંગ મળે છે તેથી તેમને ખરેખરી ખુશાલી ઊપજશે. આ વિદ્યાલય એક વિરાટ સ્વરૂપ જેવું છે અને તેને મદદ કરનારાઓને ખરેખર ધન્યવાદ ઘટે છે.” ( રિપોર્ટ ૧૧, પૃ. ૭૯)
* આ પ્રસંગે પ્રમુખશ્રીના હાથે વિદ્યાર્થીઓ ઉપરાંત મિસ્ત્રી, સુતાર, કડિયા વગેરેના કામની કદરદાની રૂપે એમને પણ પારિતોષિક અપાયાં હતાં. આની સાથે સાથે આ કામની નિઃસ્વાર્થભાવે અને પૂરી ચીવટથી દેખરેખ રાખવા બદલ શ્રી વાડીલાલ નભુભાઈનું રૂા. ૫૦૦) આપીને બહુમાન કરવામાં આવ્યું. એ સેવાભાવી મહાનુભાવે એ રકમમાં પિતા તરફથી રૂ. ૨૫) ઉમેરીને રૂ. ૫ર ૫) મકાન ફંડમાં અર્પણ કરી દીધા. આ પ્રસંગ જેમ શ્રી વાડીભાઈની નિઃસ્વાર્થ સેવાભાવનાની તેમ સમાજની વિદ્યાલય પ્રત્યેની મમતાની પ્રશસ્તિરૂપ બની રહે એ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org