Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
: ધાર્મિક શિક્ષણ
ઉપરથી જાણી શકાય છે. તેઓ કહે છે :
પૉંડિત શ્રી વ્રજલાલજી જેએને હું નામથી ઓળખતેા હતેા તેમને પણ મળવાના લાભ મળ્યા. વિદ્યાર્થી એ માટેની બીજી ખેાડી ગેા કરતાં આ વિદ્યાલયમાં—વિદ્યાલય કાઢવાના હેતુ—ધાર્મિક અભ્યાસ તરફ સારું ધ્યાન આપવામાં આવે છે,”
"(
વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા ત્યાગી ધર્મગુરુએ આપી હતી, એની આર્થિક સહાય આપનારાએ પણ વિદ્યાપ્રેમી અને ધર્માનુરાગી મહાનુભાવ હતા, અને વિદ્યાથી એમાં ધર્મ સંસ્કારોનું સિંચન થાય એ વિદ્યાલયના હેતુને પાર પાડવા માટે વિદ્યાલયના ધર્મપ્રેમી સંચાલકા હમેશાં ધ્યાન આપતા રહેતા હતા. તેમાંય વિદ્યાલયના પ્રાણસમા વિદ્યાલયના આજીવન માનદ મંત્રી શ્રીયુત મેાતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાની શાસ્ત્રાભ્યાસની રુચિ અને ધાર્મિકવૃત્તિ ખૂબ જાણીતી હતી, એટલે વિદ્યાથી એ જૈન દનનાં મૂળતત્ત્વાના જાણકાર અને જૈન ધર્મના નિયમોનું પાલન કરવામાં રુચિ ધરાવનાર અને અને એમનું જીવન ધાર્મિકતા અને સંસ્કારિતાથી સુરભિત અને એ માટે વિશેષ ચીવટ રાખવામાં આવે એ સ્વાભાવિક હતુ'. એટલે જ છેક વિદ્યાલયની શરૂઆતથી લઈ ને તે અત્યાર સુધી આ બાબતને ઘણી મહત્ત્વની ગણીને એ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
૧૦૩
ધાર્મિક અભ્યાસ અંગે પહેલા વર્ષના રિપેામાં જે કહેવામાં આવ્યુ છે તે ઉપર રજૂ કરવામાં આવ્યું છે. એની સાથે ૫૦મા વર્ષોંના રિપોર્ટમાં આ અંગે જે નોંધ કરવામાં આવી છે તે જોવાથી એ વાતની પ્રતીતિ થયા વગર નહી રહે કે સ’સ્થાની સ્થાપનાથી લઈને તે છેક અત્યાર સુધી ધાર્મિક અભ્યાસ અને ધર્મીના સસ્કારની ખાખતમાં કેવું સાતત્ય જળવાઈ રહ્યું છે. ૫૦મા રિપોર્ટ (પૃ. ૧૫)માં કહેવામાં આવ્યું છે કે—
“ સંસ્થામાં રહી ધાર્મિક અભ્યાસ કરીતે તેમ જ જિનપૂજા, રાત્રિભોજનનિષેધ વગેરે મૂળભૂત નિયમોના પાલન દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારિતા, ધર્મ પ્રત્યેની અભિરુચિ અને શિસ્તપાલનની તત્પરતા નજરે પડે છે. નૈતિક જીવનના ધડતરમાં સંસ્થાએ સિ ંચેલ ધર્મભાવનાનું મૂલ્ય કાંઈ જેવું તેવું નથી. કેળવણીનું એક પાસુ છે વ્યાવહારિક કેળવણી, એની સાથે બીજા પાસાંઓની ઉપેક્ષા ન થઈ શકે. એ રીતે ધાર્મિક કેળવણી પણુ આવશ્યક છે. કેળવણીકારા અને તત્ત્વચિંતકો પણ હવે આ દિશામાં વિચારતા થયા છે. આ રીતે ધાર્મિક કેળવણીની મહત્તા સમજી સંસ્થામાં ધાર્મિક અભ્યાસ ક્રરજિયાત રાખવામાં આવ્યા છે. તદનુસાર ધાર્મિક સમિતિએ નક્કી કર્યા મુજબ ધાર્મિક અભ્યાસ કરવામાં આવે છે.”
:
વિદ્યાલયના ખીજા વર્ષના રિપોર્ટ જોયા પછી મુંબઈના સુપ્રસિદ્ધ ગુજરાતી દૈનિક પત્ર ‘ મુંબઈ સમાચાર ’ના તા. ૧૯-૭-૧૯૧૭ના અકમાં શ્રી ‘જૈને ’ વિદ્યાલયની કા વાહીની પ્રશ’સાત્મક સુવિસ્તૃત નોંધ લીધી છે તેમાં ધાર્મિક શિક્ષણ અંગેની વિદ્યાલયની વિશેષતાને બિરદાવતાં એ પત્રે લખ્યું છે કે —
એ વર્ષોં થયાં મુંબઈમાં સ્થાપન કરવામાં આવેલુ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પેાતાના શરૂઆતના તબક્કામાં પણ ઘણું સારું કામ બજાવી ચૂક્યું છે એમ તેના હમણાં જ બહાર પડેલા દ્વિતીય વાર્ષિક અહેવાલ ઉપરથી જોવાને બની આવે છે. ઊંચા પ્રકારની કેળવણીને ઉત્તેજન આપવા માટે સ્થાપવામાં આવેલી તે સંસ્થાએ કૉલેજની કેળવણી લેનારા વિદ્યાર્થી એને ઊંચા પ્રકારનું ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org