Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૨
વિદ્યાલયની વિકાસકથા વિદ્યાર્થીઓમાં ધર્મના સંસ્કાર પડે અને તેઓ નિયમિતપણે ધાર્મિક અભ્યાસ કરી શકે એ માટે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ મુંબઈમાં તેમ જ બધી શાખાઓમાં દેરાસરની અને ધાર્મિક શિક્ષકની જોગવાઈ રાખવામાં આવે છે.
વિદ્યાલયની શરૂઆત ભાયખલામાં મકાન ભાડે રાખી કરવામાં આવી ત્યારે ત્યાં તે સુપ્રસિદ્ધ જૈન મહાજન અને શાહ સોદાગર શ્રી મેલીશા શેઠે બંધાવેલું ઐતિહાસિક જિનમંદિર હતું જ. પણ વિદ્યાથીઓની વિશેષ સગવડ માટે જ્યારે સંસ્થાને લેમિંટન રેડ ઉપર વાંડેકર બિલ્ડિંગમાં ફેરવવામાં આવી ત્યારે ત્યાં કે નજીકમાં દેરાસર ન હતું એટલે ત્યાં ઘરદેરાસરની સ્થાપના કરવામાં આવી હતી. આ માટે પ્રતિમાજી મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજીએ સુરતમાંથી મોકલાવ્યાં હતાં; એને ગૃહપ્રવેશ વિ. સં. ૧૯૭૨ના કારતક સુદિ ૬ના રોજ મુનિ મહારાજ શ્રી લલિતવિજયજીના સાંનિધ્યમાં કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં ધાર્મિક શિક્ષણ માટે આગ્રાવાળા બાબુ દયાલચંદજીની સાથે પત્રવ્યવહાર કરીને પંડિત શ્રી વ્રજલાલજીને રોકવામાં આવ્યા. તેઓ છયે દર્શનના અને ન્યાયશાસ્ત્રના જાણકાર હતા અને સેવાભાવથી, જરૂર પૂરતું ખર્ચ લઈને, આ કાર્યમાં જોડાયા હતા. પાઠયપુસ્તક તરીકે શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્ર રાખવામાં આવ્યું હતું. પંડિત શ્રી વ્રજલાલજીની કામગીરી અંગે પહેલા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૪)માં નેધ કરવામાં આવી છે કે
તેઓએ જે ઉચ્ચ આશય બતાવ્યો તેનું પરિણામ ઘણું સુંદર આવ્યું છે. સંસ્થાના વિદ્યાર્થીમાં જે ચારિત્રની વિશિષ્ટતા કે વિગુણ જણાય છે તે આ આદર્શ આત્મભોગીને આભારી છે. આવી સારી ગોઠવણ થતાં વિદ્યાલયમાં અભ્યાસ કરાવવા માટે શ્રી ઉમાસ્વાતિ વાચકનો તત્વાર્થાધિગમ નામનો ગ્રંથ ચલાવવાનો ઠરાવ કમિટીએ કર્યો. પ્રથમ વર્ષમાં પંડિતજીએ એ ગ્રંથના પ્રથમના બે અધ્યાય શીખવ્યા, પરંતુ સાથે પ્રકીર્ણ એટલી બધી બાબતો વિદ્યાથીના મન ઉપર ઠસાવી છે કે તેના અનુભવ એકાદ કલાક આ ધાર્મિક કલાસ કેવી રીતે ચાલે છે તે જોયાથી જ સમજાય તેવું છે. આપણે મગરૂરી કર્યા વગર કહી શકીએ છીએ કે ધાર્મિક અભ્યાસને અખતર અહીં ફોહમંદ થયો છે અને તેનો આધાર, તેનું જીવન પંડિત વ્રજલાલજી જ છે. અભ્યાસ જુલાઈથી જ શરૂ થાય છે, વચ્ચે એક માસની રજા આવે છે, છતાં ડિસેમ્બર માસમાં મી. કેશવલાલ પ્રેમચંદ મોદી, બી.એ., એલએલ.બી.એ ધાર્મિક પરીક્ષા લઈ સંતોષ જાહેર કર્યો છે.”
વિદ્યાલયની શરૂઆત થયા પછી બે મહિને જ (તા. ૧૪-૮-૧૯૧૫ના રેજ) વિદ્યાલયની મુલાકાતે આવનાર શ્રીયુત મેહનલાલ નાગજીભાઈ ચીનાઈના મન ઉપર વિદ્યાલયમાં અપાતા ધાર્મિક શિક્ષણ અંગે કેવી સારી છાપ પડી હતી તે એમના નીચેના ઉદ્દગારો બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા. એમને સંસ્કૃતમાં સૌથી વધુ માર્કસ મેળવવા બદલ “શ્રી મોતીલાલ લલ્લુભાઈ વ્યાકરણ પ્રાઈઝ મળ્યું છે. પછીથી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં રહી એમણે “ Aklanku's Criticism of Dharmakirti's Philosophy : A Study” નામે મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે અને અત્યારે તેઓ પં. શ્રી દલસુખભાઈ માલવણિયા સાથે એ સંસ્થાના ડેપ્યુટી ડાયરેકટર પદે કામ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org