Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮ : સાહિત્યપ્રકાશન
૧૨૩ લખાણ છે : શ્રી આનંદઘનજીકૃત વીશી–અર્થ અને વિવેચન; શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત પ્રથમરતિ–અર્થ અને વિવેચન, કર્મતત્વનું વિવરણ કરતું લખાણ. આ ગ્રંથ કમે ક્રમે પ્રગટ કરવામાં આવનાર છે.
આગમ-પ્રકાશન-પેજના આઠેક વર્ષ પહેલાં, સને ૧૯૬૦માં, વિદ્યાલયના માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ પિતાના કામે વિલાયત ગયા હતા. તે વખતે લંડન યુનિવર્સિટીમાં બૌદ્ધ ધર્મનું અધ્યાપન કરાવતા ડે. શ્રી પદ્મનાભ જેનીને તેને મળવાનું થતાં શ્રી પદ્મનાભજીએ મૂળ જૈન આગમોની સંશોધિત-સંપાદિત (Critical) આવૃત્તિઓ પ્રગટ કરવામાં આવે તે પરદેશમાં જૈન વિદ્યાના અધ્યયન-અધ્યાપનને વેગ મળે એમ સૂચવ્યું. શ્રી ચંદુભાઈ જૈન સંસ્કૃતિ અને સાહિત્યના અધ્યયનને વેગ મળે એ માટે ઘણી ધગશ ધરાવે છે, અને એ માટે જે કંઈ કરવું જરૂરી હોય તે દિશામાં પણ પ્રયત્નશીલ રહે છે. શ્રી પદ્મનાભજીની વાત એમના મનમાં વસી ગઈ અને વિલાયતથી પાછા ફરીને તરત જ એમણે એ તરફ ધ્યાન આપ્યું. આ સંબંધમાં વિદ્યાલયના પિસ્તાલીસમાં રિપોર્ટ (પૃ. ૧૮)માં જણાવવામાં આવ્યું છે કે –
આગમોનું પ્રકાશન છેલ્લાં પચાસેક વર્ષમાં ઠીક પ્રમાણમાં થવા છતાં બધાય મૂળ આગમ પ્રગટ કરવાનું કામ તો બાકી જ છે; અને છેલ્લાં કેટલાંક વર્ષથી આની માંગણી થયા કરતી હતી. આ માટે એક વ્યવસ્થિત યેજના કરવા માટે અમદાવાદમાં બીરાજતા પૂજ્ય આગમપ્રભાકર મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા સાથે વિગતવાર ચર્ચા-વિચારણા અને વાતચીત કરવામાં આવી. આ ઉપરથી તેઓશ્રીએ એક ચેજના તૈયાર કરી. આ યોજના ઉપર વિચાર કરી આશરે નવથી દસ વર્ષમાં ત્રણથી ચાર લાખ રૂપિયાના ખર્ચે પૂરી કરી શકાય એવી એક યોજના વ્યવસ્થાપક સમિતિએ નવીન વર્ષમાં હાથ ધરી છે, અને તે માટે એક વિશિષ્ટ સમિતિની નિમણૂક કરી છે. આવા મોટા કાર્યના પ્રકાશનના સંપાદનની જવાબદારી પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા જેવા આગમના અભ્યાસીઓએ સ્વીકારી છે.”
આ પછી આ “જૈન આગમ ગ્રંથમાળા”ની બધી વિગતે નક્કી કરવામાં આવી. એ યોજના મુજબ પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા એના મુખ્ય સંપાદક રહેશે; ગ્રંથની સાઈઝ રોયલ (“૨૦૪૨૭”) આઠ પેજી રહેશે, અને કુલ ૧૭ ગ્રંથમાં ૪૫ મૂળ આગને પ્રગટ કરવામાં આવશે–એમ નક્કી કરવામાં આવ્યું. તા. ૧૮-૮-૧૯૬૦ના રોજ વ્યવસ્થાપક સમિતિએ આ યોજનાને બહાલી આપીને એને માટે નીચે મુજબ આગમ-પ્રકાશન-સમિતિની નિમણુક કરી :–
(૧) શ્રી પ્રસન્નમુખ સુરચંદ બદામી (૨) શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા (૩) ડો. જયંતીલાલ સુરચંદ બદામી (૪) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (માનદ મંત્રી) (૫) શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી (માનદ મંત્રી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org