Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
: સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૧૧૫ અને રાષ્ટ્રભક્તિની ભાવના કેવી ઉત્કટ હતી અને એમનાં અંતર નવીનવી પ્રવૃત્તિને આવકારવા કેવા થનગની રહ્યાં હતાં એનું પ્રોત્સાહક ચિત્ર જોવા મળે છે.
આને એક જવલંત દાખલ જોઈએઃ સને ૧૯૨૭માં ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે ભારે કારમું રેલસંકટ આવી પડ્યું. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની હાકલથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈ ઉપરાંત આખા દેશમાંથી રાહતફંડ એકત્ર થવા લાગ્યું. માનવરાહતના આવા રાષ્ટ્રીય કાર્ય માટે વિદ્યાલયના વિદ્યાથીઓ પાછળ રહે એ ન બનવા જોગ હતું. એમણે આ કામમાં પોતાની રીતે સાથ આપ્યો : તા. ૧૯-૮-ર૭ ના રોજ જાણીતા સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદે “ભારત સંધ્યા” નામે નાટક ભજવીને આ ફંડમાં, ૩,૮૫૦ રૂપિયા મેકલી આપ્યા હતા. રિપોર્ટ ૧૨, પૃ. ૨૩).
અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે વિદ્યાલયના સંચાલકે એ વિદ્યાથીઓમાં ધાર્મિક અને સામાજિક ભાવના સાથે રાષ્ટ્રીય ભાવનાને સુમેળ સધાય એનું હમેશાં ધ્યાન રાખ્યું છે. વિદ્યાલયના એક વિદ્યાથી શ્રી રમણીકલાલ મગનલાલ મેદી (શ્રી સારાભાઈ મગનભાઈ મોદીના ભાઈ) બી.એ. થઈને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા એની વિદ્યાલયે ગૌરવપૂર્વક નેંધી લીધી. છઠ્ઠા વર્ષમાં વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ જે વિદ્યાથીઓ ચાલુ (સરકારી કે સરકારમાન્ય) કૉલેજ છોડી મુંબઈમાં રાષ્ટ્રીય કૉલેજમાં જોડાવા ઈચ્છતા હોય તેમને તેમ કરવાની છૂટ આપી હતી. અને ૧૫મા વર્ષમાં (તા. ૧૩-૭-૧૯૩૦ના રોજ રિપોર્ટ ૧૫, પૃ. ૧૦૫), જ્યારે મીઠાને સત્યાગ્રહ આખા દેશમાં પુરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે, નીચે મુજબ ઠરાવ કર્યો હત–
રાજદ્વારી વાતાવરણને અંગે કોઈ વિદ્યાથી તેમાં ભાગ લેવા જવા માંગે તો એની અરજી આવતાં તેના વાલીને ખબર આપવી અને જાહેરાત કરવી કે જેને રજા આપવામાં આવશે તે આવતે વર્ષે વિદ્યાલયમાં આવે ત્યારે તેને તે જ શરતે પાછા દાખલ કરવામાં આવશે.”
આ વિદ્યાર્થીમંડળમાંથી સંસ્થાનાં જુદાં જુદાં કામે સંભાળવા માટે વિદ્યાર્થીઓની મંત્રી તરીકે વરણી કરવામાં આવતી; અને એ રીતે વિદ્યાર્થીઓને સંસ્થાનાં અમુક કામોની જવાબદારી સંભાળવાની તાલિમ મળવાની સાથે એ નિમિત્તે સંસ્થાની કાર્યવાહી સાથે ઓતપ્રોત થવાને અવસર પણ મળતો. આ મંડળ તરફથી શરૂઆતમાં હસ્તલિખિત કે ટાઈપ કરેલ રૂપમાં અને પાછળથી મુદ્રિત રૂપમાં “તણખા” (“Sparks'') નામે વાર્ષિક પ્રગટ કરવામાં આવતું હતું. ૧૯માં રિપોર્ટ (પૃ. ૩)માંથી જાણવા મળે છે કે આપણા જાણીતા સામાજિક કાર્યકર ડૉ. ભાઈલાલ એમ. બાવીશી એક વાર આ વાર્ષિકના તંત્રી નિમાયા હતા.
આ વિદ્યાર્થીમંડળની પ્રવૃત્તિનું અવલોકન કરતાં એમ સ્પષ્ટ લાગે છે કે ૩૦-૩૫ વર્ષ સુધી તે આ મંડળની કાર્યવાહી વિદ્યાથીઓમાં રહેલા તરવરાટ અને ઉત્સાહનું દર્શન કરાવે એવી તેમ જ વિદ્યાર્થીઓમાં ચેતના જગાવે એવી વિદ્યુતવેગી (Dynamic) હતી. આ મંડળે વિદ્યાર્થીઓના સંસ્કારઘડતરમાં સેંધપાત્ર ફાળો આપવાની સાથે વિદ્યાલયના ગૌરવને વધારવામાં પણ ઘણે ફાળે આપે છે. આ મંડળે જેલ વ્યાખ્યાન, અને હાથ ધરેલ વિવિધ પ્રકારની કાર્યવાહીની વિગતો અહીં આપવાનું મન થઈ આવે એવું છે. એમાં એ સમયના વિદ્યાથીઓની પરિશ્રમશીલતા, જિજ્ઞાસા અને ઉત્સાહનું સુરેખ, આહૂલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org