Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૪
વિદ્યાલયની વિકાસકથા રાખ્યાનું પણ જાણવા મળે છે. એ દ્વારા વકતૃત્વસભાઓ અને વિદ્વાને, વિચાર અને કાર્યકરોનાં વ્યાખ્યાને જવા ઉપરાંત સ્કાઉટ જેવી ઉપયેગી પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવતી હતી.
આ વિદ્યાથીમંડળને કામ કરવાની કેટલી બધી મોકળાશ અને કેટલે બધે સાથ વિદ્યાલયના શાણા સંચાલકો તરફથી આપવામાં આવ્યાં હતાં તે એટલા ઉપરથી પણ જાણી શકાય છે કે આ વિદ્યાર્થીમંડળના પ્રમુખ તરીકે પ્ર વાડિયા, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી એમ. સી. ચાગલા, પ્રે હરસિદ્ધભાઈ દિવેટિયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા, શ્રીમતી વાયોલેટ જેકીમ આવા, શ્રી. મીનુ આર. મસાણી જેવી નામાંકિત જાહેર વ્યક્તિઓની વરણી કરવામાં આવતી હતી. વિદ્યાલયના માનદમંત્રી શ્રી મતીચંદભાઈ કાપડિયા, વર્ષો સુધી આ મંડળનું ઉપપ્રમુખપદ સંભાળીને, એને હેત અને મમતાપૂર્વક દોરવણ આપતા રહ્યા હતા. વિદ્યાલયના વિદ્યાર્થીઓને સર્વાગીણુ વિકાસ થાય અને અભ્યાસકાળ પછીની સુદીર્ઘ કારકિર્દીમાં એ કોઈ પણ બાબતમાં પાછા ન પડે પણ સર્વત્ર પિતાની કાબેલિયત અને સંસ્કારિતાની છાપ પાડે એવી એમની તીવ્ર ઝંખના રહેતી. એમ કહેવું જોઈએ કે આ વિદ્યાથી મંડળને આવી રાષ્ટ્રીય વ્યક્તિઓની દોરવણીને લાભ મળે તે મોટે ભાગે શ્રી મોતીચંદભાઈની વ્યાપક દષ્ટિ તેમ જ મુંબઈના જાહેર જીવન સાથે તેમ જ રાષ્ટ્રીયભાવના સાથે એમણે કેળવેલી એકરૂપતા અને મેળવેલ પ્રતિષ્ઠાને કારણે જ. વિદ્યાલયના છવ્વીસમા વર્ષમાં આ મંડળને વાર્ષિક ઉત્સવ ડો. જીવરાજ મહેતાના પ્રમુખપદે ઊજવાયો હતો, એ બીના પણ ઉપરની વાતની સાક્ષી પૂરે છે.
વિદ્યાલયની સ્થાપના પછી ચાર-પાંચ વર્ષ પછીનો સમય એ મહાત્મા ગાંધીજીના પ્રભાવ વિસ્તારને અને આખી પ્રજાના માનસ પર જામતી એમની અભુત આગેવાનીનો સમય હતે. તેમાંય વિદ્યાથીઆલમના હૃદય ઉપર તો એણે જાણે કામણ જ કર્યું હતું. ભારતના અને ખાસ કરીને રાષ્ટ્રીય લડતના હાર્દ સમું મુંબઈ શહેર, રાષ્ટ્રીય અને સામાજિક દષ્ટિબિંદુને આવકારતી વિદ્યાલયની ઉદાર દષ્ટિ અને શ્રી મોતીચંદભાઈ જેવા આગેવાનની હુંફ : આ બધાંની આવકારદાયક અસર વિદ્યાલયના વિદ્યાથીઓના માનસ ઘડતર ઉપર પડે એ સ્વાભાવિક છે. આ વર્ષોના વિદ્યાલયના રિપોર્ટમાંની વિદ્યાર્થીમંડળની કાર્યવાહીને અહેવાલ જોતાં એ સમયમાં વિદ્યાથીઓમાં કે તરવરાટ દેખાતું હતું અને સમાજસેવા - ૧. વિદ્યાલયના ૧૬ મા રિપોર્ટ (પૃ. ૫૯)માં કસ્તુરભાઈ શેઠે વિદ્યાર્થીમંડળમાં પ્રાસ્તાવિક ભાષણ (Inaugural Address) આપવાનું નોંધ્યું છે. અને એ જ રિપોર્ટમાં અન્યત્ર (પૃ. ૫૬) એ ભાષણનો સાર નોંધતાં કહ્યું છે કે—“ વરસને પ્રારંભ સફળ યુદ્ધની (૧૯૩૦ ને મીઠા સત્યાગ્રહના અહિંસક યુદ્ધની) નોબતોથી જ થઈ ચૂક્યો હતો. આખાયે દેશમાં લડાઈનાં જ રણશીંગ વાગતાં હતાં. એ સમયે અહિં વિદ્યાર્થીઓનું પણ વર્ષ શરૂ થયું. અમારા પ્રત્યેકના માનસમાં ખૂણે ચરે યુદ્ધના ભણકારા તો ક્યારનાયે વાગી રહેલા હતા. તેવામાં અમારા ચાલુ વર્ષના પ્રમુખ શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈએ અમને એમની ભાવભીની ભાવી યુદ્ધની ચમકારા દેતી છતાં મીઠી અને અનુપમ વાણીમાં અમારા વર્ષ કાર્યનું માર્ગ સૂચન કર્યું. તેમાં સ્વદેશી વસ્તુ ઉપર સારું ખ્યાન આપ્યું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org