Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૬
વિદ્યાલયની વિકાસકથા અને પ્રેરક પ્રતિબિંબ નિહાળવા મળે છે. પણ સ્થળમર્યાદાને કારણે અહીં આ વિદ્યાથી. મંડળની પ્રશસ્તિમાં આટલેથી જ સંતોષ માનવો ઉચિત લાગે છે.
આવા તેજસ્વી વિદ્યાર્થીમંડળની કાર્યવાહી છેલ્લાં ૧૨-૧૫ વર્ષ દરમ્યાન ઢીલી પડી ગઈ હોય એમ વિદ્યાલયના પાછલાં વર્ષોના રિપોર્ટો જોતાં લાગે છે. આ વર્ષો દરમ્યાન વિદ્યાર્થીઓ એક કાર્યશીલ અને પ્રગતિગામી પ્રવૃત્તિઓના પુરસ્કર્તા એવું જૂથ મટીને કંઈક પિતાપિતાની ચિંતા કે પ્રવૃત્તિઓમાં અટવાઈ ગયા હોય એમ લાગે છે. પણ આ સ્થિતિ માત્ર વિદ્યાલયના વિદ્યાથીઓની જ છે એવું નથી; સ્વરાજ્યપ્રાપ્તિ બાદ આખા દેશમાં વિદ્યાથીવર્ગમાં શિસ્ત અને કર્તવ્યભાન પ્રત્યેની જે શિથિલતા આવી ગઈ છે તેને જ એક અંશ આને લેખ જોઈએ; પણ આ બાબતની ચર્ચાને અહીં અવકાશ ન હોવાથી એ માટે આટલું સૂચન જ બસ છે. મુખ્ય વાત આ વિદ્યાર્થીમંડળે વિદ્યાથીઓના સાંસ્કૃતિક ઘડતરમાં સેંધપાત્ર ફાળે આપ્યો છે એ જ છે. - વિદ્યાથીઓના શારીરિક વિકાસ માટે જેમ વ્યાયામનાં સાધને રાખવામાં આવે છે તેમ એમને પૌષ્ટિક ખોરાક મળે એ બાબત ઉપર પણ પૂરતું લક્ષ આપવામાં આવે છે. વળી, જેમ એમના બૌદ્ધિક વિકાસ માટે વિદ્યાથી મંડળ દ્વારા તથા બીજી રીતે સંખ્યાબંધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે તેમ એમની તંદુરસ્તીની તપાસ માટે પણ પૂરેપૂરી જોગવાઈ કરવામાં આવે છે. આ માટે મોટે ભાગે વિદ્યાલયમાં રહી દાક્તરીને અભ્યાસ કરનારા વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાથીઓ જ પિતાની સેવાઓ આપે છે. આ કાર્યમાં આ દાક્તર મિત્રો જે મમતા અને નિઃસ્વાર્થતા બતાવે છે તે પણ વિદ્યાલયના વિદ્યાથીઓના સંસ્કારપૂર્ણ ઘડતરની સાક્ષી પૂરે એમ છે.
તેરમા વર્ષથી કેટલાક વખત સુધી કેટલાક વિદ્યાથીએ રેવર સ્કાઉટ જેવી ખૂબ ઉપયેગી પ્રવૃત્તિમાં જોડાયા હતા, અને જ્યારે દેશમાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે અભ્યાસ કરવાને જુવાળ આવ્યો ત્યારે વિદ્યાલયના વિદ્યાથીઓ પણ એમાં પાછળ રહ્યા ન હતા; એમણે પણ એ દિશામાં પ્રયત્ન કર્યો હતો, એમ છવીસમે રિપિટ (પૃ. ૧૯) જોતાં જાણી શકાય છે.
વકતૃત્વકળા અને લેખનકળા જેમ વિદ્યાથીઓના ઘડતર અને વિકાસમાં ઉપયોગી થાય છે, તેમ રમતગમત અને ખુદ વિદ્યાથીઓ પોતે જ જેમાં ભાગ લેતા હોય એવા તંદુરસ્ત મનોરંજન કાર્યક્રમે, નાટયપ્રયોગો કે પ્રહસને પણ વિદ્યાથીઓની કેટલીક પ્રસુપ્ત શક્તિએને જાગ્રત કરવામાં તેમ જ એમનાં મનને પ્રફુલ્લિત કરવામાં ઠીકઠીક ઉપયોગી થઈ પડે છે. વિદ્યાલયના વિદ્યાથીઓ વાર્ષિક મેળાવડા નિમિત્તે આવા કાર્યકમે જતા રહેતા હતા એમ વિદ્યાલયના રિપોર્ટો ઉપરથી જાણવા મળે છે. આવા મેળાવડા વખતે પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવતી નામાંકિત વ્યક્તિએ ઉપરથી પણ વિદ્યાથી ઓના આવા પ્રયાસનું મહત્વ અને ગૌરવ સહેજે ખ્યાલમાં આવ્યા વગર રહેતું નથી. આ પ્રમુખોમાં બેરિસ્ટર શ્રી મકનજીભાઈ જે. મહેતા (નવમું વર્ષ નાટક “રાણા પ્રતાપ'); બેરિસ્ટર શ્રી. એમ. આર. જયકર (૧૧મું વર્ષ નાટક “શાંકિત હૃદય”) સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી (૧૨મું વર્ષ નાટક “ભારતસંધ્યા”); દેશભક્ત શ્રી ભુલાભાઈ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org