Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦: સાહિત્યપ્રકાશન
૧૧૯ આજે અર્ધમાગધી ભાષાના અભ્યાસ માટે તેમ જ અન્ય ભાષાના વિશિષ્ટ સાહિત્ય તરીકે હિંદની કેટલીક યુનિવર્સિટીઓએ જૈન સાહિત્યનાં કેટલાંક પુસ્તક પાઠવ્યપુસ્તક તરીકે જાહેર કરેલાં છે અને એમ છતાં વિદ્યાર્થીઓને બુકસેલરને ત્યાંથી આમાંનાં ઘણું પુસ્તકે મળતાં નથી. આવી જ રીતે શ્રી જૈન વે. મૂ. એજ્યુકેશન બોર્ડ તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ધાર્મિક અભ્યાસક્રમ તથા પરીક્ષા માટે જે પાઠ્યપુસ્તકે નક્કી કરેલાં છે તેમાંનાં પણ કેટલાંક સુલભ નથી. આવાં પુસ્તકોમાંથી જેની બહુ માંગ હોય અને જેનો શિષ્ય જનતાને પણ પુરે ઉપયોગ હોય એવાં પુસ્તક પસંદગીપૂર્વક પ્રગટ કરવાં.”
આને અર્થ એટલે તે ખુશીથી કરી શકાય કે સાહિત્યપ્રકાશનની દિશામાં કામ ભલે ઓછું થઈ શકયું હોય, પણ એ કામ થવાની કેટલી જરૂર છે એ વાત તે વિદ્યાલયના સંચાલકનાં અંતરમાં બરાબર વસી ગઈ હતી. એટલે સાહિત્યપ્રકાશનની ભાવનાના આ બીજનું જ એ ફળ સમજવું જોઈએ કે, વખત જતાં, આગમ-પ્રકાશન જેવી ખૂબ મહત્તવની અને વિદેશમાં પણ આવકાર પામે એવી મહાન યેજના હાથ ધરવાનું સાહસ વિદ્યાલયના સંચાલકે કરી શક્યા. (આની વિગતે આગળ આપવામાં આવી છે.)
વિદ્યાલયનાં પ્રકાશને કાવ્યાનુશાસન–કોલેજ કે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ઉપયોગી થાય એવું વિદ્યાલયનું મહત્ત્વનું પ્રકાશન છે “કાવ્યાનુશાસન. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત આ ગ્રંથ અલંકારશાસ્ત્રને આકર ગ્રંથ છે. એના ઉપર કર્તાએ પિતે જ “અલંકારચૂડામણિ નામે વૃત્તિ અને “વિવેક” નામનું વિવરણ રચ્યું છે. ઉપરાંત એક અજ્ઞાતકર્તાક ટિપ્પણુ પણ મળે છે. એ બધી સામગ્રી સહિત આ ગ્રંથનું સંપાદન અમદાવાદની ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાકયૂલર સાયટી) હસ્તકના શ્રી ભો. જે. અ. નં. વિદ્યાભવનના અધ્યક્ષ અને ગુજરાતના જાણુતા વિદ્વાન શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે બે ભાગમાં કર્યું હતું. આના પહેલા ભાગમાં મૂળ ગ્રંથ, વૃત્તિ, વિવરણ અને ટિ પણ આપવામાં આવેલ છે. બીજા ભાગમાં ગ્રંથ અને ગ્રંથકારની મીમાંસા કરતી તેમ જ ગુજરાતના ખાસ કરીને સાંસ્કૃતિક ઇતિહાસનું સવિસ્તર નિરૂપણ કરતી સંપાદકની વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના તેમ જ ગુજરાત કોલેજના સંસ્કૃતના નિવૃત્ત અધ્યાપક શ્રી રામચંદ્ર બળવંત આઠવલેએ અંગ્રેજીમાં તૈયાર કરેલી ને આપવામાં આવી છે. આનું પુરવચન (Foreword) જાણીતા સાક્ષર ડૉ. શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે લખી છે. આ ગ્રંથના સંપાદનનું કામ શ્રી રસિકભાઈને સોંપવાને નિર્ણય સને ૧૯૨૭-૨૮ માં કરવામાં આવ્યા હતા. તે પછી નવ-દસ વર્ષે ૧૯૩૭–૩૮માં આ ગ્રંથ પ્રકાશિત થયો હતે. ૧૨૦૦ થી પણ વધુ પાનાંના બે ભાગનું મૂલ્ય માત્ર છ જ રૂપિયા રાખવામાં આવ્યું હતું. વિદ્વાને અને વર્તમાનપત્રોએ આ ગ્રંથની મુક્ત મને જે પ્રશંસા કરી હતી, તે ૨૩ મા રિપોર્ટ (પૃ. ૧૩૨) અને ૨૪ મા રિપોર્ટ (પૃ. ૧૭૧)માંથી જાણી શકાય છે.
અલંકારશાસ્ત્રના અભ્યાસ માટે સારો આવકાર પામેલ આ ગ્રંથની પહેલી આવૃત્તિની નકલ ખલાસ થઈ જતાં, મૂળ ગ્રંથવાળી પહેલા ભાગની બીજી આવૃત્તિ સને ૧૯૬૩માં (કિંમત રૂા. ૧૫) પ્રગટ કરવામાં આવી છે. બીજી નવી મળેલી હસ્તપ્રત સાથે આનું પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org