Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૭
૯ઃ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દેસાઈ (૧૩મું વર્ષ); બૅરિસ્ટર શ્રી એમ. સી. ચાગલા (૧૬મું વર્ષ નાટક “ગ્રેજ્યુએટ)* (આની સાથેના સ્નેહસંમેલનનું પ્રમુખપદ શ્રીમતી સરોજિની નાયડુએ શોભાવ્યું હતું); જસ્ટિસ હરિલાલ કણિયા (૧ભું વર્ષ); શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (ઉપમું વર્ષ નાટક “અખો”); ન્યાયમૂ તિ હરસિદ્ધભાઈ દિવેટિયા (વર્ષ ૨૯) વગેરે. વિદ્યાથીઓને આવી નામાંકિત કે અખિલ ભારતીય દરજજો ધરાવતી વ્યક્તિઓને લાભ મળતો રહ્યો તે જેમ વિદ્યાલયની પ્રતિષ્ઠાને તેમ શ્રી. મોતીચંદભાઈની લાગવગ અને પ્રતિષ્ઠાને પણ આભારી છે એમ કહેવું જોઈએ. છેલ્લાં દસબાર વર્ષથી આ પ્રવૃત્તિમાં ઓટ આવી હોય એમ વિદ્યાલયના રિપોર્ટો જોતાં જાણવા મળે છે.
પણ, ખરી રીતે, આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની મૂલ્યવત્તા અને ઉપયોગિતા સર્વ કાલીન છે. અને અત્યારે તો ઊલટું આ બાબતમાં ઘણું ઘણું થઈ શકે એમ છે. વળી, વિદ્યાર્થીઓના ભાવીને ઉજજવળ બનાવવાની દષ્ટિએ આવી પ્રવૃત્તિઓ વધારે ઉત્સાહપૂર્વક શરૂ કરવી જોઈએ. શરીરઘડતર અને સંસ્કારઘડતરની ખરેખરી ઉંમર આ જ છે; આ ઉંમરમાં જે કંઈ થઈ શકયું તે આખી જિંદગી સુધી કામ આવવાનું છે, અને અત્યારે જે કરવાનું રહી જશે તે કાયમને માટે રહી જવાનું છે. આને લીધે વિદ્યાર્થીઓને પિતાની કારકિદીને તેજસ્વી અને યશસ્વી બનાવવામાં પણ ઘણી સહાય મળી રહે છે.
વળી, વિદ્યાર્થી અને સંચાલકો વચ્ચે સંપર્ક સ્થપાય અને એમનું સંસ્કારઘડતર થાય એ માટે ક્યારેક ક્યારેક પ્રીતિભેજને કે સ્નેહમિલન પણ જવામાં આવ્યાં હોવાનું રિપેટ ઉપરથી જાણી શકાય છે. રિપોર્ટ ૭ (પૃ. ૧૨), રિપોર્ટ ૯ (પૃ. ૨૦), રિપોર્ટ ૨૧ (પૃ. ૧૬), રિપોર્ટ ૨૪ (પૃ. ૨૬), રિપોર્ટ ૨૫ (પૃ. ૩૨)માં આપેલી છે આ હકીકતનું સમર્થન કરે છે.
આવી સાંસ્કૃતિક તેમ જ જીવનઘડતરમાં ઉપયોગી થાય એવી અનેક પ્રકારની પ્રવૃત્તિ એ જીને વિદ્યાર્થીઓની શક્તિ અને બુદ્ધિને અનેક રીતે વિકાસ થાય એ તરફ સંસ્થા તરફથી પૂરતું ધ્યાન આપવામાં આવે છે. પિતપોતાના કાર્યક્ષેત્રમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ જે સફળતા અને નામના મેળવી શકે છે એમાં આવી પ્રવૃત્તિઓને ફાળે કંઈ નાનીસૂને નથી, એમ ખુશીથી કહી શકાય.
આ કાર્યક્રમમાં બાવીસસો રૂપિયા ઉપરાંત આવક થઈ હતી અને તે વિદ્યાલયમાં આપી દેવામાં આવી હતી. (રિપોર્ટ ૧૬, પૃ. ૨૪) I m n m n m n g T T TT TT T U L L L L L |
ગુટીનું નિવારણ જ્યારે જ્યારે પાશ્ચાત્ય કેળવણી ઉપર ચર્ચા થાય છે ત્યારે પ્રથમતઃ આપણે સાંભળીએ છીએ કે તે કેળવણીમાં ધર્મનો એક શબ્દ પણ શીખવવામાં આવતો નથી. અને એવી ન્યૂનતા આપણને પળે પળે દૃષ્ટિગોચર થાય છે. આ પ્રકારની ત્રુટી આપણા વિદ્યાલયમાં નથી; બલકે ધાર્મિક શિક્ષણ ઉપર પૂરતું લક્ષ આપવામાં આવે છે. ( રિપોર્ટ ૧૧, પૃ. ૧૦ ) o D D D D D n T I m m n n
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org