Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૯: સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૧૧૩ ઉપયોગી થઈ શકે એવું સુસમૃદ્ધ પુસ્તકાલય કરવા માટે હજી ઘણું ઘણું કરવાની જરૂર છે એ વાત વિદ્યાલયના સંચાલકોના ધ્યાન બહાર નથી. આ માટે ૫૦માં રિપોર્ટ (પૃ. ૧૬)માં યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે
જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, કળા, શિલ્પ-સ્થાપત્ય જેવા વિવિધ વિષયોને લગતું જૈન સાહિત્ય એટલું તે વિપુલ અને સમૃદ્ધ છે કે દેશ-વિદેશના વિદ્વાનો એને માટે ઘણી ઉત્સુકતા સેવી રહ્યા છે. આ સ્થિતિમાં જૈન સાહિત્યના બધા જ મુકિત ગ્રંથ સાથે તે તે વિષય સાથે સંબંધ ધરાવતા બધા ઇતર ગ્રંથન સંગ્રહ ધરાવતું, અને સાથોસાથ શક્ય હોય તેટલા હસ્તલિખિત ગ્રંથને પણ સમાવેશ કરતું એક સમૃદ્ધ કેન્દ્રવર્તી પુસ્તકાલય હોવું બહુ જ જરૂરી છે. આ કામ અઢળક ધન અને એક સ્વતંત્ર યોજના માગી લે એટલું વિશાળ છે. આપણા ધર્મ અને સાહિત્યના પ્રસારની દષ્ટિએ આ કામ જેટલું જલદી થઈ શકે તેટલું જલદી કરવા જેવું છે. વિદ્યાલય આવા મનોરથ તો સેવે છે, પણ, અત્યારની વિદ્યાલયની જવાબદારી લક્ષમાં લેતાં, એ મનોરથ તુરત સફળ થવા મુશ્કેલ લાગે છે. આમ છતાં વિદ્યાલય પોતાની શક્તિના પ્રમાણમાં આ દિશામાં કંઈક ને કંઈક પ્રયત્ન તો કરી રહેલ છે, એ વાતનો વિદ્યાલયે વસાવેલ પુસ્તકાલયની (ઉપર નેધેલી) વિગતો ઉપર થી કંઈક ખ્યાલ આવી શકશે.”
વિદ્યાર્થીમંડળ વાચનાલય અને પુસ્તકાલયના લાભ ઉપરાંત વિદ્યાલયના વિદ્યાર્થીઓને અવારનવાર જુદા જુદા વિષયના અભ્યાસ અને માહિતીપૂર્ણ તેમ જ રોચક વ્યાખ્યાને સાંભળવા મળે એની પણ ગોવઠણ થતી રહી છે. સાથે સાથે વિદ્યાથીઓની વકતૃત્વશક્તિ ખીલે એ માટે પણ ધ્યાન રાખવામાં આવે છે. આ કામ મુખ્યત્વે વિદ્યાલયના વિદ્યાર્થીમંડળ દ્વારા જ થતું રહે છે. બીજા જ વર્ષને રિપોર્ટ (પૃ. ૧૦) જોતાં માલૂમ પડે છે કે તે વખતે વિદ્યાલયના વિદ્યાથીઓની ઈચ્છાથી “યુનિયન કલબ' નામે વિદ્યાર્થીમંડળની સ્થાપના થઈ હતી. આ કલબ ધાર્મિક, સામાજિક, નૈતિક, આર્થિક જેવા વિષયો ઉપર વિઘાથી એની ચર્ચાઓ ગોઠવતી હતી; અને એમાં વિદ્યાથીઓ હોંશપૂર્વક ભાગ લેતા હતા. વિદ્યાથીઓના વિચારેને આકાર આપીને વ્યવસ્થિત કરવામાં તેમ જ પિતાના વિચારોને સુસંબદ્ધ રૂપમાં વ્યક્ત કરવાની વસ્તૃત્વશક્તિને ખીલવવામાં આ સભાઓ ખૂબ ઉપયોગી નીવડતી. અત્યારના રાજકારણ ઉપર અર્થકારણનું વર્ચસ્વ પિછાનીને એ વિશેની ચર્ચા-વિચારણું થઈ શકે એ માટે આ વિદ્યાથીબંધુઓએ એક આર્થિક મંડળ (Economic club) પણ સ્થાપ્યું હતું. વળી, વિદ્યાથીઓનું જ્ઞાન વ્યાપક થાય એટલા માટે બીજા વર્ષમાં શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠા, શેઠ શ્રી કુંવરજી આણંદજી, શ્રી ઉમેચંદ દોલતચંદ બરોડિયા, દક્ષિણામૂર્તિવાળા શ્રી નાનાભાઈ ભટ્ટ વગેરે વિદ્વાને અને વિચારકનાં વ્યાખ્યાને પણ યોજવામાં આવ્યાં હતા, અને તે પછી અવારનવાર નામાંકિત વિચારકે, કાર્યકરો તેમ જ વિદ્વાનેનાં આવાં વ્યાખ્યાન યોજવામાં આવતાં હતાં. આગળ પણ જે આ પરંપરા અખંડપણે ચાલુ રહી હત તે તેથી વિદ્યાર્થીઓને ઘણું લાભ થાત.
એમ લાગે છે કે થોડા વખત પછી જ “યુનિયન કલબ'નું નામ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય ટુડન્ટ્સ યુનિયન” એમ ફેરવવામાં આવ્યું હતું. આગળ જતાં આ યુનિયનનું
શ્રી મહાવીર ટુડન્ટ્સ યુનિયન” “વિદ્યાલય ટુડન્ટ્સ યુનિયન” એવું ટૂંકાક્ષરી નામ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org