Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રકરણ નવમું : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
કોલેજના અભ્યાસ તેમ જ ધાર્મિક શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સામાજિક દષ્ટિ, સાહિત્યરુચિ અને રાષ્ટ્રીય ભાવના કેળવાય એ માટે પણ ધ્યાન આપવું જરૂરી છે. એમ થાય તે જ વિદ્યાર્થીઓને સર્વાગીણ વિકાસ થઈ શકે અને તેઓ પિતાના કુટુંબ ઉપરાંત સમાજ અને દેશને પણ ઉપયોગી થવાની સાથે પિતાની કાર્યકુશળતા અને સંસ્કારિતાની છાપ પાડી શકે. વિદ્યાલયના વિદ્યાર્થીઓ એકાંગી ન બનતાં એમને સર્વાગી વિકાસ થાય એ માટે વિદ્યાલયના શાણા, ઉદાર અને સમયજ્ઞ સંચાલકોએ શરૂઆતથી જ કાળજી રાખી હતી એમ વિદ્યાલયના રિપોર્ટો જેવાં કેઈને પણ લાગ્યા વગર નહીં રહે. આ અંગે વિદ્યાલયના પહેલા જ રિપિટ (પૃ. ૨૨)માં કહેવામાં આવ્યું છે કે –
વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ અને વિવેચનશક્તિ ખીલે તેટલા માટે ડીબેટીંગ સેસાયટી દર વર્ષે મેળવવામાં આવે છે.........વિદ્યાર્થીઓની સુઘડતા, સ્વચ્છતા અને પ્રેમાળવૃત્તિ ઉપર ખાસ લક્ષ્ય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ દરેક બાબત જાતે જ સુવ્યવસ્થિત રાખે તેથી જુદી જુદી બાબતોમાં વિદ્યાર્થીઓને સેક્રેટરી નીમવાની વ્યવસ્થા સુપ્રીન્ટેન્ડેન્ટે નવા વર્ષથી કરી છે....વિદ્યાર્થીનું જીવન સાદું પણ ઉચ્ચ ગ્રાહી થાય, જવલંત અને દારિદ્ર રહિત થાય, આત્મશ્રદ્ધાયુક્ત પણ અભિમાન રહિત થાય તેવાં સર્વ ખાનપાન, વર્તન તથા વાણીવિલાસના નિયમો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે અને પરસ્પર પ્રેમ અને મૈત્રી તથા બંધુભાવ વૃદ્ધિ પામે તથા આદર્શ જૈનત્વ પ્રગટી નીકળે તે પર આડકતરી રીતે અને સીધી રીતે બનતું લક્ષ્ય આપવામાં આવે છે.”
ઉછરતી ઉંમરમાં સૌથી અગત્યની વાત તનને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લ અને વિકસિત બનાવે એ બાબત ઉપર ધ્યાન આપવાની હોય છે. આ માટે જે ઘર કરતાં શિક્ષણ સંસ્થામાં અને તેમાંય બહારગામ રહેવાનું થાય તો તેથી ઘણે લાભ થાય છે. વિદ્યાલયમાં રહેતા વિદ્યાર્થીઓને આ બંને પ્રકારને અને છેવટે એક પ્રકારને લાભ તે થાય જ છે. આ અવસરને વિદ્યાર્થીઓના શરીરના, મનના અને જીવનના ઘડતરમાં કાયમી લાભ મળે એ માટે વિદ્યાલયમાં અંગકસરતનાં, રમતગમતનાં અને જ્ઞાનને વિશાળ અને દષ્ટિને ઉદાર બનાવે એવાં સાધને વસાવવા તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
વ્યાયામનાં સાધનો અંગકસરત કે વ્યાયામની બાબત તે એવી સહેલી છે કે જે વિદ્યાથીઓમાં ઘરમાંથી જ આ માટેની રૂચિ અને શરીરને સુદઢ બનાવવાને શોખ કેળવાયાં હોય તે ખાસ કંઈ ' સાધન વગર પણ આમાં પ્રગતિ થઈ શકે છે. આમાં પાયાની વાત ઘરમાંથી જ આ માટેના સંસ્કાર મળે એ છે. પણ ગુજરાતના તેમાંય જેન કેમના મોટા ભાગના વિદ્યાથીઓ અને યુવાનોમાં બચપણમાં ઘરમાંથી આ શોખ બહુ જ ઓછો કેળવાતો હોવાને કારણે આ દિશામાં જોઈએ તેટલી પ્રગતિ જોવામાં નથી આવતી. છતાં વિદ્યાલય તે આ માટેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org