Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧
વિદ્યાલયની વિકાસકથા અનેક દિશામાં વહેંચાઈ જતી મનોવૃત્તિ તેમ જ સમયના પ્રભાવને લીધે પલટાતી રુચિ વગેરે કારણે ધાર્મિક શિક્ષણ ક્યારેક કડવા ઔષધ જેવું અરુચિકર કે ઓછા સ્વાદુ કે સ્વાદ વગરના પથ્ય જેવું નીરસ લાગવા છતાં એ માતાના ધાવણ જેવું નરવું અને સંસ્કારપષક છે એમાં શંકા નથી. માનવીને સાહ્યબીના વખતમાં છકી જતાં અને સંકટના સમયમાં ભાંગી પડતાં એ જ બચાવી શકે છે. એમાંથી જ જીવનનું સાચું બળ મળે છે અને જીવનઘડતર પણ એ દ્વારા જ થઈ શકે છે. માનવીની માનવતાને જાગ્રત કરીને એને સાચા વિકાસને માગે એ જ દેરી જાય છે. જે વ્યક્તિઓ, રુચિપૂર્વક કે કચવાતે મને પણ ધર્મના અભ્યાસ અને આચરણ તરફ વળે છે તેઓ જીવનને સાર પામવાની સાથે જીવનને સ્વસ્થ, સુસંસ્કારી અને તેજસ્વી બનાવે છે. એના વગર માનવીનું સંસ્કાર ઘડતર સાવ અપૂર્ણ રહી જાય છે. આ ઉપરથી વિદ્યાલયે શરૂઆતથી જ આ બાબતને આગ્રહ રાખ્યા છે તે કેટલે વાજબી અને ઉપકારક છે તે સહેજે સમજી શકાય છે.
અહીં એ વાતની નેંધ લેતાં આહૂલાદ થાય છે કે વિદ્યાલયના જે ભૂતપૂર્વ વિદ્યાથી ઓએ પિતાના અભ્યાસકાળ દરમ્યાન, આનાકાનીપૂર્વક, પણ ફરજિયાત હોવાને કારણે, ધાર્મિક શિક્ષણ લીધેલ છે એમાંના કેટલાક આના લીધે પિતાને કેટલો લાભ થાય છે એ વાતનું ખૂબ કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરે છે. એમની આવી લાગણીને પ્રતિધ્વનિ, વિદ્યાલયને ૫૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્ત, વિદ્યાલયની બીજી શાખાઓની જેમ, અમદાવાદમાં પણ વિ. સં. ૨૦૨૧ના જેઠ સુદિ ૬ તથા ૮, તા. ૫-૬-૬૫ ને ૬-૬-૬૫ના રોજ પૂજા વ્યાખ્યાન વગેરે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, તે પ્રસંગે તા. ૬-૬-૬૫ના રોજ પૂજ્યપાદ આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આપેલ ધર્મ પ્રવચનમાં નીચેના શબ્દોમાં સાંભળવા મળે છે. પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું હતું કે–
હું અનુભવને આધારે ભારપૂર્વક કહી શકું છું કે મારા પરિચયમાં આવવાવાળા વિદ્યાલયના જૂના વિદ્યાર્થીઓએ મને કહ્યું હતું કે સંસ્થામાં અમને ધાર્મિક સંસ્કારો આપવામાં આવતા હતા; પણ અમે એ ન લીધા એ અમારી ભૂલ હતી એમ આજે લાગે છે. જે જીવનની ઉત્તરાવસ્થામાં પણ એમને આવી લાગણી થઈ હોય તો એ વિદ્યાલયની એક મોટી સિદ્ધિ છે.”
બડભાગી રોહિણેયની માફક કમને લીધેલા સંસ્કાર પણ જે વિદ્યાલયના જૂના વિદ્યાથી. ઓને આવી આંતરખેજ તરફ દોરી જતા હોય તો એ, પૂજ્યપાદ મહારાજશ્રીએ કહ્યું છે તેમ, સાચે જ મોટી સિદ્ધિ અને વિદ્યાલયે ધાર્મિક શિક્ષણ માટે રાખેલ આગ્રહ અને કરેલ પ્રયત્નની ચરિતાર્થતાની બોલતી સાક્ષીરૂપ છે એમાં શક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org