Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૮
વિદ્યાલયની વિકાસકથા અભ્યાસને પ્રત્સાહન આપીને જૈન દર્શન અને સાહિત્યના અભ્યાસ પ્રત્યે વિદ્યાર્થીઓને આકપીને જૈન વિદ્વાને તૈયાર કરવાને લેવાથી એમાં એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જે વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાથીએ કૉલેજમાં અભ્યાસ કરતા ન હોય એવા વિદ્યાથીઓ પણ જે આ યોજના મુજબ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો એમને અમુક મર્યાદિત સંખ્યામાં વિદ્યાલયમાં રેસિડેન્ટ વિદ્યાર્થી તરીકે દાખલ કરવા. વળી, જૈનેતર વિદ્યાથીઓ પણ જે આ પરીક્ષા આપવા માગતા હોય તો તેમને પણ ન્યાયતીર્થ અને વ્યાકરણતીર્થના અભ્યાસ માટે ઉપર સૂચવી તે મુજબની અને અર્ધમાગધીના અભ્યાસ માટે ઉપર સૂચવી છે તેથી અરધી સ્કોલરશિપ આપવાનું પણ ઠરાવવામાં આવ્યું.
આ માટે વિદ્યાલયમાં નિયમિત વર્ગો ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી. પં. દરબારીલાલજી (અત્યારે સ્વામી સત્યભક્ત' તરીકે જાણીતા વિદ્વાન) ન્યાય અને અર્ધમાગધીના વર્ગ લેતા હતા; અને વ્યાકરણને માટે પંડિત નાગેશ પાંડશેને રોકવામાં આવ્યા હતા.
શરત પ્રમાણે આમાં વાર્ષિક ત્રણ હજારનું ખર્ચ કરવાનું હતું, પરંતુ આ જનાને લોકપ્રિય કરવામાં કે આગળ વધારવામાં આર્થિક તંગી કારણભૂત ન બને એટલા માટે પહેલા વર્ષમાં શેઠ શ્રી મેઘજીભાઈએ વધારાના પચીસ રૂપિયા આપ્યા હતા. આ બીના તેઓ આ માટે કેવી ધગશ ધરાવતા હતા એનું સૂચન કરે છે.
આ ભેજના પ્રમાણે છ વર્ષ સુધી વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ આપવામાં આવી, તેમ જ વિદ્યાથીઓ પરીક્ષાઓ પણ આપતા રહ્યા. પણ છેવટે એનું પરિણામ ધારણા મુજબ આવતું ન લાગ્યું એટલે કે પદવીની-છેલ્લી પરીક્ષા સુધી પહોંચનાર વિદ્યાથીઓની સંખ્યા ઘટતી ગઈ તેથી છેવટે એને બંધ કરવામાં આવી. બાવીશમાં રિપોર્ટ (પૃ. ૧૪)માં આ અંગે નોંધ કરવામાં આવી છે કે
ન્યાય તથા વ્યાકરણના અભ્યાસ માટેની યોજના તરફ શેઠ મેઘજીભાઈનું ખાસ દિલ હવા છતાં અને તે માટે તેમણે ઉદાસ્તા ભરેલી રૂ. ૨૭,૮૨૧ જેટલી નવાજેશે કરેલ હોવા છતાં એ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં ખાસ રસ ઉત્પન્ન કરી શક્યો નથી. કૉલેજના અભ્યાસના બેજાને કારણે તથા આ અભ્યાસ તરફ પૂરતું ધ્યાન ન આપવાને કારણે વિશિષ્ટ સમિતિએ આ અભ્યાસક્રમ ઉપર ખૂબ ચર્ચા કરી તેને આખરે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.”
આ એજના બંધ કરવા છતાં વિદ્યાથીઓ ધાર્મિક શિક્ષણ નિયમિત રીતે લેતા રહે એ તે જરૂરી જ હતું. એટલે આના સ્થાને વિદ્યાલયે પિતાનો પંચવર્ષીય અભ્યાસક્રમ પંડિત શ્રી ભગવાનદાસ હરખચંદ પાસે તૈયાર કરાવ્યું. આગળ જતાં આ અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓની સ્થિતિ, શક્તિ અને રુચિ પ્રમાણે જરૂરી ફેરફાર કરવામાં આવ્યું. (રિપોર્ટ ૨૪, પૃ. ૫૫) આને લીધે મુંબઈમાં તેમ જ શાખાઓમાં ચાલતા અભ્યાસક્રમમાં કેટલાક ફેરફાર જોવામાં આવે છે. - વિદ્યાલયને ૩રમા વર્ષને રિપોર્ટ (પૃ. ૧૩, ૨૦, ૭૨) જોતાં માલૂમ પડે છે કે વિદ્યાલય તેમ જ જૈન સંઘને પણ ) જરૂર મુજબ ચગ્ય ધાર્મિક શિક્ષકે મળતા રહે તે માટે વિદ્યાલયની ધાર્મિક શિક્ષણ સમિતિએ, ધાર્મિક શિક્ષક તૈયાર કરવા માટે એક જના તૈયાર કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org