Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા એને ચેતવણી આપવામાં આવે છે કે જે આવી રીતે પરિણામ આવ્યા કરશે તો એક પરીક્ષામાં નાપાસ થનારને પણ રદ કરવાનો ઠરાવ કરવો પડશે. આ વર્ષમાં વધારે ઉદ્યોગ, ખંત અને ચીવટ વિદ્યાર્થીઓ રાખશે એવી ખાતરી મળી છે. આ સંબંધમાં કમિટીએ તપાસ કરવાની જરૂર છે. આવતી કમિટી એ સંબંધમાં જરૂર એગ્ય તપાસ અને તજવીજ કરશે એવી અમારી સૂચના છે.” (નવમે રિપોર્ટ, પૃ. ૮–૯)
સંસ્થામાં ભણતા ૩૮ વિદ્યાથીઓ પરીક્ષામાં બેઠા તેમાંથી ૨૨ પસાર થયા તે પૈકી ૧૨ સેકન્ડ કલાસમાં આવ્યા, ૧ ફર્સ્ટ કલાસમાં આવ્યો અને તે પૈકી ૭ ગ્રેજ્યુએટ થયા. પરિણામે ૧૬ નાપાસ થયા, પરિણામ ૫૮ ટકા આવ્યું. યુનિવર્સિટીની પરીક્ષામાં ૩૧ બેઠા તેમાં ૧૮ પસાર થયા તેનું પરિણામ ૫૮ ટકા આવ્યું. આ પરિણામ અસંતોષકારક છે. આટલા વર્ષમાં આવું મંદ પરિણામ આવ્યું નથી. એક પણ વિદ્યાર્થી એક પરીક્ષામાં નાપાસ થાય તો નીચું જોવરાવનારી હકીક્ત બની છે એમ વિદ્યાર્થીએ જાણવું જોઈએ. કેમ જે રીતે તેમની ઉપર આશા બાંધે છે તેના ઉપર આ તે માટે પ્રહાર કહેવાય. જીવનની શરૂઆતમાં એક વર્ષ પછાત પડવું એ નાની સુની નુકસાની નથી.” (અગિયારમો રિપોર્ટ, પૃ. ૭-૮)
એ ૫૧ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા તેમાં ૩૫ પસાર થયા અને ૧૬ નપાસ થયા એટલે પરીક્ષાનું પરિણામ ૬૮ ટકાથી સહજ વધારે આવ્યું. આ પરિણામ સંતોષકારક ન ગણાય. એ વિદ્યાથીઓ પૈકી યુનિવર્સિટીની પરીક્ષા ૩૮ વિદ્યાથીને હતી તે પૈકી ૨૬ વિદ્યાથી પસાર થયા. પરિણામ ૬૮ ટકા આવ્યું. આ પરિણામ પણ સંતોષકારક ન ગણાય. આપણે ત્યાં વિદ્યાથીને સર્વ પ્રકારની સગવડ અપાતી હોય, તેમને અન્ય કેટલાક વિદ્યાર્થી પેઠે ભણવા સાથે રળવાની ચિંતા ન હોય, છતાં ૧૬ વિદ્યાર્થી પરીક્ષામાં પસાર ન થાય તો ઘણું ખરાબ ગણાય. આથી પણ વધારે દિલગીરી ભરેલી વાત તો એ બની છે કે આ વર્ષે પાંચ વિદ્યાર્થીઓ એકની એક જ પરીક્ષામાં ઉપરાઉપરી બે વર્ષ નિફળ થયા. સંસ્થાના ધારાધોરણ પ્રમાણે અમે તેમને રદ કર્યા છે....આમાં સંસ્થાને કેટલો અન્યાય થાય છે તે વિદ્યાર્થીઓએ વિચારવાનું છે. ઇન્ટર કોમર્સ જેવી પરીક્ષામાં ઉપરાઉપરી બે વાર નાપાસ થવું એટલે એમણે વિદ્યાલયનાં ત્રણ વર્ષ બગાડયાં. તેમ જ અધુરે અભ્યાસે તેમને રખડવું પડયું. આ હકીક્ત અમારી નજરમાં બહુ ગંભીર જણાઈ છે.” (બારમો રિપોર્ટ, પૃ. ૭-૮)
વિદ્યાલયના વિદ્યાર્થીઓના અભ્યાસના ધોરણની અને પરીક્ષાના પરિણામોની ઉચ્ચ કક્ષા ટકાવી રાખવામાં સંચાલકોની આ ખબરદારીએ ઘણે અગત્યને હિસ્સો આપે છે એમાં શક નથી.
પરદેશમાં તથા દેશમાં વિદ્યાલય બહાર અભ્યાસ સને ૧૯૧૫માં વિદ્યાલયની સ્થાપના થઈ, અને ૧૯૪૬માં સંસ્થાની પહેલી શાખા અમદાવાદમાં સ્થપાઈ, એ દરમ્યાનનાં ૩૧ વર્ષ સુધી વિદ્યાલયનું વિદ્યાર્થીગૃહ માત્ર મુંબઈમાં જ હતું, છતાં વિદ્યાલયના સંચાલકોએ એ આગ્રહ ક્યારેય નહોતે રાખ્યો અને હજી પણ નથી રાખતા કે જે વિદ્યાથીઓ વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરે એમને જ વિદ્યાલયને લાભ આપે. માત્ર મુંબઈમાં જ વિદ્યાલય હતું ત્યારે તેમ જ અમદાવાદ, પૂના અને વડોદરામાં વિદ્યાલયની શાખાઓ સ્થપાઈ તે પછી પણ જે જે વિદ્યાશાખાઓના અભ્યાસ માટેની કૉલેજે આ સ્થાનોમાં ન હતી, અને, આવી કોલેજો હોવા છતાં, જેમાં વિદ્યાર્થીઓને
અમદાવાદમ'
ના સંચાલકોએ એવી
જ
સ કરે એમને જ વિઘાલ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org