Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા શક્યા હતા; અને જેઓ, કઈ પણ કારણસર પિતાને અભ્યાસ પૂરો કર્યા વિના અધૂરે અભ્યાસે છૂટા થયા હતા, તેઓ પણ હમેશાં વિદ્યાલય પ્રત્યે આભારની લાગણું દર્શાવતા રહે છે.
પચાસ વર્ષની કાર્યવાહીને અંતે વિદ્યાલયે જુદા જુદા વિષયના ૧૦૮૧ સ્નાતકે સમાજને અને દેશને ભેટરૂપે આપ્યા તેની વિગત નીચે પ્રમાણે છે –
૧૮૯ દાક્તર, ૧૯૨ વિનયન(આસ)ની જુદી જુદી શાખાના સ્નાતકે ૨૩૦ ઈજને ૨૪૯ વિજ્ઞાનની જુદી જુદી શાખાના સ્નાતકો ૨૧પ વાણિજ્ય અને કાયદાના સ્નાતક; ૬ ખેતીવાડીના સ્નાતકે.
અધૂરે અભ્યાસે છૂટા થયેલ વિદ્યાથીઓની સંખ્યા ૧,૪૯૪ છે. એમાંના જેઓ સ્નાતકપદ સુધી પહોંચ્યા છે એને પાયે વિદ્યાલયમાં જ નખાયે હતું એમ કહી શકાય. કન્યાઓની ઉચ્ચ કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ૨૪૧ વિદ્યાર્થિનીઓને રૂપિયા ૧,૨૮,૭૦૩ જેટલી રકમની ઍલરશિપ આપવામાં આવી છે.
માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય આપવા માટે સને ૧૯૨૪માં સ્થપાયેલ “શ્રી સારાભાઈ મગનભાઈ મેદી લેન સ્કોલરશિપ ફંડ”માંથી, ૫૦મા વર્ષ સુધીમાં, ૮૫૮ વિદ્યાર્થીઓને રૂા. ૯૫,૮૮૯ જેટલી લોન આપવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાથીઓને પૂરક સહાય આપવાના ઉદ્દેશથી સને ૧૯૩૫માં સ્થપાયેલ “શ્રી સારાભાઈ મગનભાઈ મેદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટફંડમાંથી ૫૦મા વર્ષ સુધીમાં, ૬૭૩ વિદ્યાર્થીઓને રૂા. ૧,૩૩,૭૪૩ની લોન આપવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ લેતાં ખેડાનાં વતની વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને સહાયરૂપ થવાના ઉદ્દેશથી સને ૧૯૪૮માં સ્થપાયેલ “શ્રી ખેડા જૈન વિદ્યાથી ઉચ્ચ શિક્ષણ લેન સ્કોલરશિપ ફંડ” તરફથી, ૫૦મા વર્ષ સુધીમાં, ૧૦૦ વિદ્યાથીઓ-વિદ્યાર્થિનીઓને મળીને રૂા. ૬૨,૪૧૦ લેન-ઑલરશિપ તરીકે આપવામાં આવેલ છે.
ઉપરાંત, વિદ્યાલયની કાર્યવાહીને યશસ્વી બનાવવામાં એટલે કે સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ દ્વારા પોતાની કારકિદીને ઉજજવળ બનાવવામાં સૌથી વધુ અગત્યને અને મહત્ત્વનો ફાળો આપનાર લેનજના મુજબ, ૫૦ વર્ષ દરમ્યાન, ૧૫૬૪ વિદ્યાર્થીઓને (૭૩૭ અભ્યાસ પૂરો કરનારા અને ૮૨૭ અધૂરા અભ્યાસે છૂટા થયેલા વિદ્યાથીઓને) રૂા. ૨૯,૮૮,૪૮૬ જેટલી રકમની લોન આપવામાં આવી છે. એમાંથી ૮૦૫ વિદ્યાર્થીઓએ (૪૫૧ પૂરો અભ્યાસ કરનાર અને ૩૫૪ અધૂરા અભ્યાસે છૂટા થનાર વિદ્યાથીઓએ) રૂા. ૧૬,૧૪,૧૮૬ જેટલી રકમ પાછી આપી છે.
૧. બાવનમા વર્ષને અંતે (તા. ૩૧-૫-૬૭ સુધીમાં) વિદ્યાલયમાં રહીને તૈયાર થયેલ સ્નાતકે વગેરેની વિગત નીચે મુજબ છે – સ્નાતક (ગ્રેજ્યુએટે)––બાવન વર્ષમાં નીચે મુજબ ૧૨૧૩ સ્નાતકે વિદ્યાલયમાં તૈયાર થયા
૨૦૦ દાક્તરે; ૨૦૨ વિનયન (આસ)ની જુદી જુદી શાખાના સ્નાતકે ૨૮૪ ઈજનેરે (આર્કિટેક્ટ) ૨૮૨ વિજ્ઞાનની જુદી જુદી શાખાના સ્નાતકે ૨૩૯ વાણિજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org