Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા માટેની જોગવાઈની સ્થિતિ આના કરતાં જુદી તેમ જ સંતોષકારક છે. વિદ્યાલયના સંચાલકોએ સંસ્થાની શરૂઆતથી જ વિશિષ્ટ વિષયના અભ્યાસ માટે સુયોગ્ય વિદ્યાર્થીઓ - વિદ્યાલય સિવાય બીજાં સ્થળામાં પણ વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે રહી શકે એ બાબત તરફ ધ્યાન આપ્યું હતું અને અત્યારે પણ આપે છે.
બીજા જ વર્ષમાં બે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગના અભ્યાસ માટે પૂનામાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. દસમા વર્ષમાં બે વિદ્યાથીઓને એ જ વિષયના અભ્યાસ માટે કરાંચી મોકલવામાં આવ્યા હતા. અને અગિયારમા વર્ષમાં પૂના તથા કરાંચીમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓને ખર્ચ માટે અપાતી રકમ ઓછી પડતી હોવાની ફરિયાદ થતાં એ માટે એક પેટાકમિટી નીમવામાં આવી હતી. આ અંગે ૧૧મા રિપોર્ટ (પૃ. ૨૦): માં કહેવામાં આવ્યું છે કે
પુના કરાંચીમાં અભ્યાસ કરતા ફ્રી વિદ્યાર્થીઓને દર વર્ષે ૪૦૦ રૂપીઆ લેનના એગ્રીમેન્ટથી આપવામાં આવતા હતા અને જે રકમ તેમને રોકડી અપાય તે તેમને ખાતે ઉધારવી એ ઠરાવ થયો હતો. ચાલુ મોંઘવારીથી સદર રકમ ઘણી ઓછી પડવાની અનેક અરજીઓ આવતાં નીચેના ચાર મેમ્બરોની પેટાકમીટી તે સંબંધી તપાસ કરવા અને પત્રવ્યવહાર કરી હકીકત મેળવી રિપોર્ટ કરવા તા. ૨૩-૧-૨૬ના ઠરાવથી નીમવામાં આવી હતી. કમીટીના સેંબાનાં નામ શેઠ હીરાલાલ મંછાચંદ શાહ, શેઠ મુળચંદ હરજી, શેઠ હીરાલાલ અમૃતલાલ શાહ, શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. - “સદર કમિટીએ પત્રવ્યવહાર તપાસી અન્ય કોલેજોમાં તપાસ કરી તા. ૧૯-૩-૨૬ના રોજ રિપોર્ટ કર્યો હતો. તે પર મે. કમીટીએ તા. ૨૧-૪-૨૬ને દિન ઠરાવ કર્યો કે પુને અથવા કરાંચીમાં અભ્યાસ કરનાર આપણા વિદ્યાર્થીઓને રૂ. ૬૦૦) પ્રત્યેક વર્ષ માટે વધારેમાં વધારે આપવા અને તે રકમ તેમને ખાતે માંડવાનું તેમની પાસે એગ્રીમેન્ટ કરાવી સુધરાવી લેવું. સદર રમે તેમણે કેળવણીના ખર્ચ અંગે જ વાપરવાની છે.”
ખાસ વિદ્યાથીઓને, ખાસ વિષયના અભ્યાસ માટે, વિદ્યાલય બહાર રહેવાની સગવડ આપવાની આ પ્રણાલિકા અત્યારે પણ ચાલુ જ છે. એકતાલીસમા વર્ષમાં આવી બહાર રહી અભ્યાસ કરતા વિદ્યાથીઓની સંખ્યા ૬૧ જેટલી હતી; ૫૦મા વર્ષમાં એ સંખ્યા ૨૧ની હતી; અને એ સંખ્યામાં દરેક વર્ષે ફેરફાર થતા રહે છે, એ બીના આ હકીકતની સાક્ષી પૂરે છે. મુંબઈમાં તેમ જ બીજા સ્થાનમાં વિદ્યાલયની શાખાઓ હોવા છતાં વિદ્યાલયના સંચાલકોએ અપનાવેલી આ ઉદાર પદ્ધતિ જેમ એમની વિદ્યાવૃદ્ધિની સાચી દૃષ્ટિનું સૂચન કરે એવી છે, તેમ એ અને બી પણ છે. (બાવનમાં રિપોર્ટ મુજબ ૨૧ વિદ્યાર્થીઓ બહાર રહી અભ્યાસ કરે છે.)
ઘડતર માટે ચીવટ વિદ્યાથીઓના અભ્યાસની જેમ એમના જીવનઘડતર અને સદ્વર્તન માટે પણ હમેશાં ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, તેથી તેઓ, પિતાના વિષયના મર્મજ્ઞ અભ્યાસી બનવાની સાથે, પિતાના સુસંસ્કારી જીવનથી સમાજ અને દેશની યથાશક્ય સેવા બજાવીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકે અને વિદ્યાલયના ગૌરવમાં વધારે કરી શકે. આ માટે તેઓમાં સ્વતંત્રતા અને સ્વનિયંત્રણની સમતુલા જળવાય એ ખૂબ જરૂરી છે. વિદ્યાલયે શરૂઆતથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org