Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૭ઃ વિદ્યાર્થીઓ પ્રવેશ મળી શકો ન હતો, તે વિદ્યાશાખાઓને અભ્યાસ સુયોગ્ય વિદ્યાર્થીઓ પરદેશમાં જઈને તેમ જ દેશમાં વિદ્યાલયની બહાર રહીને પણ કરી શકે એવી જોગવાઈ સંસ્થાના બંધારણમાં જ કરવામાં આવી છે. સંસ્થાના ઉદ્દેશ અને કાર્યક્ષેત્રનું વિવરણ કરતી બંધારણ ની ત્રીજી કલમમાં સૂચવવામાં આવ્યું છે કે –
“સંસ્થાના ફંડ અનુસાર ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા પ્રબંધ કરવો, ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે અન્ય સ્થળે મોકલવા.”
આ જોગવાઈ પ્રમાણે, ફંડની મર્યાદા હોવાને કારણે, પરદેશમાં અભ્યાસ માટે તો મર્યાદિત પ્રમાણમાં જ વિદ્યાલય સહાય આપી શકેલ છે, છતાં વિદ્યાલયના સંચાલકો આ દિશામાં પણ વિદ્યાલયે સમયને અનુરૂપ કામ કરવાની તૈયારી કરવી જોઈએ એ માટે હમેશાં ચિંતા સેવતા અને શક્ય પ્રયત્ન કરતા રહ્યા છે. સને ૧લ્પ૬માં (તા. ૨૮-૬-૫૬ ના રેજ) “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિસ્મારકગ્રંથ”ના પ્રકાશન સમારંભ મુંબઈમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે ઉજવાયે તે વખતે વિદ્યાલયના મરથદશી માનદ મંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહે લાગણીભર્યા શબ્દોમાં આ બાબતની રજૂઆત કરતાં કહ્યું હતું કે –
“ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આપના તરફથી જે સહાય અને સહકાર મળેલ છે તે માટે સમાજ જરૂર ગૌરવ લઈ શકે, પણ પરદેશ જવાની ઇચ્છા સેવનાર બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ માટે હજુ સુધી આપણે સક્રિય કાર્ય કરી શક્યા નથી એથી દુ:ખ થાય છે. માત્ર દેશમાં જ નહીં પણ પરદેશમાંય આપણા વિદ્યાર્થીઓ પોતાની, પોતાના સમાજની, દેશની, ધર્મની કીર્તિ ફેલાવે એવું તે સૌ કોઈ ઈચ્છે છે. આપણા દેશ કરતાં પરદેશમાં કેળવણીનો વધુ વિકાસ થયેલ છે. ત્યાં સંશોધન માટે અનેક સાધન તેમ જ માર્ગદર્શક છે. આપણે વિદ્યાર્થી વધુ જ્ઞાન પ્રાપ્ત કરી સમાજ ની તેમ જ રાષ્ટ્રની ઉપયોગી સેવા કરી શકશે એ નિઃશંક છે.
ઘણાં વર્ષની અમારી ઝંખના છે કે વિદ્યાર્થીઓને પરદેશ મોકલવા સારુ એક નિયત ફંડ હોવું જરૂરી છે. અત્રે પધારેલા સર્વ ભાઈ-બહેનોને અમારી આગ્રહભરી વિનંતી છે કે આપ આ માગણી ખૂબ ધ્યાનપૂર્વક વિચારશે. સમાજના અગ્રગણ્ય આગેવાનો, સાધનસંપન્ન સજન અને વેપારી બંધુઓ સમક્ષ આ વિજ્ઞપ્તિ બહુ જ આશા અને શ્રદ્ધાથી રજૂ કરીએ છીએ. સમાજના વિદ્યાર્થીવર્ગ તરફથી આપને વિનંતી કરીએ છીએ કે દર વર્ષે પચીસ હજાર રૂપીઆ પરદેશ અભ્યાસ કરવા જઈ શકે એવા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને સહાય કરી શકાય એવું એક સ્થાયી ફંડ ઊભું કરવામાં મદદ કરે અને પ્રેરણા આપે.”
આ પ્રસંગને ૧૦ વર્ષ વીતી ગયા પછી પણ આ દિશામાં ખાસ બેંધપાત્ર કહી શકાય એવું કામ થઈ શકયું નથી. તેથી સંસ્થાના સુવર્ણ મહોત્સવ નિમિત્તે મોટો સુવર્ણ. મહોત્સવ-નિધિ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમાંથી ફંડની અનુકૂળતા પ્રમાણે અમુક રકમ પરદેશ-અભ્યાસ માટે અનામત રાખવાનું વિચારવામાં આવ્યું છે.
આમ પરદેશ-અભ્યાસને પ્રોત્સાહન અને સહાય આપવા માટે ધારણા મુજબ આર્થિક સગવડ ન થઈ શકી તેથી એ કાર્ય મર્યાદિત પ્રમાણમાં જ થઈ શકે એ સ્વાભાવિક છે. પણ હિંદુસ્તાનમાં ખાસ વિશિષ્ટ વિષયને અભ્યાસ વિદ્યાલયની બહાર રહીને કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org