Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રકરણ સાતમું : વિદ્યાથીઓ
વિદ્યાલયનું અસ્તિત્વ વિદ્યાર્થીઓને લીધે તેમ જ વિદ્યાર્થીઓને માટે જ છે એટલે વિદ્યાલયની સ્થાપના અને પ્રગતિની કથા એ ખરી રીતે વિદ્યાર્થીઓએ લીધેલ વિદ્યાલયના લાભની અને સાધેલ પ્રગતિની જ કથા બની રહે છે. મતલબ કે વિદ્યાથીઓ જ વિદ્યાલયનું જીવન અને સર્વસ્વ છે. વિદ્યાલયના સંચાલકો વિદ્યાર્થીઓ માટે કેવી આશા અને પ્રશંસાની દૃષ્ટિ ધરાવે છે તે સાતમા રિપોર્ટ (પૃ. ૧૬)ની નીચેની એક જ પંક્તિથી સમજી શકાય છે –
“આપણે અત્યારના વિદ્યાર્થીઓ એટલે આપણી ભાવી જૈન મનોરથ સૃષ્ટિ છે.”
વિદ્યાર્થીઓ અંગે શરૂઆતથી જ વિદ્યાલયના સંચાલકોનું વલણ બે પ્રકારનું રહ્યું છે: એક તે, સામાન્ય કે ગરીબ સ્થિતિના હોશિયાર વિદ્યાથીને અભ્યાસ આર્થિક સગવડના અભાવે ન રૂંધાય તે તરફ ધ્યાન રાખવું અને બીજું, વિઘાલયને લાભ વધારેમાં વધારે વિદ્યાર્થીઓને મળે એને ખ્યાલ રાખવે.
સામાન્ય સ્થિતિના સુયોગ્ય વિદ્યાર્થીઓનું સંચાલકેના હૈયે કેટલું હિત હતું તે તેમ જ જગા ખાલી હોય તે પેઇંગ વિદ્યાર્થીઓને રાખીને બને તેટલા વધુ વિદ્યાર્થીઓને લાભ આપવાની કેવી ભાવના તેઓ ધરાવતા હતા તે ચોથા વર્ષના રિપોર્ટ (પૃ. ૭)માંના નીચેના લખાણ ઉપરથી પણ જાણી શકાય છે:
શ્રી વિદ્યાર્થીને ભોગે પગને દાખલ કરવામાં સંસ્થાનો ઉદ્દેશ જળવાતો નથી. પણ સગવડ અને સમાસ હોય તો ખાલી રહેતી જગા મેનેજિંગ કમિટી પગ વિદ્યાર્થીઓથી તે વર્ષ માટે પૂરે એવી સત્તા આપવાની જરૂરીઆત લાગે છે.”
આ લખાણુમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે, શ્રી વિદ્યાર્થીઓને દાખલ કરવા છતાં જગા ખાલી હોય તે સંસ્થાએ પિતાના ધારાધોરણમાં સ્વીકારેલ પ્રમાણ કરતાં પણ વધુ સંખ્યામાં પેઇંગ વિદ્યાથીઓને દાખલ કરવાની સત્તા વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિને આપવામાં આવે એટલા માટે, તા. ૭-૯-૨૪ના રોજ વિદ્યાલયની સામાન્ય સમિતિની સભા બેલાવવામાં આવી હતી. આ સભાએ કી વિદ્યાર્થીઓને ગેરલાભ ન થઈ બેસે એટલા માટે છેવટે આ માગણીનો સ્પષ્ટ ઈનકાર કરી દીધે એ ઉપરથી પણ સામાન્ય સ્થિતિના વિદ્યાથીઓ પ્રત્યે સંસ્થા કેવી હમદર્દભરી ભલી લાગણું ધરાવે છે તે જણાઈ આવે છે. આ સામાન્ય સમિતિની સભાની કાર્યવાહીને અહેવાલ આપતાં “પચીશ વર્ષની કાર્યવાહી” (પૃ. ૧૯૨૦)માં કહેવામાં આવ્યું છે કે –
સંસ્થાના ધારાધોરણમાં શરૂઆતથી એક નિયમ રાખવામાં આવ્યું છે કે “વ્યવસ્થાપક સમિતિ પગ વિદ્યાર્થીની સંખ્યા એવી રીતે મુકરર કરશે કે તે વધારેમાં વધારે લેન વિદ્યાર્થીઓ કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org