Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૭ : વિદ્યાર્થી એ
૨૭
એક તૃતીયાંશ ભાગથી વધારે નહિ હાય.'૧ આનો અર્થ એ થયો કે ત્રણ લેાન વિદ્યાર્થી સંસ્થામાં દાખલ કરવામાં આવે ત્યારે એક પેઇંગ વિદ્યાર્થી રાખી શકાય. આ પ્રમાણ બહુ વિચાર કરીને શરૂઆતથી જ સ્વીકારવામાં આવ્યું છે. સંસ્થાના ચોથા વર્ષમાં આ પ્રમાણુ પર અપવાદ કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની બાબત જનરલ સભામાં વિચાર માટે રજૂ કરવામાં આવી હતી. કારણ કે તે વખતે પેઇંગ વિદ્યાર્થી આ સસ્થામાં મેટી સખ્યામાં આવવા ઇચ્છા ધરાવતા હતા અને દર વર્ષે ઉપરનું પ્રમાણ જાળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી....મુંબઈમાં લાલબાગમાં સંધની મેટી મેદની જામી હતી. તે વખતે પેઇંગ અને લેાન વિદ્યાર્થીના ઉપર જણાવેલાં પ્રમાણેામાં ફેરફાર કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની જરૂરીઆત પર મંત્રીએ વિવેચન કર્યું. પેઈંગ અને લેાન વિદ્યાર્થીઓના પ્રમાણમાં ફેરફાર કરવાની વ્યવસ્થાપક સમિતિને સત્તા આપવાનાં અનેક કારણેા મંત્રીએ રજૂ કર્યાં, તે પર કેટલાંક વિવેચનો થયાં અને દરખાસ્ત પસાર થવાની લગભગ અણી ઉપર હતી.
“ તે વખતે શેઠ મેાતીલાલ મૂળજી ખડા થઈ ગયા. તેમણે ખરેખર ભાષણ કર્યું. તેમના કહેવાતા સાર એ હતા કે આપણે આ વિદ્યાલય ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ સાધી ભાઈ એના હિત માટે કાઢ્યુ છે, ધનવાન પેઇંગ વિદ્યાર્થી તે ગમે ત્યાં સગવડ કરી લઈ ભણશે, પણ ખૂબ વિચાર કરી પેર્ટીંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણનું જે ધેારણ આપણે સ્વીકાર્યું છે, તેમાં જરા પણ ફેરફાર કરવાની જરૂર નથી. એમણે પેાતાની દલીલના ટેકામાં કેટલાક દાખલાઓ આપ્યા અને સના આશ્રય વચ્ચે વ્યવસ્થાપક સમિતિએ ભલામણ કરેલી અને મંત્રીએ રજૂ કરેલી પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણમાં અપવાદ કરવાની વ્યવસ્થાપક સમિતિને છૂટ આપવાની દરખાસ્ત સર્વાનુમતે રદ્દ થઈ ગઈ.”
વિદ્યાલયના લાભ વધુમાં વધુ વિદ્યાથીઓને મળે એ માટે સંસ્થાના સ’ચાલકેા કેટલા પ્રયત્નશીલ અને સજાગ હતા તે નીચેની એ નોંધા ઉપરથી પણ જાણી શકાય છે. એ નોંધા કહે છે કે—
k
આ વર્ષે વ્યવસ્થાપક કમીટીને એવા વિચાર થયો કે આ સંસ્થાનો લાભ વધારે સ ંખ્યામાં વિદ્યાર્થીઓ લે તેટલા માટે જાહેરખબર સારી રીતે છપાવી અર્જી માગવી. આટલા ઉપરથી મુંબઈનાં
તેમ જ દેશાવરનાં છાપાંઓમાં જાહેરખબર આપી હતી.” ( સાતમેા રિપોર્ટ, પૃ. ૮ )
¢¢
“ આપણે વિદ્યાર્થી સંખ્યા કમી કરી શકતા નથી એટલે આવકમાં વધારા કર્યે જ આપણી સિદ્ધિ છે.” ( છવ્વીસમા રિપોર્ટ, પૃ. ૨૫)
વળી વિદ્યાથીઓને માટે જુદા જુદા વિષયના અભ્યાસ માટેની સગવડ કરવાની તે કેવી તમન્ના ધરાવતા હતા તે અંગે નીચેની એ નાંધા, જાણે એમની પ્રશસ્તિ કરતી હાય એમ, કહે છે કે—
“ હજી એગ્રિકલ્ચરલ ( ખેતીવાડી ) અને મીકેનીકલ લાઈનમાં પણ વધારે વિદ્યાર્થીએ જાય તે ઇચ્છવા યાગ્ય છે. આપણે સર્વાં ક્ષેત્રોમાં આપણા ભાઈ એને સ્થાન મેળવતા જોવા ઇચ્છીએ તે સ્વાભાવિક છે.” ( સાતમા રિપે, પૃ. ૯ )
પરદેશ અભ્યાસ કરવા અગર તેા અનુભવ મેળવવા જનાર બુદ્ધિશાળી પ્રવીણુ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે સંસ્થા પાસે નિયત ફંડ નથી. હાલ પૂરક રકમ આપી સતેષ માનવામાં આવે ૧. અત્યારે એ લેાન વિદ્યાર્થીએ એક પેઇંગ વિદ્યાર્થી લેવામાં આવે છે.
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org