Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા
८४
વ્યાખ્યાન આપ્યુ હતું અને ખપેારે પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી. શરૂઆતમાં આ સ્થાનમાં ૨૧ વિદ્યાથી એને રાખવામાં આવ્યા હતા. આગળ જતાં એમાં ૫૦ વિદ્યાથી આને રાખવામાં આવતા હતા.
આ ગેાઠવણ, કરાર પ્રમાણે, પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યા બાદ શેઠ શ્રી ગેાકુળભાઈના પૌત્રાની ઇચ્છા એ હ્રાસ્ટેલના વહીવટ પેાતાના હસ્તક લેવાની થવાથી તા. ૩૦-૪-૧૯૪૯ ના રાજ વિદ્યાલયે એ મકાનના કમજો એમને સોંપી દીધા.
વિદ્યાલયના જૂના મકાનને હવે વધુ વિશાળ મનાવવાની કાઈ શકયતા ન હતી, અને પાંચ વર્ષ માટે વધુ વિદ્યાથી એને રાખવાની જે સગવડ મળી હતી તેને જતી કર્યાં વગર પણ છૂટકો ન હતા. પણ સ્વીકારેલ કરારનું પાલન ગમે તેમ કરીને કરવાનું જ હતું. મુંબઈમાં શાખા માટે જમીન
વિદ્યાલયની પચાસ વર્ષની કાર્યવાહીના પરિણામે મુંબઈના વિદ્યાર્થીગૃહ ઉપરાંત અમદાવાદ, પૂના અને વડાદરાની ત્રણ શાખાએ સ્થપાઈ ચૂકી હતી, અને એ ચારે સ્થાનામાં થઈ ને સવાત્રણસે સાડાત્રણસો વિદ્યાર્થીઓને રાખવામાં આવતા હતા. ઉપરાંત વલ્લભ વિદ્યાનગર (આણુ ંદ)ની શાખાના મકાનનું બાંધકામ પણ શરૂ થઈ ગયું હતું. આ રીતે અરધી સદી દરમ્યાન વિદ્યાલયના વિકાસ વિદ્યાલયના સચાલકે સતાષ અને ગૌરવ લઈ શકે એવા થયેા હતેા. પણ સાથે સાથે દેશમાંના અન્ય સમાજોની જેમ જૈન સમાજમાં પણ ઉચ્ચ શિક્ષણની રુચિ સારા પ્રમાણમાં વધી હતી, અને સમાજના અભ્યુદય માટે, એ રુચિને પ્રેાત્સાહન આપવા માટે વધારેમાં વધારે સગવડ પણ ઓછી પડે એવી સ્થિતિ હતી એ હકીકત વિદ્યાલયના વિચક્ષણ કાર્યકરોના ધ્યાન બહાર ન હતી. સમાજના ભલાની દૃષ્ટિએ આ સ્થિતિ ખૂબ આવકારદાયક હતી; એટલે શિક્ષણના ગુણ પક્ષપાતી વિદ્યાલયના સંચાલકા હમેશાં વધારે ને વધારે વિદ્યાર્થીઓને વિદ્યાલયના લાભ કેવી રીતે આપી શકાય એની જ ચિંતા અને વિચારણા કરતા રહેતા.
આ વિચારણામાંથી એમને મુંબઈમાં વિદ્યાલયની શાખા શરૂ કરી શકાય એવી જમીન ખરીદવાના વિચાર સ્ફુર્યાં. અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ એ વિચારનું સ્વાગત કરીને ટૂંક સમયમાં જ ઘાટકોપરમાં એક પ્લાટ ખરીદ્યવાના નિર્ણય કરીને એના અમલ ફરવાની વિદ્યાલયના ટ્રસ્ટીઓને સત્તા આપી છે.
વિદ્યાલયના સુવણુ મહેાત્સવના ૫૦મા વર્ષોંમાં ભરવામાં આવેલું આ પગલું વિદ્યાલયના સ‘ચાલકાની વિદ્યાર્થીએ પ્રત્યેની હાર્દિક લાગણીની સાક્ષી પૂરવાની સાથે વિદ્યાલયની વિકસતી જતી કાર્યશક્તિની પણ સાક્ષી પૂરે છે. વ્યક્તિની ઉંમર વધતાં એ વૃદ્ધ થાય છે, જ્યારે, જાહેર સંસ્થાનું સંચાલન જો સુચારુ રીતે થતુ રહેતુ હાય તેા, સંસ્થાની ઉંમર વધવા સાથે એનામાં નવું જોમ પ્રગટે છે : વિદ્યાલયના વધુ વિકાસ માટે જમીનની ખરીદ્વી કર્યાંની આ ઘટનાએ આ વાતને પુરવાર કરી આપી છે.
* અગાઉ સૂચવવામાં આવ્યું છે તેમ, બાવનમા વર્ષોમાં આ શાખા કામ કરતી થઈ ગઈ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org