Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
७८
વિદ્યાલયની વિકાસકથા વિશાળ પ્લેટ ઉપર, સુંદર શિખરબંધી દેરાસર સહિત, “શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ”ની સ્થાપના કરી હતી.
સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ ઠેર ઠેર માધ્યમિક શાળાઓ (હાઈસ્કૂલ) જેમ જેમ સ્થપાતી ગઈ તેમ તેમ બહારગામથી વડેદરામાં, હાઈસ્કૂલના અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી ગઈ. છેવટે સંસ્થાના સંચાલકોને લાગ્યું કે હવે હાઈસ્કૂલના વિદ્યાથી ઓ માટે આ વિદ્યાર્થી આશ્રમને કોઈ ખાસ ઉપયોગ રહ્યો નથી, પણ સાથે સાથે એમણે એમ પણ વિચાર્યું કે વિદ્યાભ્યાસ માટેના આવા શાંત, એકાંત, પૂર્ણ હવાઉજાસવાળા અને બધી સગવડ ધરાવતા આશ્રમને ઉપગ, એના મૂળ હેતુ પ્રમાણે, સમાજમાં શિક્ષણનો વિકાસ થાય એ માટે જ થતો રહેવો જોઈએ. એટલે આ માટે શું કરવામાં આવે તે વિદ્યાર્થીઓ આવા ઉત્તમ વિદ્યાર્થી આશ્રમને સારી રીતે લાભ લઈ શકે, એને તેઓ ગંભીરપણે વિચાર કરવા લાગ્યા
વિચાર વિનિમય કરતાં કરતાં, પૂનાના શ્રી ભારત જૈન વિદ્યાલયના સંચાલકોની જેમ, આ વિદ્યાર્થી આશ્રમના સંચાલકોનું ધ્યાન પણ મુંબઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફ ગયું : વિદ્યાલયનાં વહીવટ, વ્યવસ્થા અને વિદ્યાપ્રવૃત્તિની સમાજમાં આટલી બધી નામના અને પ્રતિષ્ઠા છે.
આ દરમ્યાન ચિત્તોડની જેન બોડિ•ગના એક સમારંભ પ્રસંગે વિદ્યાલયના માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ અને શ્રી શાંતિલાલ મગનલાલ શાહનું ચિત્તોડ જવાનું થયું. વડોદરાથી વડુવાળા શ્રી છગનલાલ લક્ષ્મીચંદ શાહ ઉમંગલકાકા પણ આ પ્રસંગે ચિત્તોડ ગયા હતા. શ્રી મંગલકાકા ખૂબ ભાવનાશીલ અને સખીદિલ મહાનુભાવ હતા, અને વડોદરાના વિદ્યાર્થી આશ્રમની સ્થાપનામાં એમને પણ મહત્વનો ફાળે હતો. એમણે શ્રી ચંદુભાઈ તથા શ્રી શાંતિભાઈને આ સંસ્થા વિદ્યાલયને સેંપવાનું વિચારે જણાવ્ય. શ્રી ચંદુભાઈને તો એ ગમતી જ વાત હતી. એ વાત એમણે વધાવી લીધી અને એને કૂનેહપૂર્વક આગળ વધારી. છેવટે વિદ્યાલય અને વિદ્યાર્થી આશ્રમના સંચાલકે વચ્ચે ચાલેલી કેટલીક વાટાઘાટને અંતે વિદ્યાર્થી આશ્રમના સંચાલકોએ વડોદરામાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓના ઉપયોગ માટે પિતાની સંસ્થા, અમુક જવાબદારીઓ પૂરી કરવાની તેમ જ બીજી જરૂરી શરતે સાથે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી દેવાનો નિર્ણય કરીને તા. ૨૯-૧૧–૫૩ના રોજ વિદ્યાલયના કાર્યવાહકો ઉપર લખી જણાવ્યું. આ ઉપરથી વિદ્યાલયની સામાન્ય સમિતિએ, તા. ૨–૫–૧૯૫૪ના રેજ, વિદ્યાર્થી આશ્રમને વિદ્યાલયની શાખારૂપે ફેરવવાની માગણને સ્વીકાર કર્યો અને ત્યાર પછી સવા મહિના પછી જ તા. ૧૧-૬-૫૪ના રોજ, પૂજા ભણાવીને, ૩૦ વિદ્યાર્થી એથી વડેદરા-શાખાને મંગલ પ્રારંભ કરવામાં આવ્યા.
આ રીતે શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમના સંચાલકોની સેવાભાવના, કર્તવ્યપરાયણતા અને દીર્ધદષ્ટિને લીધે, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મભૂમિમાં, તેઓશ્રીના તા. ૨૨-૯-૫૪ના રોજ થયેલ સ્વર્ગવાસના ત્રણેક મહિના પહેલાં જ, વિદ્યાલયની સ્થાપના કરવાનું શક્ય બન્યું. વડોદરામાં વિદ્યાલયની શાખાની સ્થાપનાથી આચાર્ય મહારાજશ્રી તથા વિદ્યાલયના વિકાસવાં સંચાલક અને આલાહ અનુભવી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org