Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની શાખાએ
७७
પૂના-શાખાની કાર્યવાહીમાં, એની સ્થાપના પછી ત્રણ-ચાર વર્ષોના અનુભવ ખાદ, એક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યેા એની નોંધ અહીં લેવી જરૂરી લાગે છે.
દુઃ
શરૂઆતમાં તે પૂના-શાખામાં પણ, મુંબઈ અને અમદાવાદની જેમ, વિદ્યાલય તરફથી જ રસેાડું ચલાવવામાં આવતું હતું. પણ એ અંગે કંઈક પુ વ્યવસ્થા કરવાની જરૂર જણાતાં તા. ૧૮-૧૦-૫૦ના રોજ વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ, આ અંગે ઘટતી તપાસ કરી પેાતાના અહેવાલ રજૂ કરવા માટે એક સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિની ભલામણેાના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ સ્વીકાર કરતાં તા. ૨૫-૨-૧૯૫૧ના રાજ સામાન્ય સમિતિની અસાધારણ સભામાં એને મંજૂર કરાવવામાં આવી; અને એને અમલ નવા સત્રથી કરવાનું ઠરાવવામાં આવ્યું. આ ભલામણ મુજખ વિદ્યાલય તરફથી રસેાડું ચાલતું હતું તે બંધ કરવામાં આવ્યું.
આમ છતાં, કૉલેજની હોસ્ટેલની ઢબે, ખર્ચની સરખે ભાગે વહેંચણી કરી લેવાની પદ્ધતિ મુજબનું રસોડું વિદ્યાલયમાં ચલાવી શકાય એવી વાસણ, રસાઈ કરવાની તથા જમવાની જગા વગેરેની જરૂરી બધી સગવડ વિદ્યાલયે આપવાની હતી, જેથી રાત્રિèાજન અને અભક્ષ્યભક્ષણના ત્યાગના નિયમ સચવાઈ શકે. એક રીતે વિદ્યાથીએ પેાતે જ રસેાડાની વ્યવસ્થા અને જવાખદારી સંભાળે, એ વિદ્યાલયના વ્યવસ્થાતંત્રમાં નવા ચીલે હતા, પણ અત્યાર સુધી આ વ્યવસ્થા સતાષકારક રીતે ચાલુ રહી છે એ વાત નોંધપાત્ર છે.
અત્યારે ( વિદ્યાલયના ૫૦મા વર્ષે તથા બાવનમા વર્ષીમાં પણ) પૂના-શાખાની સ્થાનિક સમિતિ નીચે જણાવેલ સભ્યાની મનેલી છે —
શ્રી પેાપટલાલ રામચ'≠ શાહ, મત્રી શ્રી ચતુરદાસ મણિલાલ શાહુ શ્રી કાંતિલાલ એમ. પારેખ શ્રી કેશરીમલ જવારમલ લલવાણી શ્રી કાંતિલાલ ગગલભાઈ શ્રી મણિલાલ માણેકચંદ
વડાદરા-શાખા
ગુજરાતનું સુપ્રસિદ્ધ શહેર વડેદરા જેમ જૈન ધર્મનું વિશિષ્ટ સ્થાન છે, તેમ વિદ્યા અને કળાનું પણ નામાંકિત ધામ છે. વળી, એ શહેર વિદ્યાલયના પ્રેરક આચાય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મભૂમિ પણ છે. અનેક કોલેજોથી શાલતી સ્થાનિક યુનિવર્સિટી પણ ત્યાં છે. આ બધાંય તત્ત્વા વહેલામાં વહેલી તકે ત્યાં વિદ્યાલયની શાખાની માગણી કરે એવાં હતાં; પણ ભવિતવ્યતાને યાગ કાંઈક એવા જ હતા કે વડાદરામાં વિદ્યાલયની શાખા સ્થપાતાં લગભગ ચાર દાયકા જેટલે! સમય વીતી ગયા!
6
વડોદરાના કેટલાક ભાવનાશીલ, વિદ્યાપ્રેમી અને સમાજસેવાની ધગશ ધરાવતા ભાઈ એએ, અંગ્રેજો ચાલ્યા જાવ ’ (−કિવટ ઇન્ડિયા)ની ઐતિહાસિક લડતના સને ૧૯૪૨ના વર્ષમાં, બહારગામથી વડાદરા અભ્યાસ માટે આવતા માધ્યમિક શાળા (હાઈસ્કૂલ)ના વિદ્યાથી આની સગવડ માટે વડેાદરામાં, સાડા સેાળ હજાર સમર્ચારસ વાર જેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org