Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૬વિદ્યાલયની શાખાઓ
૭૫ હતું; છતાં એ અંગે તપાસ તો ચાલુ જ હતી. છેવટે એક વર્ષ બાદ, સને ૨૦૧૩૧૪ની સાલમાં, નવરંગપુરામાં, યુનિવર્સિટીની નજીક એક મોટો ૬૫૩૪ સમરસ વારને
પ્લેટ બાવનેક હજાર રૂપિયાના ખર્ચે ખરીદી લેવામાં આવ્યા અને ત્યાં વિદ્યાલય માટે નવું મકાન ઊભું કરવાની તૈયારીઓ થવા લાગી.
પણ ધરતીના દેવના જાગ્યા વગર એને ભગવટો થઈ શકતું નથીઃ અમદાવાદશાખા માટે નવું મકાન ઊભું કરવાની બાબતમાં પણ કંઈક આમ જ બન્યું. ખાસ નવું મકાન ઊભું કરવા માટે જ આ જમીન ખરીદવામાં આવી હતી, પણ અમદાવાદ-શાખાનું ભાવી એના જૂના મકાનમાં જ ચાલુ રહેવાનું હતું, એટલે છેવટે નવી જગ્યાએ નવું મકાન ઊભું કરવાના વિચારને જતો કરવામાં આવ્યો. આ અંગે ૪૮મા રિપોર્ટ (પૃ. ૪) માં સૂચવવામાં આવ્યું છે કે –
“આ [અમદાવાદ ] શાખાના વિદ્યાર્થીગૃહના વિસ્તાર માટે નવરંગપુરામાં ખરીદેલ જમીન પર મકાનના બાંધકામ માટે અગાઉ નિર્ણય લીધો હતો, પરંતુ આ ખરીદેલ જમીન ઉપર ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરી વગેરે અનિવાર્ય કારણોને લીધે નવું બાંધકામ કરવામાં આપણી ધારણાથી સવિશેષ વિલંબ થાય તેમ છે. એટલે શાખાને વિસ્તૃત કરવા માટે પાલડી નાકા પરના સંસ્થાના ચાલુ મકાનમાં નવા બાંધકામ દ્વારા નવા સુધારાવધારા કરી, ત્યાં ૧૨૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે એ રીતે જનાને મૂર્ત સ્વરૂપ આપવાનું નકકી કરવામાં આવ્યું છે.”
આ રીતે વિદ્યાલયને જના મકાનમાં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા તેથી, નવી જમીનને વેચી નાખવામાં આવતાં, જમીનના ભાવમાં સારો એવે વધારો થવાને કારણે, વિદ્યાલયને અમુક પણ ગણનાપાત્ર સારો લાભ થવાનો.
અત્યારે (૫૦મા વર્ષમાં અમદાવાદ-શાખાની સ્થાનિક સમિતિ નીચે મુજબ છે – શ્રી કચરાલાલ નાથાલાલ શાહ, મંત્રી શ્રી હરિલાલ રવચંદ શાહ, મંત્રી ડો. જયંતીલાલ જગજીવનદાસ લેારા શ્રી કનુભાઈ લલ્લુભાઈ મહેતા શ્રી લાલભાઈ લલ્લુભાઈ પરીખ શ્રી ચંદુલાલ ઉમેદચંદ શાહ શ્રી શાંતિલાલ પુંજાભાઈ શાહ (બાવનમા વર્ષમાં પણ આ જ સ્થાનિક સમિતિ છે.) ૧. પચાસમાં વર્ષ બાદ આ જમીનના વેચાણનું કાર્ય પતી ગયું છે. ઉપરાંત, અમદાવાદ
વસ્તાર કરવા માટેના પ્લાન તૈયાર થઈ ગયો છે, અને આ પ્લાન એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી વિદ્યાલયમાં સવાસો વિદ્યાર્થીઓને રાખી શકાય, તેમ જ ધી બેંક ઓફ ઇન્ડિયાને તેમ જ બીજી આફિસોને ભાડે આપીને કાયમી આવક કરી શકાય. આમાં આશરે અગિયાર લાખ રૂપિયા જેટલું ખર્ચ અંદાજવામાં આવ્યું છે, અને આ માટે, ધી બેંક ઓફ ઇન્ડિયા સાથે કરવામાં આવેલ કરાર મુજબ, આઠ લાખ રૂપિયા બેંક પાસેથી લેન તરીકે મળવાના છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org