Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દ: વિદ્યાલયની શાખાઓ
93 : હતો. આ શાખાની દેખરેખ માટે નીચે મુજબ પાંચ સભ્યની સ્થાનિક સમિતિની રચના કરવામાં આવી :–
(૧) શ્રી શાંતિલાલ પૂંજાભાઈ શાહ (મંત્રી) (૨) ડો. સભાગચંદ ભેળાભાઈ શાહ (૩) શ્રી લાલભાઈ ચીમનલાલ શાહ (૪) શ્રી હરિલાલ રવચંદ શાહ (૫) શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ
શ્રી શાંતિલાલ પૂંજાભાઈ શાહે, પોતાને ધંધાને કારણે બહારગામ વધુ રહેવાનું થવાથી, મંત્રી તરીકે રાજીનામું આપવાથી સને ૧૯૪૯-૫૦ (પાંત્રીસમા વર્ષથી વકીલ શ્રી લાલભાઈ ચીમનલાલ શાહની મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. તેઓએ છેક ૧લ્પ૯-૬૦ (પિસ્તાલીસમા વર્ષ) સુધી, દસ વર્ષ લગી, સંસ્થાની કાર્યવાહી ભાવના અને કુશળતાપૂર્વક સંભાળી હતી.
શેઠ શ્રી ભોળાભાઈની આ સખાવત નિમિત્તે એમને અભિનંદન આપવાને એક સમારંભ તા. ૨૪–૧૨–૧૯૪પના રોજ મુંબઈમાં શ્રી ખીમજીભાઈ માંડણ ભુજપુરીઆ ના પ્રમુખપદે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. એ પ્રસંગે પોતાની આભારની લાગણી દર્શાવતાં શ્રી ભેળાભાઈ શેઠે જે મુદ્દાસરનું વક્તવ્ય કર્યું હતું તેમાં તેઓએ જણાવ્યું હતું કે
હું સદ્ભાગ્યે ગરીબીમાં જન્મ્યો અને તેમાંથી જ રસ્તો કાઢવો પડ્યો. મને એમાં થોડીક આર્થિક સફળતા મળી. મેં મારા અંગત અને કૌટુંબિક જીવનમાં એ સફળતાનો ઠીક ઠીક છૂટે હાથે ઉપયોગ કર્યો. પરંતુ મારા મનમાં લાંબા વખતથી એક ડંખ હતો જ કે માણસ કેવળ અંગત અને કૌટુંબિક જીવનમાં જ રચ્યોપચ્યો રહે એ બરાબર નથી.
“મને જેન પરંપરાના ઉપરના ખોખા પ્રત્યે નહીં પણ તેના તાત્વિક વિચાર અને કલ્યાણકારી આચારના સિદ્ધાતો પ્રત્યે બહુમાન છે અને તેમાં થોડોક રસ પણ છે. હું માનું છું કે સામાજિક સુધારણ અને રાષ્ટ્રિયપણાના વિકાસ માટે દરેક પ્રકારના વિદ્યાપ્રચારની સમાજમાં જરૂર છે. હું એ પણ લાંબા વખતથી જાણું છું કે આ દિશામાં જૈન સમાજ માટે ઉચ્ચ પ્રકારની કેળવણી અર્થે
મહાવીર જૈન વિદ્યાલય ' ડીક ઠીક પ્રવૃત્તિ કરી રહ્યું છે. અને મારી ટુંક જાણ પ્રમાણે મને એમ પણ લાગે છે કે જૈન સમાજની ઉચ્ચ કેળવણીને લગતી સંસ્થાઓમાં “મહાવીર જૈન વિદ્યાલય” મોખરે છે.
“વિદ્યાલયનું કામ આજ લગી મુંબઈમાં જ મર્યાદિત હતું અને તે વિદ્યાર્થીઓની સીમાથી આગળ ન હતું, પણ વિદ્યાલય પોતાના કાર્ય પ્રદેશ વિસ્તારવા ઇચ્છતું હતું. તેણે વિદ્યાર્થિનીઓ માટે જોગવાઈ કરવાની પેરવી ક્યારનીએ શરૂ કરી છે. મુંબઈ બહાર પણ વિદ્યાલયની શાખાઓ કાઢવા તે ઈચ્છતું હતું અને તજવીજમાં હતું તે દરમ્યાનમાં શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે વિદ્યાલયનો એ મનોરથ મને કહ્યો અને તે યોજના મને પસંદ આવી.
અમદાવાદ મારું જન્મસ્થાન અને ત્યાં જ મારું મકાન. મારી ઈચ્છા હતી કે આ મકાનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org