Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૭૯
૬ વિદ્યાલયની શાખાઓ
તે વખતે વડેદરા શાખાના વહીવટ માટે નીચે મુજબ સ્થાનિક સમિતિની નિમણુક કરવામાં આવી :
શ્રી નાગકુમાર ના. મકાતી, મંત્રી શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરી શ્રી છગનલાલ લક્ષ્મીચંદ શાહ ઉર્ફે મંગળકાકા શ્રી વાડીલાલ મગનલાલ વૈદ્ય શ્રી લાલભાઈ નંદલાલ વકીલ શ્રી શાંતિલાલ ન્યાલચંદ ગાંધી શ્રી રસિકલાલ દલસુખભાઈ શાહ
શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપના અને પ્રગતિમાં મહત્વનો ફાળો આપનાર શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરીની સેવાની કદરરૂપે એમને વિદ્યાલયના પેટ્રન બનાવવામાં આવ્યા અને એમને વડેદરા શાખામાં એક ટ્રસ્ટ સ્કોલર રાખવાને અધિકાર આપવામાં આવે. ઉપરાંત, એમના ધર્મપત્ની શ્રીમતી શણગારબહેનને કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપક બનાવવામાં આવ્યાં. - શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ હસ્તકની સ્થાવર-જંગમ મિલકત વિદ્યાલયના નામે ચડાવવાના કાયદાને વિધિ ત્રણેક વર્ષમાં પૂરો થયો. અને એને ફેંસલો તા. ૨૮-૮-પ૭ના રેજ વડેદરાના જિલ્લા ન્યાયાધીશ (ડિસ્ટ્રિક્ટ જજ) તરફથી મળી ગયે. તે પછી આ સંસ્થાને વિદ્યાલયની શાખા તરીકે સ્વીકાર કરતાં જે કેટલાંક કામ પૂરાં કરવાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી તે તરફ ધ્યાન આપવામાં આવ્યું. સાથે સાથે પાંસઠ વિદ્યાર્થીઓને રાખવાની સગવડ હતી તે વધારીને સવાસે વિદ્યાથીઓ રાખી શકાય એ રીતે મકાનને વિસ્તૃત કરવાનું પણ નિર્ણય કરવામાં આવ્યું.
લગભગ ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ આલિશાન મકાન તૈયાર થતાં એ મકાનનું તેમ જ શ્રી મંગળભાઈ ઉર્ફે શ્રી છગનલાલ લક્ષ્મીચંદ વડુવાળા સભાગૃહનું, શ્રી ઉમાભાઈ લીલાભાઈ સ્મારક પુસ્તકાલયનું તથા શ્રી મણિબહેન શિવલાલ સત્યવાદી અતિથિગૃહનું ઉદ્ઘાટન તેમ જ શ્રી જમનાદાસ કાળિદાસ ઝવેરીની આરસ-પ્રતિમાનું અનાવરણ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને જૈન સંઘના મુખ્ય અગ્રણી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના વરદ હસ્તે કરાવવાનો ભવ્ય સમારંભ વિ.સં. ૨૦૧૮ના જેઠ સુદિ ૧૩, તા. ૧૬-૬-દરને રવિવાર ના રોજ સવારમાં ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાલય, એના સ્થાપક આચાર્યશ્રી તેમ જ વિદ્યાલયના સંચાલક અંગેની પોતાની હાર્દિક લાગણી દર્શાવતાં શેઠશ્રી કસ્તુરભાઈએ કહ્યું હતું કે –
“ વિદ્યાલય એ એક એવી સંસ્થા છે કે જેના માટે હિંદભરના જેને ભાઈઓ ગૌરવ લઈ શિકે. આ સંસ્થાને સ્થપાયાં ૫૦ વર્ષ થવા આવ્યાં–૪૭ વર્ષ થઈ ગયાં છે. આ સંસ્થાના એકનિષ્ઠ કાર્યકરોએ આ સંસ્થાને એટલી સુંદર રીતે ચલાવી છે કે તે સમસ્ત જેન આલમમાં પ્રથમ પંક્તિની સંસ્થા બની છે. એનો રિપોર્ટ જોતાં આ વાતની ખાતરી થાય છે. સંસ્થાનો લાભ સેંકડો વિદ્યાર્થીઓએ લીધો છે અને સંસ્થાએ સેંકડે ગ્રેજ્યુએટ તૈયાર કર્યા છે. ખુશી થવા જેવી વાત છે કે સેંકડોની સંખ્યામાં આ સંસ્થાનો લાભ લઈ વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રે સારા સ્થાને છે. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org