Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઘૂંટ
વિદ્યાલયની વિકાસકથા
અંતરમાં એવી મમતાની લાગણી જન્માવી છે કે જન સમુદાય હેાંશે હોંશે એને નાની– મેાટી રકમની ભેટ અર્પણ કરવા પ્રેરાતા જ રહે છે. વિદ્યાલયની આવી કામગીરીને કારણે સસ્થા, સંચાલકે અને સમાજ વચ્ચે કેવી એકસૂત્રતા અને સ્નેહની ગાંઠ અંધાઈ હતી તેના ખ્યાલ પાંચમા વર્ષના રિપેાટ' (પૃ. ૧૩)માં છપાયેલ માનદ મંત્રી શ્રી મેાતીચંદ્રભાઈના નિવેદનમાંના લાગણીથી નીતરતા નીચેના માત્ર એક જ વાકચથી આવી શકે એમ છે. શ્રી મેાતીચંદ્રભાઈ કહે છે કે~~
“ અમારા માગવાનેા રિવાજ થઈ પડયો છે અને આપ આપેા છે તે અમારી ખાતરી છે.’
આવી મમતા અને લાગણીને લીધે સારે પ્રસંગે કે કઈ પણ સખાવત કરવી હેાય એવે વખતે અથવા તે કોઈ રકમ વગર વપરાયેલી પડી રહી હૈાય તે તેના સદુપયેાગ કરવાની દૃષ્ટિએ વિદ્યાલયને યાદ કરવામાં આવે છે. આવી આવકારદાયક સ્થિતિના નિર્દેશ કરતાં નવમા વષઁના રિપોર્ટ (પૃ. ૧૫)માં મંત્રીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે—
“ ચાલુ ખાતામાં લગ્નાદિ પ્રસંગે સારી ભેટ મળે છે, પર્યુષણમાં નાની નાની રકમે ભેટ મળે છે, અન્ય પ્રસ ંગેાએ લેાકે! હવે આ સંસ્થાને યાદ કરવા લાગ્યા છે.”
લેાકલાગણીના આવા ઘેાડાક પ્રસંગે જોઈ એ—
વિદ્યાલયના પહેલા જ વર્ષોંની વાત છે. કૉન્ફરન્સનું દસમું અધિવેશન મુંબઈમાં શ્રી ખાલાભાઈ મગનલાલ નાણાવટીના પ્રમુખપદે મળ્યું હતું. પ્રમુખશ્રીનું અહુમાન કરવાના એક મેળાવડો તા. ૨૩-૪-૧૯૧૬ના રોજ વિદ્યાલય અને મુંબઈ માંગરોળ જૈન સભા તરફથી યેાજવામાં આવ્યેા હતેા. સમાર'ભમાં કેળવણીની ખૂબ વાતા થઈ. એથી પ્રભાવિત થઈ ને શેઠ મેાતીલાલ મૂળજીએ એ પ્રસંગે વિદ્યાલયને પાંચસે રૂપિયા આપવાની જાહેરાત કરી.
ખીજા વર્ષમાં એક સગૃહસ્થે, પેાતાનું નામ જાહેર કરવાના ઇન્કાર કરીને, ધામિક અભ્યાસ માટે પાંચસો રૂપિયા આપ્યા.
છઠ્ઠા વર્ષની વાત છે. એક સગૃહસ્થ વિદ્યાલયના કારોબારથી ખૂબ જ રાજી થયા. તેઓએ રૂા. ૨,૫૦૦ જેવી રકમ, પેાતાનુ નામ નહીં આપવાની શરતે, ધાર્મિક ઈનામી ક્’ડ માટે વિદ્યાલયને આપી. એના વ્યાજમાંથી ઇનામેા આપવાની એમની ભાવનાના વિદ્યાલયે સહર્ષ સ્વીકાર કર્યાં.
એક આફ્રિકામાં વસતા જૈન ભાઈ દર વષે વિદ્યાલયને કઈક ને કઈક ભેટ મેાકલતા રહેતા હતા. છઠ્ઠા વર્ષમાં એમણે પુસ્તકાલયને માટે ૬૭૦ રૂપિયા મેાકલ્યા.
દસમા વર્ષમાં એક જૈનેતર ગૃહસ્થ સસ્થા જોવા આવ્યા. સંસ્થાના કારાબાર જોઈ ખૂબ રાજી થયા. પાંચ વર્ષ માટે એમણે વાર્ષિક રૂા. ૧,૫૦૦ આપવાની જાહેરાત કરી.
અગિયારમા વર્ષમાં તા. ૩-૧૦-૧૯૨૫ના રોજ વિદ્યાલયના નવા ભવ્ય આલિશાન મકાનનું ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના હાથે ઉદ્ઘાટન થયું. વિદ્યાલય તા સરસ્વતી મંદિર. ત્યાં કંઈ પણ ભેટ ધર્યાં વગર પાછા કેમ જવાય ? એમણે ભાવનગર રાજ્ય તરફથી દસ વર્ષ માટે વિદ્યાલયને વાર્ષિક રૂા. ૨૫૦ આપવાની જાહેરાત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org