Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૬૭
૫ : અર્થવ્યવસ્થા આવે છે કે કામ કરનારા કરી લેશે. કામ કરનારાઓએ જ કામ કરવાનું છે એ વાત સત્ય છે, પણ એમાં દારૂગોળો પૂરું પાડવાનું કામ પ્રત્યેક વ્યક્તિનું છે. કામ કરનારા વ્યવસ્થા પણ કરે અને માથે દ્રવ્યોપાર્જનની ચિંતા પણ રાખે એ અણુઈચ્છવા જોગ છે. ભવિષ્યમાં કામ કરનાર નીકળવામાં અગવડ ઉત્પન્ન કરે તેવું છે.”
ઉપરાંત, પિોતાની સ્થાવર-જંગમ મિલકતને કારણે સમાજમાં સંસ્થા પૈસાદાર ન ગણાઈ જાય, અને સમાજ એની સ્થિતિ સદ્ધર માની લઈને એની જરૂરિયાત તરફ બેધ્યાન ન બની જાય એ માટે પણ સંસ્થાના ચકર સંચાલકે સમાજ સમક્ષ અવારનવાર વસ્તુસ્થિતિની રજૂઆત કરતા રહીને વધુ સહાયની માગણી કરતા જ રહેતા હતા. જુઓ પાંત્રીસ વર્ષનું અંતર ધરાવતા બે દાખલા :
“એક ગેરસમજુતી ન રહે તે માટે પ્રથમથી ઉલ્લેખ કરી નાખવો યોગ્ય લાગે છે. સંસ્થાને મકાન કરાવી આપ્યું એટલે હવે સંસ્થા સર્વ સાધનસંપન્ન થઈ ગઈ છે એમ ઘણા માની લે છે. સાધવતી થઈ છે એ સાચી વાત છે પણ એના અંતરમાં બીજી વાત વિચારવાની રહે છે તે આપ ખૂબ વિચારશો. સંસ્થાને ભવ્ય મકાન આપે આપ્યું તેમાં ઇતિકર્તવ્યતા થઈ જતી નથી. હવે મકાન સંબંધી પીડા દૂર થઈ છે, પણ એ મકાનને આપણાથી કંઈ ભૈરગેજ મૂકાય નહિ. એના ઉપર જે ખર્ચ થયો છે તેના કરતાં એની કિમત અત્યારના મંદા બજારમાં પણ વધારે થાય છે, એટલે આપનાં નાણાં સલામત છે એમ આપે માનવાનું છે; પણ એ માન્યતા ઉપર સંસ્થા ચાલે નહિ. સર્વ પ્રકારનું દેવું દેતાં હાલ જે રોકડ રકમ રહે છે તેમાંથી સંસ્થા એક વર્ષ ચાલે એટલી જ મૂડી આપણી પાસે છે તે આપને હવે પછી બતાવશું. અત્ર જે ગેરસમજુતી દૂર કરવાની વાત કરી તે આ મુદ્દા પર છે. સંસ્થા સાધનવાળી થઈ છે, પણ ધનવાળી નથી થઈ.” (માનદ મંત્રી શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયા; બારમા વર્ષના રિપોર્ટના નિવેદનમાંથી, પૃ. ૬)
“ વિદ્યાલય માટે સમાજમાં એવી માહિતી ફેલાયેલી છે કે વિદ્યાલય સંપત્તિશાળી સંસ્થા છે. આવી નામના હોવી એ સારી વાત છે. પણ મારે આપને જણાવવું જોઈએ કે આ સંસ્થા એ કોઈ સંપત્તિશાળી સંસ્થા નથી. એની પાસે કોઈ મોટી રકમની મૂડી નથી. દર વરસે બે લાખ ઉપરાંતનું એનું ખર્ચ દેવકરણ મેનશન વગેરે મકાનોના ભાડાની આવકમાંથી તેમ જ જૂના વિદ્યાર્થીઓ તરફથી મળતાં લોન રિફંડના આધારે ચાલે છે. આમ હોવા છતાં સંસ્થાના વિકાસ માટે અમે પૈસાની ચિંતા વધારે કરતા નથી, એ માટે પ્રયત્ન જરૂર કરીએ છીએ. અમારી સાચી મૂડી સમાજની વિદ્યાલય તરફની મમતા છે; અને સમાજના ભરોસે જ અમે અમારું કાર્ય આગળ વધારીએ છીએ. અત્યાર સુધીનો એનો વિકાસ આ રીતે જ થતો રહ્યો છે.” (માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, વડોદરા શાખાના નવા મકાનના ઉદ્દઘાટન પ્રસંગના નિવેદનમાંથી; ૪૭મા વર્ષને રિપોર્ટ, પૃ. ૨૧)
આવી સતત જાગૃતિ અને સમાજ પાસેથી મદદ મેળવતાં રહેવાની ધગશને કારણે વિદ્યાલયને, પોતાની મૂળ કામગીરી ઉપર અસર કરી જાય એવી આર્થિક ભીંસ વેઠવાને વખત એકાદ અપવાદ સિવાય, ક્યારેય નથી આવ્યા.
ભાવનાનાં નીરની સતત વર્ષ લેકલાગણી એ જાહેર સંસ્થાને માટે અમૂલ્ય ભેટરૂપે ગણાય છે, એને પ્રાણ જ બની રહે છે. વિદ્યાલયે પોતાની સમાજ-ઉન્નતિની યશસ્વી કાર્યવાહી દ્વારા જનસમુદાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org