Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રકરણ છઠ્ઠ: વિદ્યાલયની શાખાઓ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના એ જૈન સમાજને માટે વટવૃક્ષની રોપણી જેવી મહત્વની ઘટના હતી. અને, સમાજના સહકાર દ્વારા એન શાખા-પ્રશાખારૂપે વિસ્તાર કરીને, ઉચ્ચ અભ્યાસના ઈચ્છુકોને એની નીચે હેતભર્યો આશ્રય આપવાનું હતું. આ નાની સરખી જ્ઞાનની પરબેથી કઈ વિદ્યાપિપાસુ પા છે ન જાય એ માટે શક્ય તેટલી વધુ સગવડ વિદ્યાલયના સંચાલક અને સમાજે કરી આપવાની હતી. સમાજને માટે તે, ખરી રીતે, પોતાના અંગને જ પરિપુષ્ટ બનાવવા જેવું એ કાર્ય હતું. અને સમયની અનુકૂળતા મુજબ એ કાર્યમાં પ્રગતિ સાધતાં રહેવાનું હતું.
વિદ્યાલયના સંચાલકો અન્ય સ્થાનેમાં વિદ્યાલયની શાખાઓ ખાલીને તેમ જ બીજી અનેક રીતે પણ વિદ્યાલયને વિકાસ સાધવાના કેવા કેવા મરથ સેવતા હતા તે ૩૦મા રિપોર્ટ (પૃ. ૨૪)માં મંત્રીઓના નિવેદનમાંના નીચેના લાગણીથી ઊભરાતા ઉદ્ગારો ઉપરથી પણ સમજી શકાય છે. એ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે –
સંસ્થાનું કામ પ્રગતિમાન છે, ચાલુ છે અને એના કોડ મહાન છે. એને મહાન વિદ્યાપીઠ કરવું છે, એને ઠામ ઠામ શાખા ખોલવી છે, એને સાહિત્ય નવયુગની દૃષ્ટિએ તૈયાર કરવું છે અને શ્રી મહાવીરના વેગવંતા અહિંસા, ત્યાગ અને સંયમના સંદેશા ઘેરે ઘેર પહોંચાડે તેવા સવશાળીઓ ઉત્પન્ન કરવા છે. એની ભાવના ભવ્ય છે, એના આશયો પવિત્ર છે, એના ઉચ્ચ ગ્રાહો આશાવંતા છે. એને તો વગર માગણીએ દ્રવ્યથી ભરી દેવી ઘટે.”
પૂનામાં મહારાષ્ટ્ર યુનિવર્સિટી અને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્થપાતાં એ શહેરમાં વિદ્યાલયની શાખાની જરૂર પડવાની એ વાત વિદ્યાલયના અગમચેતી ધરાવતા કાર્યવાહકના ધ્યાન બહાર ન હતી. આ અંગે ૩૩માં રિપોર્ટ (પૃ. ૬)માં મંત્રીએના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે –
મહારાષ્ટ્ર યુનિવર્સિટીની માગણી કરી અને તે માગણી મંજુર રખાઈ એટલું જ નહીં, પણ એની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને કાર્યની શરૂઆત પણ નજીકના ભવિષ્યમાં જ થશે. ગુજરાત યુનિવર્સિટી માટે પણ પ્રજાની માગણી લાંબા સમયની હતી. એ માટે કમિટી નીમાઈ હતી, અને કમિટિ ચકકસ પ્રશ્નો પર અભિપ્રાય માગી રિપોર્ટ તૈયાર કરી રહી છે, એટલે ભવિષ્યમાં આપણા વિદ્યાર્થીઓને આ બે યુનિવર્સિટીઓ સાથે પણ કામ લેવાનું રહેશે.”
જ્યારે સંસ્થાના સુકાનીઓના અંતરમાં વિદ્યાલયની શાખાઓ ખોલવાની આવી ભાવના ઉદય પામી રહી હતી એ જ અરસામાં જાણે કુદરત પણ એ ભાવનાની કદર કરીને એને સફળ બનાવવા માટે સાનુકૂળતા કરી રહી હતી.
ત્રીસે વર્ષે પેઢી બદલાય એટલે કે નવીન પેઢીને જન્મ થાય એ સામાન્ય નિયમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org