Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૭૨
વિદ્યાલયની વિકાસકથા લાભ વિદ્યાલયને પણ મળી રહે એવી અનુકૂળ સ્થિતિ સર્જાવા લાગીઃ વિદ્યાલયની પહેલી શાખાની સ્થાપના જૈન પુરી અમદાવાદમાં થાય એ અંગેની કેટલીક પ્રાથમિક વિચારણા પછી એ માટે કેટલીક તૈયારી પણ થવા લાગી હતી.
અમદાવાદ-શાખા તે વખતે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્ય (અત્યારે વિદ્યાલયના માનદ મંત્રી) અને જૈન સમાજના જાણીતા કાર્યકર અને ઉદ્યોગપતિ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહને કેટલાક વખતથી એમ લાગ્યા કરતું હતું કે અમદાવાદમાં વિદ્યાલયની શાખા સ્થપાવી જોઈએ. અને આ માટે તેઓ પોતાની રીતે કેટલીક તપાસ પણ કરતા રહેતા હતા. એવામાં કઈક પ્રસંગે તેઓને અમદાવાદનિવાસી અને મુંબઈમાં રહેતા શેઠ શ્રી ભેળાભાઈ જેસીંગભાઈ દલાલ સાથે વિદ્યાલયના સંચાલકોની ભાવના અમદાવાદમાં વિદ્યાલયની શાખા સ્થાપવાની હોવા અંગે વાતચીત થઈ ત્યાર પછી શ્રી ચંદુભાઈના વિશેષ પ્રયાસથી શેઠ શ્રી ભેળાભાઈના મનમાં એ વિચાર વધાવી લેવાની ભાવના જાગી. અને અમદાવાદમાંના “નિર્મળ નિવાસ નામના પોતાના ૭૩૮૧ સમચોરસ વાર જેટલી વિશાળ જમીન ઉપર બાંધેલ બંગલાને ઉપગ વિદ્યાલયની શાખા માટે થઈ શકે એ રીતે એની સખાવત કરવાને એમણે વિચાર કર્યો.
આ અંગે વિદ્યાલયના સંચાલકો સાથે વિગતવાર વિચારવિનિમય કર્યા બાદ છેવટે મજકુરે બંગલાની કિંમત ત્રણ લાખ રૂપિયા નક્કી કરીને એમ ઠરાવવામાં આવ્યું કે વિદ્યાલય ત્રણ લાખ રૂપિયામાં જમીન સાથેને એ બંગલો ખરીદી લે; અને એ ત્રણ લાખની રકમમાંથી એક લાખ રૂપિયા શેઠ શ્રી ભેળાભાઈ એ વિદ્યાલયને આપવા. એના બદલામાં એ મકાનમાં વિદ્યાલયની અમદાવાદ-શાખા ચાલુ કરીને એમાં વિદ્યાલયના નામની સાથે “શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાર્થીગૃહ” એ પ્રમાણે નામ જોડવું, શ્રી ભેળાભાઈ શેઠનું નામ પિટ્રની યાદીમાં ઉમેરવું, એમને એમના નામથી અમદાવાદ-શાખામાં એક ટ્રસ્ટસ્કૉલર નીમવાનો અધિકાર આપો. આ મુખ્ય શરતોનો વિદ્યાલયની સામાન્ય સમિતિએ તા. ૨૨-૭–૧૯૪૫ના રોજ સ્વીકાર કર્યો અને એ રીતે વિદ્યાલયની અમદાવાદ-શાખાની સ્થાપનાની પૂર્વભૂમિકા તૈયાર થઈ - આ પછી અમદાવાદ-શાખાનું વિદ્યાર્થીગૃહ શરૂ કરી શકાય એ માટેની જરૂરી સાધન સામગ્રીની સગવડ પૂરી થયા પછી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજે કાઢી આપેલ મુહૂર્ત પ્રમાણે, વિ. સં. ૨૦૦૨ના જેઠ સુદિ ૧૦ ને રવિવાર, તા. ૯-૬-૧૯૪૬ના રોજ કુંભસ્થાપન કરીને તથા પૂજા ભણાવીને ૪૪ વિદ્યાથીઓથી આ શાખાની શુભ શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકલ્યાણસૂરિજી, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસૂરસૂરિજી તથા પૂજ્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિ મુનિવરોએ પધારી આ પ્રસંગને ભાળ્યો
જ અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે બાકીના બે લાખ રૂપિયા શેઠ શ્રી ભોળાભાઈએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાને ( ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ) “શેઠ બોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન ” સ્થાપવા માટે આપી દીધા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org