Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫ અર્થવ્યવસ્થા તરીકે પણ નામના મેળવી છે. આ સંસ્થા વિદ્યાલયની આર્થિક જવાબદારી પૂરી કરવામાં સમયે સમયે નોંધપાત્ર કામગીરી બજાવતી રહે છે એટલે એને નિર્દેશ આ સ્થાને જ કરી લેવો પ્રસંગ પ્રાપ્ત છે.
આ સંસ્થા વિદ્યાલયને આર્થિક સહાય મેળવી આપવા માટે પોતાથી બનતો પ્રયત્ન અવારનવાર કરતી જ રહે છે. આમાં બે પ્રસંગે ખાસ બેંધપાત્ર છે: (૧) સને ૧૯૫૨માં વિદ્યાલયના પ્રાણ સમા સદૂગત શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા પ્રત્યેની પિતાની ભક્તિ, આભાર અને બહુમાનની લાગણી વ્યક્ત કરવા માટે યુનિયનના સભ્યોએ (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ) ફાળો એકત્ર કરીને “ઓલ્ડ બોઝ યુનિયન મોતીચંદ કાપડિયા ટ્રસ્ટ” રચીને વિદ્યાલયને કાયમને માટે એમના સ્મરણરૂપે એક ટ્રસ્ટ સ્કૉલર આપેલ છે. (૨) ૧૯૬૦માં, આ સંસ્થાએ ચેરિટી શું રાખીને પેટ્રને, સભ્યો અને સહાયક સભ્ય નોંધીને તેમ જ ટિકિટના વેચાણ તેમ જ જાહેરાતો વગેરે દ્વારા વિદ્યાલયને રૂા. ૧,૩૮,૩૫૪ જેવી સારી રકમ મેળવી આપી હતી. આ સંસ્થાએ સને ૧૯૬૪માં પિતાને રજત મહોત્સવ ઊજવ્યો હતો અને વિદ્યાલયના સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં પણ એ પોતાને નકકર ફાળો બે રીતે આપી રહેલ છેઃ (૧) સુવર્ણ મહોત્સવ-નિધિ એકત્ર કરવા માટે એના સભ્યો દિલ દઈને પ્રયત્ન કરી રહ્યા છે. અને (૨) વિદ્યાલયના બધા જૂના વિદ્યાથીઓની માહિતી પૂર્ણ ડિરેકટરી તૈયાર કરવાનું મોટું કામ એણે હાથ ધર્યું છે. આનું પ્રકાશન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે થવાનું છે.
માતાને માટે પુત્રોની જેમ, પિતાને આંગણે તૈયાર થયેલ વિદ્યાર્થીઓ પણ, સમાજ અને શ્રીસંઘની જેમ, વિદ્યાલયનું મોટું અને કાયમનું બળ છે, એમ કહેવું જોઈએ. આવું યુનિયન રચાયું અને એ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે, એ બીના પણ વિદ્યાલય અને વિદ્યાર્થીઓ વચ્ચે જે મમતાના મજબૂત તાણાવાણુ રચાઈ જાય છે તેની સૂચક બની રહે એવી છે. આ યુનિયન અંગે વિદ્યાલયના ૪૩માં રિપોર્ટ (પૃ. ૧૬)માં ઠીક જ કહેવામાં આવ્યું છે કે
દિન પ્રતિદિન શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું ક્ષેત્ર વિસ્તૃત બનતું જાય છે અને અત્યાર સુધીમાં કેટલાય વિદ્યાર્થીઓ તેને લાભ પામ્યા છે. લાભ લઈ છૂટા થયેલ વિદ્યાર્થીઓને સંસ્થા સાથે સતત સંપર્ક રહે એ સંસ્થા તેમજ સમાજની વિશેષ પ્રગતિ માટે આવશ્યક છે. એવી જ કંઈ ભાવનામાંથી
ઓલ્ડ બોયઝ યુનિયન નો સને ૧૯૨૮માં જન્મ થયો અને એ રીતે વિચારતાં આ યુનિયન સંસ્થાની પ્રગતિનું પ્રશંસનીય પ્રતીક છે.”
આ યુનિયને પોતાનું ચોક્કસ બંધારણ ઘડી, વિકાસશીલ સભ્યપદ્ધતિ છે, વહીવટ માટે વ્યવસ્થાપક સમિતિની વારંવાર ચૂંટણી કરી, “શ્રી મોતીચંદ કાપડિયા ટ્રસ્ટ સ્કોલર’ની જવાબદારી સ્વીકારી અને એવી બીજી પ્રવૃત્તિઓ દ્વારા સારી એવી પ્રગતિ સાધી છે અને તે પોતાની માતૃસંસ્થા, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમ જ સમાજને ઉપયોગી થવાની અભિલાષાઓ સેવી રહેલ છે.
મંડળના આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે બીજી બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી આ યુનિયને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓમાં સારી કપ્રિયતા મેળવી છે. અનુકૂળતા મુજબ પર્યટન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org