Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા વિક્ષેપ ન આવે એ દષ્ટિએ, રાજીનામું આપ્યું હતું. રાજીનામાના પત્રમાં પણ વિદ્યાલય પ્રત્યેની લાગણી દર્શાવતાં એમણે લખ્યું હતું કે “હું મૅનેજિંગ કમિટીની ચર્ચામાં ભાગ લઈશ. માત્ર રાજીનામું અત્યારની મારી તબિયતને અંગે અને સામાન્ય સગવડ માટે છે. વિદ્યાલય તરફ મારી લાગણી પૂરતી છે.”
શ્રી દેવકરણ શેઠે પણ એકધાશે તેર વર્ષ સુધી વિદ્યાલયનું ખજાનચીપદ સાચા અર્થમાં સંભાળીને : ક્યારેય એના ખજાને ખોટ આવવા દીધી ન હતી. એમણે પણ, પિતાની નાદુરસ્ત તબિયતને કારણે, વિદ્યાલયના કારેબારમાં ખામી ન આવે એ દષ્ટિએ જ, પિતાના હોદ્દાનું રાજીનામું આપ્યું હતું.
અડતાલીસમા વર્ષથી બેને બદલે ત્રણ માનદ મંત્રીઓની વરણી કરવાને સુધારે સંસ્થાના બંધારણમાં કરવામાં આવ્યો. શાખાઓના વધારાને લીધે વધી રહેલ સંસ્થાની કામગીરીને પહોંચી વળવા માટે આમ કરવું જરૂરી હતું.
૫૦ વર્ષ દરમ્યાન સંસ્થાના માનદ મંત્રી, ખજાનચી તેમ જ ટ્રસ્ટી તરીકેનો હોદો સંભાળનાર કાર્યકરોની નીચે આપેલી નામાવલી જોતાં આ પદ કેવી કેવી વ્યક્તિઓ શોભાવી ગઈ છે તેમ જ અત્યારે ભાવી રહી છે અને તેમ જ આવી પદધારી વ્યક્તિઓની વારે વારે ફેરબદલી કરવાને બદલે એમને સ્વસ્થ અને સ્થિરપણે લાંબા સમય સુધી પિતાની ફરજ બજાવવાની કેવી તક આપવામાં આવે છે એનો પણ ખ્યાલ આવી શકશે. વળી, કેટલાક પ્રસંગમાં તો સંસ્થાના જૂના વિદ્યાથીઓ આ પદે નિયુક્ત થયા છે એ પણ જાણી શકાશેઃ
માનદ મંત્રીઓ (૧) શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયા (તા. ૧૫-૭–૧૯૪૭થી તા. ૧૦-૭–૧૯૪૯) (૨) શ્રી વીરાં પાનાચંદ શાહ (તા. ૧૫-૧૧-૩૧ થી તા. ૧૮-૫-૩૪) (૩) શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી (તા. ૧૯--૩૪ થી તા. ૧૭–૧૧–૩૪) (૪) શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી (તા. ૧૮-૧૧-૩૪ થી તા. ૭-૮-૬૨) (૫) શ્રી હીરાલાલ મંછાચંદ શાહ (તા. ૧૦-૭-૪૯ થી તા. ૨૦-૯-૫૨ ) (૬) શ્રી રતિલાલ ચિમનલાલ કોઠારી (તા. ૨૧–૯–પર થી તા. ૧૯-૯-પ૩) * (૭) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (તા. ૨૦-૯-૫૩ થી ચાલુ) (૮) શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (તા. ૧૪-૧૦-૬૨ થી ચાલુ) (૯) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ (તા. ૬-૧૦-૬૩ થી ચાલુ)
વચગાળાના માનદ મંત્રીઓ (૧) શ્રી કમલભાઈ ભૂદરદાસ વકીલ (તા. ૮-૬–૨૬ થી તા. ૧૪-૧૦-૨૬) ) શ્રી મકનજી જેઠાભાઈ મહેતા (તા. ૨૩-૧-૩૨ થી તા. ૨-૧૧-૩૩) ) શ્રી નાનચંદ કસ્તુરચંદ મેદી (તા. ૨૩-૧-૩૨ થી તા. ૨-૧૧-૩૩) (૪) શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ (તા. ૨૩-૨-૩૪ થી તા. ૧૮-૫-૩૪)
ખજાનચી (૧) શ્રી દેવકરણ મૂળજી (તા. ૧૫-૭-૧૭ થી તા. ૧૨-૩-૨૯) (૨) શ્રી ગોવિંદજી ખુશાલ (તા. ૧૩-૩-૨૯ થી તા. ૧૯-૭–૩૧)
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org