Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા અમૃતસરથી લખાયેલા પત્રમાંના નીચેના લાગણીભીના ઉદ્દગારોથી પણ જાણી શકાય છે. તેઓ કહે છે –
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના અંગે જૈન સમાજમાં કેટલી જાગૃતિ આવી છે તેમ તેના દરવર્ષના રિપોર્ટ ઉપરથી માલુમ પડી આવે છે. જે દિવસથી આ સંસ્થાએ જન્મ લીધો છે, હમેશાં એની જોઈતી સાર સંભાળ લેવામાં આવી હોત તો આજે આ સંસ્થાનું કેઈ અપૂર્વ જ રૂ૫ નીકળી આવ્યું હતું પણ કમનસીબે તેમ બની શકયું નહીં. માટે સમાજને પ્રેરણા કરી તે તરફ સમાજની લાગણી દોરવવાની ખાસ જરૂર છે. વળી સંસ્થાને મદદ આપનારા મેંબરેની દશ વર્ષ સુધીની બેલી છે તે સમય પણ નજીકમાં આવતો જાય છે, તો તે પહેલાં પ્રેરક તરીકે ઉપદેશ દ્વારા સમાજની સેવા બની આવે તો જૈન સમાજને ઉન્નતિના પાયા ઉપર પહોંચાડનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સંસ્થા મજબૂત થઈ જાય.” (નવમે રિપોર્ટ, ટાઈટલ)
આ રીતે શ્રમણ સમુદાય અને શ્રાવક-સમુદાય બને, સંસ્થાની આર્થિક તથા બીજી જરૂરિયાતને પૂરી કરવા માટે તથા એની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એ માટે પણ, સતત જાગૃત અને પ્રયત્નશીલ હતા, એટલે સંસ્થાને ક્યારેય આર્થિક મુશ્કેલીમાં મુકાવાને કે આર્થિક સગવડના અભાવે વિદ્યાલયના કાર્યને રોકી રાખવાને અવસર આવ્યું નથી; કાર્યને અનુરૂપ પૈસા શ્રીસંઘ તરફથી સંસ્થાને હમેશાં મળતા જ રહ્યા છે.
આમ છતાં વધારે પડતા આત્મવિશ્વાસ કે સમાજ ઉપરના વિશ્વાસને લીધે ખોટું સાહસ ખેડાઈ ન જાય અને સંસ્થા માટી આર્થિક જવાબદારીમાં ન અટવાઈ જાય એ માટે પણ સંસ્થાના સંચાલકે પૂરેપૂરા જાગ્રત હતા, અને વ્યવહારુ દીર્ધદષ્ટિ ધરાવતા હતા. સને ૧૯૩૨-૩૩ના વર્ષમાં—અઢારમા વર્ષમાં–સંસ્થા રોલાવવામાં વધારે પડતી આર્થિક મુશ્કેલી લાગી તો એને પાર ઊતરવાને ઉપાય હાથ ધરતાં એમને માન કે પ્રતિષ્ઠાનો વિચાર રોકી ન શક્યો; અને એમણે એક વર્ષ માટે લોન વિદ્યાથીઓ લેવાનું બંધ રાખ્યું. આ માટે ૧૮મા વર્ષના રિપોર્ટ (પૃ. ૭)માં કહેવામાં આવ્યું છે કે –
(તા. ૨૩-૪-૩૩ના રોજ કેરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સમિતિની અસાધારણ) બેઠક તા. ૩૦-૪-૩૩ના રોજ શ્રી ગેડીજી મહારાજની ચાલમાં બોલાવવામાં આવી હતી, અને માંગરોળ જૈન સભાના હોલમાં મળી હતી તે વખતે શ્રીયુત મકનજી જે. મહેતા બેરીસ્ટરના પ્રમુખપણું નીચે, નીચે પ્રમાણેના ઠરાવ સર્વાનુમતે પાસ થયા હતા :
(૧) આ સંસ્થાના ધારાધોરણની કલમ ૮૮માં લેન અને પિઈગ વિદ્યાર્થીઓની સંખ્યાનું જે પ્રમાણ મુકરર કરવામાં આવ્યું છે તે પ્રમાણેનો અમલ કરવાનું આવતા વર્ષે એટલે કે સને ૧૯૩૩-૩૪ના વર્ષ દરમ્યાન બંધ રાખવું.
(૨) સંસ્થામાં રહેતા લોન વિદ્યાર્થીઓ પાસેથી કૅલેજ ફી તથા પુસ્તકોના સંબંધમાં જેટલી રાહત તેઓ આપી શકે તેટલી મેળવવાનો પ્રયત્ન કરવાનું મંત્રીઓને સૂચવવામાં આવે છે. અને તે બાબતમાં વિદ્યાર્થીઓ સાથે થયેલ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાની તેઓને સત્તા આપવામાં આવે છે.
ઉપરના ઠરાવો લક્ષમાં રાખીને સને ૧૯૩૩ની સાલના જુનથી એક વર્ષને માટે લેન | # આ પત્રમાં આગળપાછળ કેટલોક ભાગ “મકાન' નામે ત્રીજા પ્રકરણમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org