Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા પણું જ્યાં આપ-લેની રકમને આંકડે લાખની રકમ ઉપર પહોંચ્યું હોય અને લેનને લાભ લેનારાઓ પણ સેંકડોની સંખ્યામાં હોય ત્યાં આવું બનવાનું જ. આમ છતાં લેન રિફંડનું કામ એકંદર સંતોષ કારક કહી શકાય એ રીતે ચાલી રહ્યું છે, એટલું પણ સ્વીકારવું જોઈએ.
વિદ્યાલયે પચાસ વર્ષ દરમ્યાન કુલ રૂા. ૨૯,૮૮,૪૮૬-૪૮ લેન તરીકે આપ્યા છે, અને બીજા જ વર્ષથી શરૂ થઈને તે પચાસમા વર્ષ સુધીમાં કુલ રૂા. ૧૬,૧૪,૧૮૬–૩૨ પાછા મળ્યા છે. અને રૂા. ૧૩,૭૪,૩૦૦–૧૬ની લેન બાકી છે. પચાસમા વર્ષનું લેન રિફડ રૂા. ૧,૧૮,૪૨૮-૮૭ જેટલું થયું છે. આ અંગેની વિશેષ વિગત આ પ્રમાણે છે: ૭૩૭ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂા. ૧૬,૮૫,૧૪૫-૦૨ની સહાય આપવામાં આવી, જેમાંથી ૪૫૧ વિદ્યાથીઓએ લોન ચૂકતે કરતાં ૨૮૬ વિદ્યાથીઓ પાસે રૂા. ૫,૭૭,૮૮૪–૭૩ બાકી રહે છે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું કુલ રિફંડ રૂ. ૧૧,૦૭,૨૬૦–૨૯ છે. એવી જ રીતે અધૂરા અભ્યાસે છૂટા થયેલ ૮૨૭ વિદ્યાથીઓને કુલ લેન રૂા. ૯,૪૭,૪૯–૧૭ આપવામાં આવી, રૂા. ૪,૧૧,૧૨૭–૩૭ રિફંડ મળતાં ૪૭૩ વિદ્યાર્થીઓ પાસે રૂા. ૫,૩૬,૩૭૧-૮૦ બાકી રહે છે. ઉપરાંત, ચાલુ વિદ્યાર્થીઓ પાસે રૂા. ૨,૬૦,૦૪૩-૬૩ની લેન બાકી રહે છે. આમ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ પાસે રૂા. ૫,૭૭,૮૮૪–૭૩, અધૂરા અભ્યાસે છૂટા થનાર વિદ્યાથીઓ પાસે રૂા. ૫,૩૬,૩૭૧-૮૦ તથા ચાલુ વિઘાથીઓ પાસે રૂા. ૨,૬૦,૦૪૩-૬૩ મળીને કુલ રૂા. ૧૩,૭૪,૩૦૦-૧૬ જેટલી રકમ ૫૦મા વર્ષને અંતે વિદ્યાથીઓ પાસે લેણી રહે છે. આ ઉપરથી જોઈ શકાશે કે વિદ્યાલયના ખર્ચના બજેટને પહોંચી વળવા માટે જેમ દેવકરણ મેન્શનની એક લાખ જેટલી રકમનો મહત્ત્વને હિસ્સો છે, એ જ રીતે લોન રિફંડની રકમને પણ ઘણું મહત્ત્વનો હિસ્સો છે. વળી, જેમ વિદ્યાલયની જુદી જુદી શાખાઓ સ્થપાવાથી તેમ જ ખર્ચને આંક ઊંચો જવાને કારણે લેનની રકમમાં વધારો થતો જવાને છે, તેમ એના ફિડની રકમમાં પણ સમય જતાં વધારે થત રહેવાને છે, એ બીને લેન રિફંડના વર્ષવાર આંકડાઓ ઉપરથી દેખાઈ આવે છે.
૧. બાવનમાં વર્ષના રિપોર્ટ ઉપરથી જાણી શકાય છે કે તા. ૩૧-૫-૧૯૬૭ સુધીમાં રૂ. ૩૩,૪૩,૮૦૮-૮૬ જેટલી લોન આપવામાં આવેલ છે, તેમાંથી રૂા. ૧૮,૪૯,૦૮૦-૧૬ જેટલું રિફંડ આવેલ છે; રૂા. ૧૪,૯૪,૭૨૮-૭૦ની લેન બાકી રહે છે; અને બાવનમાં વર્ષ દરમ્યાન રૂા. ૧,૧૩,૫૦–૧૩ રીફંડ આવેલ છે. આની વિશેષ વિગતો આ પ્રમાણે છે: ૮૧૪ સ્નાતક વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. ૧૮,૯૭,૮૮૬-૧૬ની સહાય આપવામાં આવી, જેમાંથી ૫૦૦ વિદ્યાર્થીઓએ લોન ચૂકતે કરતાં ૩૦૫ વિદ્યાર્થીઓ પાસે રૂા. ૬,૬૩,૭૮૬–૯૨ બાકી રહે છે. સ્નાતક વિદ્યાર્થીઓનું કુલ રિફંડ રૂા. ૧૨,૩૪,૦૯૮-૬૪ છે. એ જ રીતે અધૂરા અભ્યાસે છૂટા થયેલ ૯૦૧ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં રૂા. ૧૦,૪૮,૩૫૫-૬૨ની સહાય આપવામાં આવી. તેમાંથી ૪૧૪ વિદ્યાથીઓએ લોન ચૂકતે કરતાં ૪૮૭ વિદ્યાર્થીઓ પાસે રૂ. ૫,૬૭,૭૨૨-૧૧ બાકી રહે છે. ઉપરાંત, ચાલું વિદ્યાર્થીઓ પાસે રૂ. ૨,૬૩,૨૧૯-૬૭ની લોન બાકી રહે છે. આમ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ પાસે રૂા. ૬,૬૩,૭૮૬-૯૨, અધૂરા અભ્યાસે છૂટા થનાર વિદ્યાર્થીઓ પાસે રૂ. ૫,૬૭,૭૨૨-૧૧ તથા ચાલુ વિદ્યાર્થીઓ પાસે રૂ. ૨,૪૩,૨૧૯-૬૭ મળીને કુલ રૂા. ૧૪,૯૪,૭૨૮-૭૦ જેટલી રકમ બાવનમા વર્ષને અંતે વિદ્યાથી એ પાસે લેણી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org