Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા લેવાની તંદુરસ્ત પ્રણાલી પહેલેથી જ પાડવામાં આવી છે. આને લીધે બે લાભ થયા છે. ક્યારેક કોઈક બાબતમાં સભ્ય ભિન્ન ભિન્ન મત ધરાવતા હોય, અને મતગણતરી કરવાની ફરજ પડી હોય તોપણ છેવટે બહુમતીથી કરવામાં આવેલ નિર્ણયને સૌ ખેલદિલી દાખવીને સર્વાનુમતે કરેલા નિર્ણયની જેમ વધાવી લે છે અને એ અંગેના વાદાવાદથી દૂર રહીને એના અમલમાં પૂર્ણ સહકાર આપે છે. આથી બીજે લાભ એ થયે છે કે સમાજમાં કે જેમાં અંદરોઅંદર વિદ્યાલય અંગે બિનજરૂરી અને હાનિકારક વાદ-વિવાદ ઊભું થતું અટકી જાય છે અને સંસ્થાનું કામ સુવ્યવસ્થિત રીતે ચાલતું રહે છે.
વિદ્યાલયના સંચાલકે સંસ્થાના સંચાલનમાં નવા નવા કાર્યકરોને આવકારવા કેટલા ખુશી અને ઉત્સુક હતા તે રિપોર્ટમાંની નીચેની નોંધ ઉપરથી પણ જાણી શકાય છે –
એક હકીક્ત ઉપર આપનું ધ્યાન ખેંચવાનું મન થઈ આવે છે. આપે નવા નવા બંધુઓને કામ કરવાની જરૂર તક આપવી ઘટે. વ્યવસ્થાપક સમિતિ અને એપેદારોમાંથી થોડા થોડા બદલાયા કરે તો અનેકને કામ કરવામાં રસ રહે અને સંસ્થાની દઢતા કાયમ થતી જાય. નવીન બુદ્ધિ સંસ્કારનો સંસ્થાને લાભ મળે અને સંસ્થા વધારે નિચળ થાય. વળી અમુક માણસ તો અમુક સ્થાન પર હેવી જ જોઈએ એ ખોટો ખ્યાલ છે અને પ્રાગતિક યુગને તથા સાદી સમજને અપમાન કરનાર છે. અત્યારે તો જેમ બને તેમ નવીન ભાવનાને પોષવાની જરૂર છે અને “વહેતાં પાણી નિર્મળાં ”ને સિદ્ધાંત સ્વીકારવા ચોગ્ય છે. સંસ્થાની વ્યવસ્થામાં અમુક માણસ હોય તો જ સંસ્થા ચાલે એ હકીકત ઘણી ગેરવ્યાજબી છે, અને એવો ખ્યાલ હોય તો તે સંસ્થાના હિત નાખવા યોગ્ય છે. આપણો તો આણંદ કલ્યાણી સંધ છે અને “બહુરત્ના વસુંધરા'ને આપણને માન્ય છે. મુદ્દામ કારણસર આ ઉલ્લેખ આપની સમક્ષ કર્યો છે, તેનું રહસ્ય લક્ષ્યમાં લઈ તદ્યોગ્ય નિરાકરણ કરશો એટલી આશા અને પ્રાર્થના છે.” (વીસમો રિપોર્ટ, પૃ. ૨૪-૨૫)
જેને પડી હોય તે ભોગવે એવો ખ્યાલ થાય એ બહુ કષ્ટકર છે. અત્યારે આપણે કેટલીક સંસ્થાઓ પડી ભાંગી છે અથવા મૃતપ્રાય સ્થિતિમાં દેખાય છે તે આવા દુર્લક્ષ્યનું પરિણામ છે. જેના દેખરેખ રાખનારા જાગૃત હોય, તેના કાર્ય કરનારાઓએ બહુ સાવચેત રહેવું પડે છે અને એ જાગૃતિને પરિણામે જ વગર પ્રયત્ન સીધા માર્ગ પર ગાડું ચાલે છે, પણ માથે પૂછનારનો અભાવ હોય અથવા સેવકવૃત્તિને બદલે શેઠવૃત્તિ થઈ જતી હોય ત્યાં પરિણામે ગેટ વળે છે.” (આઠમો રિપોર્ટ, પૃ. ૧૬)
વળી, વિદ્યાલયને વહીવટ ચેખે રહે એ માટે સંસ્થાના સંચાલક ઝીણી ઝીણી બાબતમાં તેમ જ પોતાની ખામીઓ અંગે કેવા સભાન હતા તે માટે નીચેની ને જુઓ –
કેટલીક વાર અમુક સંસ્થા પર રાગ હેય તેથી તેની ત્રુટિઓ કાર્યવાહકોના લક્ષ્યમાં ન આવે એ પણ બનવા જોગ છે. તેથી સર્વ વિદ્યાપ્રગતિના ઇચ્છનારા બંધુઓ આ સંસ્થાની ભેટ લઈ આંતર વ્યવસ્થાનો અભ્યાસ કરી સૂચનાઓ કરશે એવી ખાસ વિજ્ઞપ્તિ છે.” (છઠ્ઠો રિપોર્ટ, પૃ. ૧૩)
સંસ્થામાં અનેક પ્રકારની ત્રુટિઓ હશે, હવાને સંભવ છે, સંપૂર્ણતાને દાવો કરવો એ પણ ધૃષ્ટતા છે, પણ પ્રેમભાવે સૂચના કરવાથી કાર્યસિદ્ધિ થાય છે અને આવી સંસ્થાઓને તો લેકમત ઉપર જ જીવવાનું હોવાથી ગેરવાજબી રીતે તેના પાયા હચમચતા નથી. કોઈ કોઈ વાર આવી અવ્યવસ્થિત રીકા લક્ષ્ય પર આવે છે તેથી આ પ્રસંગે તે બાબતસર જરા ઉલ્લેખ કરે ગ્ય ધાર્યો છે.” (આઠમો રિપોર્ટ, પૃ. ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org