Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨ : બંધારણ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ ફંડ સમિતિ (૬) શ્રી ખેડા જૈન વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ લોન સ્કોલરશિપ ફંડ સમિતિ (૭) બિલ્ડિંગ સમિતિ (૮) નાણાકીય વ્યવસ્થા સમિતિ (૯) કન્યા છાત્રાલય સમિતિ (૧૦) વિદ્યાર્થીગૃહ સમિતિ (નોંધ : દરેક વિદ્યાર્થીગૃહ માટે જુદી સમિતિ નિમાશે.)
આ ઉપરાંત જરૂર પડયેથી બીજી ઉપસમિતિ વ્યવસ્થાપક સમિતિ નીમી શકશે.
વિદ્યાલયની સ્થાપનાનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સહાયભૂત થવાને છે; એટલે કઈ પણ કાબેલ અને હોંશિયાર વિદ્યાથીને આર્થિક સગવડને અભાવે અભ્યાસમાં આગળ વધતાં અટકી જવું ન પડે એની બને તેટલી વધુ તકેદારી સંસ્થાના બંધારણમાં રાખવામાં આવી છે, તે નીચેની કલમ ઉપરથી જોઈ શકાશે –
વિદ્યાથીઓ - ૬૧. દાખલ કરવા યોગ્ય વિદ્યાથીઓઃ કેઈ પણ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિદ્યાર્થી કે જેણે ભારતીય યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન અથવા સેકંડરી સ્કૂલ સર્ટિફિકેટ અથવા સમાન કક્ષાની પરીક્ષા પસાર કરી હશે અને જે પોતાનો અભ્યાસ આસ, વ્યાપારી, હુરઉદ્યોગ શિક્ષણ, વિજ્ઞાન, ડાકટરી, વૈદ્યકીય, ઇજનેરી, આર્કિટેકચર, ખેતીવાડી, પ્રાણવૈદક તથા સોશિયોલેજની લાઈનમાં કરવા ઈચ્છતો હશે તેને આ સંસ્થામાં યોગ્યતા જોઈ વ્યવસ્થાપક સમિતિ દાખલ કરશે.
ઉપરાંત, બીજી કોઈ પણ યોજના અનુસાર દાખલ કરવાના વિદ્યાર્થીઓને તે યોજના અનુસાર યોગ્યતાં જોઈ વ્યવસ્થાપક સમિતિ દાખલ કરશે.
૬૩. વિદ્યાથીઓના પ્રકાર તથા વગીકરણનું ધોરણ વિદ્યાર્થીઓ પાંચ પ્રકારના રહેશે : લેન, હાફપેઈંગ, પેઇંગ, ટ્રસ્ટ અને અન્ય વિદ્યાર્થીઓ. જેની આર્થિક સ્થિતિ સારી હશે તેને પેઈગ અને મધ્યમ હશે તેને હાફપેઈગ તરીકે લેવામાં આવશે. જેની આર્થિક સ્થિતિ નબળી હશે તે લેન તરીકે લેવામાં આવશે. જે
૬૫. લેન વિદ્યાથીઓ : લોન વિદ્યાર્થીઓને સામાન્ય સગવડે ઉપરાંત વિશેષ સગવડ એટલે કોલેજ ફી અને પરીક્ષાની ફી આપવામાં આવશે. લેન વિદ્યાર્થીઓએ દર વર્ષ (૧) સામાન્ય સગવડ માટે કલમ ૬૪ અનુસાર વાર્ષિક રકમ, તથા (૨) કોલેજ ફી, પરીક્ષા ફી, તથા (૩) કલમ ૭૧ અને ૮૮ અનુસાર જે ખર્ચ થાય તે રકમ પાછી વાળવાનું કરારનામું કરી આપવું પડશે. બહારગામ અભ્યાસ કરનાર વિદ્યાર્થીને જેટલી રકમ આપવામાં આવશે તેટલી રકમ પાછી વાળવાનું કરારનામું તેણે કરી આપવું પડશે.'
૬૬. હાફ પેઇંગ વિદ્યાથીઓ ઃ હાઈગ વિદ્યાર્થીઓને લેન વિદ્યાર્થીઓની માફક વિશેષ સગવડ આપવામાં આવશે અને તેમણે કલમ ૬૫ (૧) (૨) (૩) અનુસાર ખર્ચ થાય તેની અરધી રકમ દરેક સત્રની શરૂઆતમાં રેકડી આપવી પડશે. અને તે રકમ પાછી વાળવાનું કરારનામું કરી આપવું પડશે.
૧. વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓના ફી અને પગ એવા બે જ વર્ગ પાડવામાં આવ્યા હતા.
૨. હાફ પેઈગ વિદ્યાર્થી પાસેથી અત્યારે વાર્ષિક રૂ. ૩૫૦) (એક સત્રના રૂા. ૧૭૫) લઈને એમને લોન વિદ્યાર્થીઓ જેટલી બધી સગવડ આપવામાં આવે છે, અને એમણે ભરેલી રક્સ ઉપરાંતના ખર્ચની રકમ લોન તરીકે ગણીને એ માટેનું એમની પાસે બડ લખાવી લેવામાં આવે છે.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org