Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા ( ૮૬, લોન માટે અપવાદ: ધર્મ, દેશ, સમાજ કે વિદ્યાલય માટે મહાન ત્યાગ કરનારના સંબંધમાં અથવા કોઈ ખાસ સંજોગોમાં કલમ ૮૫ ની બાબતમાં અપવાદ કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને છે.
જૈન સાહિત્ય માટે ઉત્તેજન ૮૧, (૨) પોસ્ટ ગ્રેજ્યુએટ કેર્સમાં જૈન સાહિત્ય (લિટરેચર) લેનાર કોઈ પણ વિદ્યાર્થીને વ્યવસ્થાપક સમિતિ વિદ્યાર્થીગૃહમાં દાખલ કરી શકશે અને તે પરીક્ષામાં પાસ થશે તો તેણે કરી આપેલ કરારનામાની રૂએ પાછી વાળવાની રકમ આપવાનું તેની ઈચ્છા પર રહેશે. તે જ પ્રમાણે લેન કે હાફ પેઈંગ તરીકે દાખલ થયેલ વિદ્યાથી જૈન સાહિત્યને લઈને પાસ થશે તો તેણે કરી આપેલ કરારનામાની રૂએ બી. એ. નાં બે વર્ષની પાછી વાળવાની રકમ આપવાનું તેની ઈચ્છા પર રહેશે.
કન્યા છાત્રાલય કન્યાઓની ઉચ્ચ કેળવણી માટે કન્યા છાત્રાલયની જરૂર અંગે વિદ્યાલયના સંચાલકનું ધ્યાન છેક સને ૧૯૩૪ની સાલમાં ગયું હતું. આ સંબંધમાં વીસમાં વર્ષના રિપોર્ટ (પૃ. ૨૩-૨૪)માં મંત્રીઓના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે
“અહીં એક વાત પ્રાસંગિક હોઈ જણાવવી ઊચિત ધારી છે. કોલેજના અભ્યાસ માટે સ્ત્રીઓની અરજીઓ આવવા લાગી છે. આપણે તો છોકરાઓને પહોંચી વળી શકતા નથી અને વર્ષ આખરે વટાવ ખાતે ઉધાર કરીએ છીએ ત્યાં સ્ત્રીઓની અરજીનો વિચાર ક્યાંથી કરીએ ? પણ એ વાત ઉપેક્ષવા જેવી નથી. પાંચ-દશ વર્ષમાં મોટી સંખ્યામાં કોલેજ કેળવણી લેતી જૈન કન્યાઓ થઈ જશે. તેમને માટે વિદ્યાર્થીઓથી અલગ અને સ્ત્રીનિયામકના હાથ નીચે ચાલતી આપણા જેવી સંસ્થાની જરૂર પડશે. કોઈ ઉદારચિત્ત બંધુ અથવા બહેન બે લાખની સહાય કરે તો આપ એવી સંસ્થાની વ્યવસ્થા કરવા જરૂર વિચાર કરશે એવી ભલામણ કરવી અસ્થાને નહિ ગણાય.”
વળી, વિદ્યાલયના બંધારણમાં પણ (કલમ ૯, ૧૦૬, ૧૦૭, ૧૦૮માં) ઉચ્ચ અભ્યાસ કરતી કન્યાઓ માટે કન્યા છાત્રાલય ઊભું કરવાની જોગવાઈ રાખવામાં આવી છે અને એ માટે, પચાસમાં વર્ષના રિપોર્ટમાં જણાવ્યા મુજબ રૂા. ૧,૩૩,૦૧૭) જેટલું ફંડ પણ એકત્ર થયેલ છે. - વિદ્યાલયના ૨૭મા વર્ષમાં (સને ૧૯૪૧-૪રમાં) કન્યા છાત્રાલયની સ્થાપનાને વિચાર વધુ પ્રબળ બનતાં એ દિશામાં સક્રિય કાર્ય કરવાનાં ચક્રો ગતિમાન થયાં. તા. ૭–૨–૧૯૪૩ની સામાન્ય સમિતિની સભાએ કન્યા છાત્રાલયની યોજનાને મંજૂરી આપી હતી અને એને અમલી રૂપ આપવા વ્યવસ્થાપક સમિતિના નીચે મુજબ સભ્યોની એક ભંડોળ સમિતિ નીમી હતી: - (૧) શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (૩) શ્રી બબલચંદ કેશવલાલ મોદી (૨) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ (૪) શ્રી ડો. મોહનલાલ હેમચંદ શાહ
(૫–૬) સંસ્થાના મંત્રીઓ – શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી
પણ પછીથી કન્યા છાત્રાલયની સ્થાપનાની દેજનાનો અમલ ન થઈ શક્યો એટલે છેવટે બહાર રહીને ઉચ્ચ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને, ગુણવત્તાને ધોરણે, છાત્રવૃત્તિ આપવાનું નક્કી કરવામાં આવ્યું. અને એ નિર્ણય અનુસાર દાક્તરી વિદ્યાના અભ્યાસ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org