Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા મતપત્ર દ્વારા પહેલી મેનેજિંગ કમિટીના નીચે મુજબ સભ્યની ચૂંટણી કરવામાં આવી – (૧) શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સોલિસીટર
ઓ. સેક્રેટરી (૨) શેઠ દેવકરણ મૂળજી
ખજાનચી (૩) શેઠ મોતીલાલ મૂળજી
મેમ્બર (૪) શેઠ મકનજી જૂઠાભાઈ મહેતા, બેરિસ્ટર-એટ-લે (૫) ડોકટર નાનચંદ કસ્તુરચંદ મેદી, એલ. એમ. એન્ડ એસ. , (૬) શેઠ નરોત્તમદાસ ભાણજી (૭) શેઠ મૂળચંદ હીરજી
આસિસ્ટન્ટ સેક્રેટરી (૮) શેઠ સારાભાઈ મગનભાઈ મોદી, બી.એ.
મેમ્બર (૯) શેઠ અમરચંદ ઘેલાભાઈ (૧૦) શેઠ નરોત્તમદાસ હેમચંદ અમરચંદ (૧૧) શેઠ મોહનલાલ દલીચંદ દેસાઈ બી.એ., એલ.એલ.બી. (૧૨) શેઠ મણિલાલ સૂરજમલ ઝવેરી (૧૩) શેઠ ચુનીલાલ વરચંદ (૧૪) ઝવેરી લલ્લુભાઈ ગુલાબરાંદ (૧૫) ઝવેરી ફકીરચંદ નગીનચંદ
આ રીતે સંસ્થાની સ્થાપના બાદ આશરે સવા બે વર્ષના ગાળામાં સંસ્થા કામ કરતી થઈ ગઈ; સુધારાવધારા સાથે એનું બંધારણ સ્થિર અને વ્યવસ્થિત થઈ ચૂક્યું; અને એ બંધારણ મુજબ મેનેજિંગ કમિટીની ચૂંટણી પણ કરી લેવામાં આવીજાણે વિદ્યાલયની પ્રગતિની ગાડી સરળતાપૂર્વક અને ઝડપથી આગળ વધી શકે એ માટે પાટા નંખાઈ ગયા સંસ્થાના સંચાલકોની સમાજસેવાની ધગશ, ભાવના અને નિષ્ઠાની એ સિદ્ધિ હતી.*
પહેલું ટ્રસ્ટી મંડળ તા. ૨૨-૧૨-૧૯૧૮ના રોજ વિદ્યાલયના બંધારણની ૯૨મી કલમમાં સુધારોવધારો કરીને સંસ્થાની સ્થાવર મિલકત તથા જામીનગીરીઓ પાંચ ટ્રસ્ટીઓનાં નામે રાખવાનું ઠરાવવામાં આવ્યું અને પહેલું ટ્રસ્ટી મંડળ નીચે મુજબ પાંચ સભ્યોનું રચવામાં આવ્યું –
(૧) શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડિયા (૩) શેઠ મોતીલાલ મૂળજી (૨) શેઠ દેવકરણ મૂળજી
(૪) શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી
(૫) શેઠ ગોવિંદજી ખુશાલ ટ્રસ્ટી મંડળની દર પાંચ વર્ષે જનરલ કમિટીમાં નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે.
વિદ્યાલયનું રજિસ્ટ્રેશન વિદ્યાલયની સ્થાપના બાદ ૧૯ વર્ષે, તા. ૪-૫–૧૯૩૪ના રોજ, ૧૮૬૦ના સોસાયટી રજિસ્ટ્રેશન ઍક્ટ પ્રમાણે, વિદ્યાલયનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. તેમ જ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ મુજબ તા. ર૭–૫–૧૯૫૩ ના રોજ નોંધણી કરાવવામાં આવી.
તા. ૨-૩-૧૯૬૪ થી તા. ૯-૩-૧૯૧૫ સુધીના એક વર્ષના ગાળામાં મેનેજિંગ કમિટીની છ સભાઓ મળી હતી; અને તા. ૯-૩-૧૯૧૫ થી તા. ૧૬-૭–૧૮૧૬ સુધીના સળ માસના ગાળામાં બૅનેજિંગ કમિટીની ત્રીસ સભાઓ મળી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org