________________
૩૩
તથા મહાહિમવંત અને રૂપી એ બે પર્વતને આઠ આંક છે તેને લાખ ગુણી ૧૯૦ વડે ભાગવાથી બીજા યુગલને અને નિષધ અને નીલવંત એ બે પર્વતને બત્રીસનો આંક તેને લાખે ગુણ ૧૯૯૦ વડે ભાગવાથી ત્રીજા યુગલને વિસ્તાર આવે છે. આ છ એ પર્વતને મૂલમાં તથા ઉપર સરખે વિસ્તાર જાણો.
અહીં ભાગવાને અંક જે ૧૯૦ કહ્યો તેનું કારણ આ પ્રમાણે–ભારત અને અરવત ક્ષેત્ર થકી મહાવિદેહ સુધી ક્ષેત્રો ને પર્વતે બમણા બમણા વિસ્તારવાળા હોવાથી તેને ખાંડવાના અંક આ પ્રમાણે થાય છે–૧-૨-૪-૮-૧૬–૩૨૬૪–૩૨–૧૦–૮–૪–૨–૧. આ સર્વ અંકને સરવાળે કરવાથી ૧૯૦ થાય છે ત્યાર પછી ભાજ્ય અને ભાજકની સંખ્યામાંથી એક એક શૂન્ય કાઢી નાખીએ ત્યારે ભાજકને અંક ૧૯ થાય છે એમ સર્વત્ર જાણવું. જેમકે બાહ્ય ગિરિના બે અંકને લાખે ગુણવાથી બે લાખ થયા. તેમાંથી એક શૂન્ય કાઢી નાંખતા વીશ હજાર રહ્યા. ૧૯૦માંથી શૂન્ય કાઢી નાંખીએ એટલે ૧૯ રહ્યા. પછી વીશ હજારને ઓગણીશે ભાગતાં ભાગમાં ૧૦૫ર આવે ઉપર ૧૨ કળા વધે. એમ સર્વત્ર જાણવું. ૨૬
કુલગિરિના વિસ્તારનું પ્રમાણ બે ગાથામાં જણાવે છે – બાવરણહિઓ સહસ, બાર કલા બાહિરાણ વિત્યારે મઝિમગાણ દસુત્તર-બાયાલસયા દસ કલા ય. ૨૭ અશ્મિતરાણ દુકલા, સાલસહસડસયા સબાયાલા; ચઉચત્તસહસ્સ દો ય, દસુત્તરા દસ કલા સર્વે. ૨૮