________________
અર્થ –વૃત્ત ક્ષેત્રના વિધ્વંભના-પહોળાઈના વર્ગને દશ ગુણે કરી તેનું વર્ગમૂળ કાઢવાથી વૃત્ત ક્ષેત્રની પરિધિ થાય છે અને પરિધિને પહોળાઈના ચેથા ભાગે ગુણવાથી ગણિત પદ આવે છે. ૧૮૮
વિવેચન –વૃત્ત એટલે ગોળ ક્ષેત્રને વિષ્ઠભ એટલે લંબાઈ અથવા પહેલાઈ જેટલી હોય તે અંકને વર્ગ કરવે એટલે તે અંકને તે જ અંકવડે ગુણ પછી તે વર્ગના અંકને દશે ગુણવો. ત્યાર પછી તેનું વર્ગમૂળ કાઢવું તેમાં જે છેદ રાશિ (ભાજક રાશિ) આવ્યું હોય તેને અર્ધ કરવાથી વૃત્ત ક્ષેત્રની પરિધિ આવે છે. અથવા ભાગાકાર કરતાં ભાગમાં જે અંક આવ્યું હોય તેટલી પરિધિ આવે છે. વર્ગમૂળ કરતાં જે અંક શેષ રહે તેને કેશ કરવા માટે ચારે ગુણવા. તેને ઉપરના જ ભાજકરાશિ વડે ભાગવાથી ભાગમાં જે આવે તે કોશ. શેષ રહેલા અંકને ધનુષ કરવા માટે બે હજાર ગુણી તે જ ભાજક રાશિ વડે ભાગવાથી જે ભાગમાં આવે તે ધનુષ. શેષ રહેલા અંકને અંગુલ કરવા માટે છ—એ ગુણ તે જ ભાજક રાશિ વડે ભાગવાથી જે ભાગમાં આવે તે અંગુલ જાણવા. (શેષ રહેલા અંકને જવ, જૂ, લીખ, વલાઝ, રથરેણુ, ત્રસરેણુ વિગેરે લાવવા માટે આઠે આઠે વારંવાર ગુણી દરેક વાર તે જ ભાજક રાશિવડે ભાગાકાર કરવા ઈત્યાદિ.)
પ્રથમ જબુદ્ધીપની પરિધિ કાઢવી છે. તેથી જ ખૂ. દ્વીપને વિષ્ક જે લાખંજનને છે તેને વર્ગ કરવા માટે