________________
' અર્થ––જે અવગાહના તે ઈષ કહેવાય છે. તેને ૧૯ વડે ગુણવાથી કલા રૂ૫ ઈર્ષા થાય છે. વૃત્ત ક્ષેત્રની પહોળાઈની કલામાંથી ઈષની કલા બાદ કરવી. પછી ચાર ગુણ ઈર્ષા વડે તેને ગુણીએ. જે ગુણાકાર આવે તેનું વર્ગમૂળ કરવાથી જીવા આવે છે. ૧૮૯
વિવેચન –જેનું ઈષ કરવાનું હોય તેની મધ્યમાં જે અવગાહના હોય તેને ઈષ કહીએ. એટલે કે જે બૂદ્વીપને વિષે કહેવાને ઈઝેલા ભરત વિગેરે એક ભાગ કે જે જીવા અથવા પણછ ચડાવેલા ધનુષને આકારે હોય છે તેના ઉપર બાણ ચડાવ્યું હોય, તે બાણને જે અવગાહ એટલે લંબાઈ અથવા વિઝંભ તેને ઈષ કહીએ. તે જ ઈષ જેટલા
જનને હોય તેને ઓગણશે ગુણવાથી કલારૂપ ઈષ થાય છે. આ જ ઈષનું કરણ કહેવાય છે. (ઈષમાં ને ધન પૃષ્ટમાં પાછળના ક્ષેત્ર ને પર્વતે જે આવેલા હોય તે બધા ભેળા લેવાય છે.)
.
હવે જવાનું કરણ કહે છે –જે મૂળ વૃત્ત ક્ષેત્ર તેની પહોળાઈની કળા બાદ કરવી. એટલે અહીં વૃત્ત ક્ષેત્ર જંબુદ્વીપ છે. તેના વિષ્કની કળા કરીને પછી તેમાંથી ઈષના વિધ્વંભની જેટલી કળા હોય તેટલી બાદ કરવી. પછી ચાર ગુણા ઈષવડે તેને ગુણવા એટલે કે બાદ કરતાં શેષ રહેલી રાશિને, ઈષની કળાને ચાર ગુણી કરી તેના વડે ગુણવી. પછી ગુણતાં જે અંક આવ્યું હોય તેનું વર્ગમૂળ કાઢવું. વર્ગમૂળમાં જે આવે તે જીવા કહેવાય છે.