________________
૨૨૭
હવે છેલ્લા ખંડનું પ્રતર કરવાનું કરણ કહે છે – અંતિમખંડસુસુણ, જીવ સંગુણિઅચઉહિ ભઈઊણે લદ્ધમિ વગએ દસ-ગુણમ્મિ મૂલં હવઈ પયરે.૧૯૧
અંતિમખંડસ્ટ-છેલ્લા ખંડના ! ભઇજીર્ણ-ભાગીને ઈષણ-ઈબુ વડે
લદ્ધમિ-જે પ્રાપ્ત થાય , સંગુણિઅ-ગુણીને
વગિએ-વર્ગ કરીએ અર્થ – છેલ્લા ખંડના ઈષ સાથે જીવાને ગુણને ચારે ભાગીએ, જે ભાગમાં આવે તેને વર્ગ કરી દેશે ગુણ વર્ગમૂલ કરવાથી પ્રતર આવે છે. ૧૯૧
વિવેચન –દક્ષિણ ભરતાદિક છેલ્લા ખંડના ઈષની સાથે એટલે ઈષની કળાની સાથે જવાને એટલે જવાની કળાને ગુણને તેને ચાર વડે ભાગીને જે ભાગાકાર આવે તેને વર્ગ કરે એટલે તેને તેટલાએ ગુણવા. પછી વર્ગને દશે ગુણવા. પછી તેનું વર્ગમૂળ કાઢવું. જે વર્ગમૂળ આવે તે પ્રતર થાય છે. આ પ્રતરમાં જે અંક આવ્યો હોય તે પ્રતિકળા હેવાથી તેને ૧૯ વડે ભાગતાં ભાગમાં જે આવે તે કળા અને શેષ રહે તે પ્રતિકળા છે. કળાને પણ ૧૯ વડે ભાગતાં ભાગમાં જે આવે તે જન અને શેષ રહે તે કળા જાણવી. ૧૯૧