________________
રૂપર હજારેક માઈલ ખસી જાય તે તે દડે આપણી નજીક ન પડતાં હજારો માઈલ છેટે પડે જોઈએ, પરંતુ તે તે આપણી નજીકજ પડે છે, માટે પૃથ્વી અસ્થિર
છે એમ સાબીત થતું નથી ૪ પૃની સ્થિર છે એમ સાબીત થતું હોવાથી ચદ્ર સૂર્ય
ફરે છે એ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. કારણકે પૃથ્વી સ્થિર છે અને ચંદ્ર સૂર્ય પણ સ્થિર હોય તે રાત્રી દિવસના વિભાગ થાય નહિ, પરંતુ જે સ્થળે જેવું હોય ત્યાં તેવું ને તેવુંજ રાત કે દિવસ રહેવા જોઈએ પરંતુ તેમ રહેતું નથી. માટે ચંદ્ર સૂર્ય ફરી છે એમ ચાક્ય થાય છે. સૂર્ય પૃથ્વી કરતાં બાર લાખ ગુણે માટે છે એવી હાલની માન્યતા જે સાચી હોય તો આ પૃથ્વી ઉપર થેંડા ભાગમાં પ્રકાશ અને થોડા ભાગમાં અંધકાર એવું બને નહિ, પરંતુ આખી પૃથ્વી ઉપર હંમેશાં બધા ભાગમાં પ્રકાશ રહેવું જોઈએ, પણ તેમ બનતું નથી, માટે પૃથ્વી કરતાં સૂર્ય મટે છે એ વાત પણ વિચારણીય છે. આ બાબત પણ વિચારણીય છે. કારણકે બધા ગ્રહ અસ્થર છે તેમ આ પૃથ્વી અસ્થિર નથી, પરંતુ સ્થિર છે એમ ઉપર સિધ્ધ થતું હોવાથી આ પૃથ્વી ગ્રહ નહિ, પરંતુ પૃથ્વી જ છે.
એકંદરે વિચારતાં આ બાબત છદ્મસ્થ જીવોને માટે શ્રધ્ધાનો વિષય હોવાથી શાસ્ત્ર વચન પ્રમાણ છે, એવી શ્રધાજ ચગ્ય છે.
સમાપ્ત