________________
૩૫૧
એશિઆ વગેરે દેશમાં આવેલા છે. તે પૃથ્વીના પડ ઉપર રહેલ નદીઓ, સમુહો મનુષ્ય કોને આધારે રહેલા છે? તેના જવાબમાં તેનું કારણ ગુરૂત્વાકર્ષણ કહેવામાં આવે છે. પરંતુ આ શુરૂત્વાકર્ષણનો નિયમ પણ બરોબર વિચારતાં
ગ્ય લાગતું નથી. માટે પૃથ્વી થાળી જેવી ગોળ માનવી એગ્ય છે, કારણકે આ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ પાસેના ભાગની શોધ હજી ચાલુ છે અને તેથી તેને નારંગી જે ગોળ આકાર છે તેમ માની શકાય નહિં. અહીં સ્ટીમર તથા રેલવેના પાટા વગેરે દષ્ટાંત તરીકે આપવામાં આવે છે પરંતુ તે હેતુએ પણ વિચાર કરતાં યોગ્ય જણાતા નથી. હાલના આ પાંચ ખંડવાળી પૃથ્વી પ્રાયે દક્ષિણ ભરતાર્ધમાં સમાવેશ પામે છે. પૃથ્વો પિતાની ધરી ઉપર ફરતી કરતી સૂર્યની આસપાસ ફરે છે એવી હાલની માન્યતા પણ વિચારણીય છે. કારણકે આ બાબતમાં રેલ્વે ગાડીમાં મુસાફરી કરનારને જેમ ઝાડ વગેરે સ્થિર વસ્તુ અસ્થિર લાગે છે, અને ગાડી ચાલતી છે તે છતાં સ્થિર લાગે છે, એ દષ્ટાંત આપવામાં આવે છે, પરંતુ આ વાત પણ વિચાર કરતાં યોગ્ય લાગતી નથી. કારણકે ગાડીમાં મુસાફરી કરનાર ગાડી સ્થિર છે એમ માનતે નથી વળી આ પૃથ્વીની એક મિનિટમાં હજાર માઈલની ગતિ કહી છે, તે હિસાબે તે આપણે પૃથ્વી ઉપર ઉભા રહીને એક દડે આકાશમાં અધર ઉછાળીએ, તે જમીન ઉપર નીચે પડે તેટલામાં તે પૃથ્વી ત્યાંથી