________________
૩૪૯ હાલની માન્યતા મુજબ એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા તથા ઓસ્ટ્રેલીયા એમ પાંચ “અંડપ્રમાણ જ આ પૃથ્વી છે. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે આ પૃથ્વીને આકાર થાળી જે ગેળ છે
હાલની માન્યતા મુજબ પૃથ્વીનો આકાર દડા અગર નારંગી જેવો ગોળ છે. આ પૃથ્વી સૂર્યથી છુટે પડી ગએલે એક ભાગ છે. સૂર્ય ગરમ છે તેમ આ પૃથ્વી પણ પહેલાં ગરમ હતી, પરંતુ જેમ અંગારા ઉપર રાખ વળવાથી તે બહારથી ગરમ જણાય નહિ તેમ આ પૃથ્વી ઉપરથી ઠંડી પડેલી છે, પરંતુ અંદર ગરમ છે. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે પૃથ્વી સ્થિર છે. એટલે તે ફરતી નથી.
હાલની માન્યતા પ્રમાણે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તેમજ પિતાની ધરી ઉપર ફરે છે. ધરી ઉપર ફરવાથી રાત દિવસ થાય છે, અને સૂર્યની આસપાસ એક ચક્રા ફરી રહે ત્યારે એક વર્ષ થાય છે. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે ચંદ્ર તથા સૂર્ય બંને ફરે છે.
હાલની માન્યતા પ્રમાણે સૂર્ય સ્થિર છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે આ પૃથ્વી અસંખ્યાતા
જન પ્રમાણ વિસ્તારવાળી હેવાથી ઘણી મોટી છે, અને સૂર્ય તથા ચંદ્ર નાના છે.