________________
ર૭૮ અર્થ-વિવેચન –મેરૂ પર્વતની પશ્ચિમ દિશાએ જગ તીથી બાર હજાર જન લવણ સમુદ્રમાં જઈએ ત્યાં સુસ્થિત નામના લવણાધિપતિને ગૌતમ નામને એક દ્વીપ છે, તથા તે ગોતમદ્વીપની બે બાજુએ જંબૂદ્વીપના અને લવણસમુદ્રના બે બે સૂર્યના પ્રીપે છે એટલે કે ગૌતમીપની બને બાજુએ બએ દ્વીપ એટલે કુલ ચાર દ્વીપ છે. તે જંબૂદ્વીપના બે અને લવણસમુદ્રના જંબૂદ્વીપ તરફના બે એમ કુલ ચાર સૂર્યના છે એમ જાણવું. વળી તે પચે દ્વિપનું જગતીથી આંતરું, તથા પરસ્પરનું એટલે એક દ્વીપથી બીજા દ્વિપનું આંતરું, તથા તે દરેક દ્વીપને વિસ્તાર તે ત્રણે બાબત બાર બાર હજાર યોજન છે. તથા એજ રીતે મેરૂ પર્વતની પૂર્વ દિશામાં જગતથી બાર હજાર જન લવસમુદ્રમાં જઈએ ત્યાં ચાર ચંદ્રના ચાર દ્વિપે છે એટલે જંબુદ્વીપના બે ચંદ્ર અને જમ્બુદ્વીપ તરફ લવણસમુદ્ર ઉપર કરનારા લવણસમુદ્રના બે ચંદ્ર એમ ચાર ચંદ્રના ચાર દ્વીપ છે. તથા એજ પ્રકારે એટલે ઉપર કહ્યા પ્રમાણે જ બહારની દિશાએ એટલે ધાતકીબંડની દિશાએ લવણસમુદ્રની જગ. તીથી બાર હજાર જન લવણસમુદ્રમાં જઈએ, ત્યાં મેરૂપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આઠ આઠ દ્વીપ છે. (કુલ સેળ દ્વીપ છેતે લવણશિખાની બહાર ફરતા બે ચંદ્ર અને બે સૂર્યના તથા છ છ ધાતકીખંડમાં ચાલતા લવણસમુદ્ર તરફના ચંદ્ર અને સૂર્યના સર્વે મળીને આઠ ચંદ્રના અને આઠ સૂર્યોના દ્વીપ છે. ૨૬-૨૭-૨૮ ૨૨૦ થી ૨૨૨
હવે આ દ્વીપનું જળ ઉપર રહેલું પ્રમાણ કહે છે –