________________
૨૦૮
કર્યાં. પછી પ્રથમના વિષમ અંક ૧૦ છે તેનું વર્ગમૂળ ૩ છે તેથી ૧૦ ને ૩ વડે ભાગવા. ભાગમાં ૩ આવ્યા, ભાજ્યરાશિ ૧૦ છે તેમાંથી ૯ માદ કરવા. બાકી ૧ રહ્યો. ઉપરથી વિષમ પદ એ મીંડાં) ઉતારવાથી ૧૦૦ થયા. તેને ભાગમાં આવેલા ૩ ને બમણાં કરી ૬ વડે ભાગવા. અહી વિશેષ એ છે કે ૧૦૦ માંના છેલ્લા ગ્મક () સિવાય બાકીના ૧૦ ને ૬ વડે ભાગતાં ભાગમાં જે આવે તેમ હોય તે અંકને ૬ ની સાથે મૂકી પછી ભાગાકાર કરવા, જેમકે અહી ૧૦ ને ૬ વડે ભાગતાં ભાગમાં ૧ આવે છે તેને ૬ ની સાથે મૂકતાં ૬૧ થાય છે, તેથી ૧૦૦ ને ૬૧ વડે ભાગતાં ભાગમાં ૧ આવે છે, તેને પ્રથમના વર્ગમૂળ ૩ ની પાસે મૂકતાં ૩૧ થયા. ૧૦૦ માંથી ૬૧ બાદ કરતાં ૩૯ વધે છે તેમાં ઉપરથી વિષમપદ્મ એ મીંડાં) ઉતારવાથી ૩૯૦૦ થયાં. તેને ખમણા કરેલા ૩૧ એટલે દર વડે ભાગવાના છે. તેમાં પણ ઉપરની રીતે છેલ્લા અંક ( ॰ ) સિવાય બાકીના ૩૯૦ ને ૬૨ વર્ડ ભાગતાં ભાગમાં ૬ આવે તેમ છે, તેથી ૬૨ ની પાસે ૬ મૂકતાં ૬૨૬ થયા. તે વડે ૩૯૦૦ ને ભાગવા. એ રીતે વના સર્વ અંક પૂરા થાય ત્યાં સુધી ભાગાકાર કરતાં જે ભાજકના અંક આવ્યા હોય તેને અ કરતાં જે આવે તે વર્ગમૂળ કહેવાય છે અથવા ભાગમાં જે રકમ આવી હોય તે જ વ`મૂળ છે. તેને હિસાબ નીચે પ્રમાણે—